________________
૨૬૮
**
યોગશાસ્ત્રનો ગુર્જરાનુવાદ છે કે:- ‘જેઓ દેહાદિ-કારણે પણ છ કાય-વધમાં પ્રવર્તે છે, તેઓ 'જિનપૂજામાં પણ છ-કાય-વધુ થાય છે' (પંચાશક ૪/૪૫) એ બુદ્ધિથી ન તેં એ પણ મહાઅજ્ઞાન સમજવું.' વિસ્તારથી સર્યું.
(૩) જિનાગમ- ધર્મક્ષેત્રમાં પોતાનું ધન વાવવું તે આ પ્રમાણેઃ— મિથ્યાશાસ્ત્રોથી ઉત્પન્ન થયેલા ખરાબ સંસ્કાર રૂપ ઝેરનો નાશ કરવા માટે મંત્ર સરખું, તથા ધર્મ-અધર્મ, કરણીય-અકરણીય, ભક્ષ્યઅભક્ષ્ય, પેય-અપેય, ગ્રહણ કરવા યોગ્ય અને છોડવા યોગ્ય, તત્ત્વ-અતત્ત્વ વગેરે જગતના ભાવોના વિવેક કરનાર, ગાઢ, અંધકારમાં દીપક સમાન, સંસાર-સમુદ્રમાં ડૂબતાને બેટ સમાન, મરુભૂમિમાં કલ્પવૃક્ષ સમાન, જિનાગમ સંસારમાં પ્રાપ્ત થવું ઘણું દુર્લભ છે. જિનેશ્વરઆદિકને બતાવનાર હોય તો આ આગમ છે. સ્તુતિમાં પણ એમ કહ્યું છેઃ— “જેમના સમ્યસામર્થ્યથી આપ સરખાનું પરમ આપ્તપણું અથવા તો પરમાત્માપણું અમે સમજી શકીએ છીએ તે કુવાસનાના દોષને નાશ કરનાર અને આપના શાસનને ‘નમસ્કાર થાઓ' જિનાગમ પ્રત્યે આદરવાળાઓને દેવ-ગુરૂ અને ધર્મ વગેરે ઉપર બહુમાન હોય છે, એટલું જ નહિ, પણ કોઈક વખત કેવલજ્ઞાન કરતાં પણ જિનાગમરૂપ શ્રુતજ્ઞાન પ્રમાણ તરીકે આગળ વધી જાય છે. જે માટે કહ્યું છે કેઃ- ‘સામાન્યથી શ્રુતોપયોગને અનુસારે શ્રુતજ્ઞાની કદાચ અશુદ્ધ આહારને શુદ્ધ માનીને વહોરી લાવે, તેને કેવલજ્ઞાની પણ આહારપણે ગ્રહણ કરે, નહિતર શ્રુતજ્ઞાન અપ્રમાણ ઠરે.' (પિ.નિ. ૫૨૪), શ્રીજિનાગમનું એક વચન પણ ભવ્યજીવોના ભવનો નાશ કરવા સમર્થ છે, જે માટે કહેવાયું છે કેઃ– “જિનાગમમાનું એક પદ પણ નિર્વાહ કરનાર અર્થાત્ મોક્ષ આપવા સમર્થ થાય છે. સંભળાય છે કે— એક માત્ર સામાયિક-પદથી અનંતા સિદ્ધિપદને પામ્યા છે” (તત્ત્વાર્થ સંબંધકારીકા ૨૭)
જો કે રોગીને પથ્ય ખોરાક, તેમ મિથ્યાષ્ટિને જિન-વચનની રુચિ થતી નથી, તો પણ સ્વર્ગ કે અપવર્ગનો માર્ગ બતાવવામાં જિનવચન સિવાય બીજું કોઈ સમર્થ નથી, તેથી સમ્યગ્દષ્ટિઓએ આદરપૂર્વક તેની શ્રદ્ધા કરવી જોઈએ. કા૨ણકે જેમનું નજીકમાં કલ્યાણ થવાનું હોય. તેઓ જ ભાવપૂર્વક જિનવચનને સ્વીકારે છે. બીજાઓને તો સાંભળતાં કાનમાં શૂલ માફક દુઃખ કરનાર હોવાથી અમૃત પણ ઝેરરૂપ બની જાય છે. જો જગતમાં આ જિનવચન ન હોત, તો આ ધર્મ-અધર્મની વ્યવસ્થા વગરના લોકો ભવરૂપ અંધારા કૂવામાં પડત, અને પડ્યા પછી ત્યાંથી તેમનો ઉદ્ધાર કેવી રીતે થાત ?
જેમ આયુર્વેદમાના ‘વિરેચનની ઈચ્છાવાળાએ હરડેનું ભક્ષણ કરવું' એ એક વચનથી હરડે ભક્ષણ કરવાના પ્રભાવથી વિરેચન થયું અને તેના વચન પર વિશ્વાસ બેઠો, એટલે તે આખા આયુર્વેદને પ્રમાણરૂપ સ્વીકારે છે, તથા જેમ અષ્ટાંગ નિમિત્તશાસ્ત્રમાં કહેલા ચંદ્ર, સૂર્ય, ગ્રહ ચાર કે ધાતુવાદ-રસ, રસાયણ એ વગેરે પ્રત્યક્ષ ભાવોના વિશ્વાસથી તે શાસ્ત્ર-કથિત પરોક્ષ ભાવોને પણ જણાવનારાં વચનોને પ્રામાણિક ગણવામાં આવે છે, તેમ જિનવચન સમજવા માટે જેઓની મંદ બુદ્ધિ છે, તેઓએ પણ તેમાં કહેલા પ્રત્યક્ષ ભાવોની જેમ પરોક્ષ-ષ્ટિ કે બુદ્ધિથી પણ ન સમજાય તેવા ભાવોને પણ સત્યરૂપે નિશ્ચિત માનવા જોઈએ. ‘આ દુષણ કાળ-યોગે દિનપ્રતિદિન બુદ્ધિ મંદ થવાથી જિનવચનોનો લગભગ ઉચ્છેદ થશે' એમ માની શ્રીનાગાર્જુન શ્રીસ્કંદિલાચાર્ય વગેરે પૂર્વના મહાપુરૂષોએ આગમને પુસ્તકમાં સ્થાપન કર્યું છે તેથી જિનવચન તરફ બહુમાનવાળાઓએ આ આગામાદિ શાસ્ત્રો પુસ્તકમાં લખાવવાં અને વસ્ત્રાદિકથી તેની પૂજા કરવી. કહેલું છે કેઃ—
જેઓ શ્રીજિનેશ્વર દેવોના વચન-સ્વરૂપ આગામાદિ શાસ્ત્રો લખાવે છે, તે પુરૂષો દુર્ગતિ પામતા નથી., મૂંગા-બોબડા, કે જડ સ્વભાવવાળા અગર અક્કલ વગરના થતા નથી. તેમ જ આંધળા કે મૂર્ખ થતા નથી” જે ભાગ્યશાળી પુરૂષો જિનાગમનાં પુસ્તકો લખાવે છે, તેઓ સર્વ શાસ્ત્રોનો પાર પામી મુક્તિ