________________
તૃતીય પ્રકાશ, શ્લો.૧૧૯
૨૬૯
પામે છે, તેમાં સંશય નથી, કહેલું છે કે – “જે સ્વયં જિનવચન ભણે છે, બીજાને ભણાવે છે, અને ભણનારને વસ્ત્ર, ભોજન, પુસ્તક કે ભણવાની સામગ્રી આપવા પૂર્વક દરરોજ તેના પર અનુગ્રહ કરે છે, તે મનુષ્ય અહીં સર્વજ્ઞ થાય છે.” લખાવેલાં પુસ્તકોને સંવિગ્ન ગીતાર્થ મુનિવરોને બહુમાન-પૂર્વક વ્યાખ્યાન કરવા દાન કરવાં. હંમેશા પુસ્તકનું વ્યાખ્યાન કરાતું હોય, ત્યારે તેની પૂજા કરવાપૂર્વક તેનું શ્રવણ કરવું. આ પ્રમાણે જિનાગમ-પુસ્તકમાં ધન વાવવું.
(૪) સાધુ-ક્ષેત્ર - શ્રીજિનેશ્વર ભગવંતની આજ્ઞાનુસાર સમ્યગુ ચારિત્રનું પાલન કરતાં આરાધના કરવા દ્વારા દુર્લભ મનુષ્ય જન્મને સફળ કરતાં, પોતે સંસાર-સમુદ્રથી તરવા સાથે બીજાઓને પણ તારવા માટે પ્રયત્ન કરતાં, શ્રીતીર્થકરો, ગણધરોથી માંડી આજે દીક્ષિત થયા હોય તેવા સામાયિક-ચારિત્રવંત દરેક સાધુ ભગવંતોની સેવા-ભક્તિમાં ઉચિત રીતે પોતાનું ધન વાવવું. તે આ પ્રમાણે – ઉપકારી એવા સાધુ ભગવંતોને કહ્યું તેવા નિર્દોષ અચિત્ત-આહારાદિક, રોગનાશક ઔષધાદિ, ટાઢ, આદિ નિવારણ કરનાર વસ્ત્રાદિ, પૂંજવા-પ્રાર્થના કરવા માટે રજોહરણ, દંડાસણ આદિ ભોજન કરવા માટે પાત્રાદિક, દાંડાદિક ઔપગ્રહિક ઉપકરણો, તથા રહેવા માટે મકાન આદિનું દાન કરવું જોઈએ. તેવી કોઈ વસ્તુ નથી કે જે દ્રવ્ય ક્ષેત્ર, કાળ, અને ભાવની અપેક્ષાએ સાધુઓના ઉપકારમાં ન આવે, માટે સંયમમાં ઉપકારી હોય તે સર્વનું દાન કરવું. સાધુધર્મ અંગીકાર કરવા તૈયાર થએલા પોતાના પુત્ર-પુત્રીઓને પણ સમર્પણ કરવા વધારે કેટલું કહેવું ? જેવી રીતે મુનિઓ નિરાબાધપણે પોતાનું મોક્ષાનુષ્ઠાન સાધી શકે, તેવી રીતે મોટા પ્રયત્નથી સર્વ વસ્તુઓ આપવી. જિનાગમના વિરોધી કે સાધુધર્મની નિંદા કરનારાઓને પોતાના છતાં સામર્થ્યથી અટકાવવા જોઈએ જે માટે કહેલું છે કે – “તે કારણથી સામર્થ્યવાળા પ્રભુઆજ્ઞાથી ભ્રષ્ટ થયેલાની ઉપેક્ષા ન જ કરવી, પણ અનુકુળ કે પ્રતિકુળ ઉપાયોથી તેને શિખામણ કે શિક્ષાથી ઠેકાણે લાવવા” તથા–
(૫) સાધ્વી ક્ષેત્ર - જ્ઞાન, દર્શન, ચારિત્રરૂપ ત્રણ રત્ન ધારણ કરનાર સાધ્વીરૂપ ક્ષેત્રમાં સાધુ માફક યથોચિત આહારાદિકનું દાન આપી પોતાનું ધન વાવવું. શંકા કરી કે “સત્ત્વ વગરની, તથા દુઃશીલપણાના કારણે સ્ત્રીઓને મોક્ષનો અધિકાર નથી, તો પછી તેમનું આપેલું દાન સાધુ સરખું કેવી રીતે ગણાય ? સમાધાન - “સ્ત્રીઓમાં નિઃસત્ત્વપણાની વાત સાચી નથી. કારણ કે, સુખી ગૃહવાસનો ત્યાગ કરી સાધુધર્મની અનુપમ આરાધના કરનારી બ્રાહ્મી વગરે મહાસત્ત્વશાળી સાધ્વીઓમાં સત્ત્વ નથી એમ કહેવું યોગ્ય નથી કહ્યું છે કે – “શીલ અને સત્ત્વ ગુણોથી પ્રસિદ્ધિ પામેલાં આર્યા બ્રાહ્મી, સુંદરી, રામતી અને પ્રવર્તિની આર્યા ચંદનબાલા આદિ દેવો તથા મનુષ્યોથી પણ પૂજાયા છે,' તે સિવાય આ જગતમાં ગૃહસ્થપણામાં પણ સુંદર સત્ત્વ અને નિર્મળ શીલથી પ્રસિદ્ધિ પામેલી સીતા વિગેરે સ્ત્રીઓને સત્ત્વ વગરની કે શીલ રહિત કેમ કહેવાય ? રાજ્યલક્ષ્મી, પતિ, પુત્ર, ભાઈ, કુટુંબ આદિ સ્નેહ-સંબંધોનોત્યાગ કરી દીક્ષા-ભાર વહન કરનાર સત્યભામાં આદિક સ્ત્રીઓમાં અસત્ત્વપણું કેવી રીતે કહી શકાય ?” (સ્ત્રી નિર્વાણ ૩૪-૩૬), આ કારણે જ્ઞાન, દર્શન, ચારિત્રની આરાધના કરનાર પ્રાણના ભોગે પણ શીલનું રક્ષણ કરનાર, મહાઘોર તપશ્ચર્યા કરનાર હોવાથી સત્ત્વ વગરની કે દુશ્ચારિત્રવાળી કેવી રીતે ગણાય ? પ્રશ્ન : “મહાપાપ અને મિથ્યાત્વની સહાયથી સ્ત્રીપણું પ્રાપ્ત થાય છે. સમ્યક્દષ્ટિ કદાપિ સ્ત્રીપણું બાંધતો નથી, તો સ્ત્રી-શરીરમાં રહેલા આત્માની મુક્તિ કેવી રીતે થાય ?
સમાધાન - એમ ન બોલવું, પુરૂષ માફક સ્ત્રીને પણ સમ્યક્ત્વ પ્રાપ્ત થતી વખતે સર્વ કર્મોની સ્થિતિ એક કોડાકોડી સાગરોપમમાંથી ઓછી થઈ જાય અને તેથી મિથ્યાત્વ મોહનીય આદિનો પણ ક્ષય-યોપશમ