________________
તૃતીય પ્રકાશ, ગ્લો.૧૧૬
૨૬૩
પ્રમાણવાળું હોય તેના પાંચ અતિચારો આ પ્રમાણે - પોતે નિયમ કરેલા ક્ષેત્રની બહાર કાર્ય કરવાની જરૂરિયાત ઊભી થતાં પોતે ન જતાં બીજાને મોકલે, પોતે જાય તો વ્રતભંગ થાય, તેથી બીજાને મોકલે. દેશાવકાશિક વ્રત ગ્રહણ એટલા માટે કરાય છે કે જવા-આવવાના વ્યાપારથી થતી જીવવિરાધના ન થાય. તે બીજા પાસે કરાવે કે પોતે કરે તેમાં ફરક નથી. ઉલટો પોતે ઈર્ષાસમિતિ-પૂર્વક જાય તો વિરાધનાદોષથી બચે. બીજાને તો સમિતિનો ખ્યાલ ન હોવાથી અજયણા આદિક દોષો લાગે. આ પ્રથમ અતિચાર. નક્કી કરેલા નિયમથી બહારના ક્ષેત્રમાં રહેલા પદાર્થને બીજાને મોકલી મંગાવવો. એ બુદ્ધિથી કે પોતે જાતે જાય તો વ્રત ભંગ થાય અને તેથી નોકર પાસે જો મંગાવે તો અતિચાર લાગે. એ બીજો અતિચાર તથા પરમાણુઓ એકઠા બની તૈયાર થએલા પુદ્ગલ-સંધાતો જેવા કે ઢેફા, ઈંટ, કાઇ, સળી આદિ ફેંકવા, તેમ કરવાથી સામો સમજી જાય અને નજીક દોડી આવે. એટલે તેને કાર્ય ભળાવે, પણ પોતે તે કાર્ય ન કરે, આ ત્રીજો અતિચાર. “શબ્દાનું પાત - એટલે પોતે જે મકાનમાં રહેલો હોય, તેની વાડ કે કોટની બહાર ન જવાનો નિયમ રાખ્યો. એમ છતાં બહારનું કાર્ય આવી પડે ત્યારે હું જાતે જોઈશ. તો મારા નિયમનો ભંગ થશે.” એવી સમજથી પોતે જઈ શકે નહિ, તેમ બહારથી બીજાને બોલાવી શકે નહિ. એટલે ત્યાં ઉભો રહી બહારનાને બોલાવવાના ઉદેશથી છીંક, ઉધરસનો શબ્દ કરી તેને જણાવે. એટલે નજીક આવે તે (ખોંખારો) “શબ્દાનુપાત’ નામનો ચોથો અતિચાર અને આમાં તેવા જે કારણે બહારનાને પોતાનું રૂપ બતાવે. તેથી પેલો નજીક આવે, તે “રૂપાનુપાત' નામનો પાંચમો અતિચાર. આનું તાત્પર્ય એ છે કે વ્રતની મર્યાદા બહાર રહેલા કોઈક પુરૂષને વ્રતભંગના ભયથી બોલવવા અસમર્થ થાય, ત્યારે પોતાનો શબ્દ તે સાંભળે બહાના અગર પોતાનું રૂપ જુએ, તેને નજીક બોલાવે, ત્યારે વ્રતનું સાપેક્ષપણું હોવાથી “શબ્દાનુપાત” અને “રૂપાનુપાત' નામના બે અતિચારો સમજવા. આ વ્રતમાં પ્રથમના બે અતિચાર પેષણ અને આનયન તેવી શુદ્ધ સમજણ ન હોવાથી અગર સહસાત્કાર વગેરેથી થાય છે અને છેલ્લાં ત્રણ માયાવિપણાથી થાય છે. આટલો ભેદ સમજવો. દરેકમાં વ્રત-રક્ષણબુદ્ધિ હોવાથી અતિચારો છે. અહીં પૂર્વાચાર્યો કહે છે કે દેશાવકાશિક માત્ર દિવ્રતના સંક્ષેપરૂપ નથી, પણ પાંચેય અણુવતો વગેરે સર્વ વ્રતોને સંક્ષેપ કરવો, તે દેશાવકાશિક વ્રત છે, કારણકે અણુવ્રતો આદિ વ્રતોનો પણ સંક્ષેપ કરવો જોઈએ. આ વિષયમાં એક પ્રશ્ન ઉત્પન્ન થશે કે અતિચારો માત્ર દિવ્રતના જ જણાવ્યા છે. બીજા વ્રતોનો સંક્ષેપ કરવા સંબંધી ‘અતિચારો જણાવ્યા નથી. તો પછી સર્વ વ્રતોના સંક્ષેપરૂપ દેશાવકાશિક વ્રત છે– એવો વૃદ્ધવાદ કેવી રીતે માની શકાય ? તેના સમાધાનમાં જણાવે છે કે - પ્રાણાતિપાતાદિ બીજાં વ્રતોનાં સંક્ષેપરૂપ આ દેશાવકાશિક વ્રતમાં તે તે વ્રતોને અંગે જણાવેલા વધ, બંધન વગેરે અતિચારો પણ સમજવા દિવ્રતને સંક્ષેપ કરવામાં તો ભૂમિની મર્યાદામાં સંક્ષેપ કરાતો હોવાથી પેષણ, નયન વગેરે જુદા અતિચારો કહ્યાં છે અને દિષ્પરિમાણવ્રતના અતિચારો ઉપરાંત આ અતિચારોનો સંભવ હોવાથી કહ્યા છે, માટે જે પ્રગટપણે દિવ્રતના સંક્ષેપને દેશાવકાશિક વ્રત કહેલું છે, તાત્પર્ય એ કે બીજાં વ્રતોમાં સંક્ષેપ કરવાથી દેશાવકાશિક વ્રત કહેવાય અને તેના અતિચારો તે વ્રતમાં જણાવ્યા છે, તે તે સમજી લેવા. || ૧૧૬ // હવે પૌષધવ્રતના અતિચારો કહે છે – २८८ उत्सर्गादानसंस्तारा-अनवेक्ष्याप्रमृज्य च ।
अनादरः स्मृत्यनुपस्थापनं चेति पौषधे ॥ ११७ ॥ અર્થ : ભૂમિને જોયા અને પ્રમાર્યા વગર વડીનીતિ આદિનું વિસર્જન કરવું. (૨) જોયા અને