________________
તૃતીય પ્રકાશ, શ્લો.૧૧૪-૧૧૫
૨૬૧
પોતાની લઘુતા થાય, તેવું બોલવું કે વર્તન કરવું. તે પ્રમાદાચરણનો ચોથો અતિચાર છે તથા “કંદર્પ એટલે વિષય વાસના ઉત્પન્ન થાય તેવા વિકાર વચનો બોલવા કે વિષયની વાતો કરવી, તે “કંદર્પ નામનો અતિચાર. આ વિષયમાં આ પ્રમાણે સમાચારી છે કે–શ્રાવકે તેવી વાતો કરવી નહિ, જેથી બીજાને મોહ કે વિષય-રાગ વધે બંને પ્રમાદાચરણના અતિચારો સમજવા. આ પ્રમાણે ગુણવ્રતના અતિચારો સમજાવ્યા. // ૧૧૪ || હવે શિક્ષાવ્રતો સમજાવતાં તેમાં પ્રથમ સામાયિકના અતિચારો કહે છે :
२८६ कायावाङ्मनसां दुष्ट-प्रणिधानमनादरः ।
स्मृत्यनुपस्थापनं च, स्मृताः सामायिकव्रते ॥ ११५ ॥ અર્થ : (૧ થી ૩) મન-વચન-કાયાને સાવધ યોગમાં પ્રવર્તાવવા. (૪) અનુષ્ઠાનમાં અનાદર અને (૫) વિસ્મરણ થવું. - આ પાંચ સામાયિક વ્રતના અતિચાર કહ્યા છે. // ૧૧૫ |
ટીકાર્થ : મન, વચન અને કાયા એ ત્રણ યોગોને પાપ-વ્યાપારમાં જોડવા. એટલે મન-દુષ્મણિધાન, વચન-દુષ્મણિધાન અને કાયાનું દુપ્પણિધાન, સ્મૃતિ-ભંશ થવો અને અનાદર એમ સામાયિક વ્રતના પાંચ અતિચારો છે.
કાયાને પાપવ્યાપારમાં પ્રવર્તાવવારૂપ શરીરના અવયવો-હાથ, પગ આદિને સંકોચીને ન રાખતાં વારંવાર જેમતેમ લાંબા ટૂંકા કર્યા કરવા, તે “કાય-દુપ્રણિધાન” બોલવામાં શબ્દોની વાક્યોની કે અર્થની યથાસ્થિત ગોઠવણ ન હોય. ન સમજાય તેમ બોલવું. ભાષા-ચાપલ્ય થઈ ચીપી ચીપીને બોલવું તે “વાગુદુપ્રણિધાન” તથા મનમાં ક્રોધ, લોભ, દ્રોહ, ઈર્ષા, અભિમાન વગેરે કરવા, સાવઘ-પાપવ્યાપારમાં ચિત્તને આકર્ષક કરવું તથા મનમાં સંભ્રમ પેદા કરવો વગેરે “મનોદુષ્મણિધાન સમજવું. આ ત્રણ અતિચારો કહ્યું છે કે – “જોયા કે પ્રમાર્યા વગરની ભૂમિમાં બેસવું, ઉઠવું, ઉભા રહેવું વગેરે કરનારને હિંસા ન થાય તો પણ, પ્રમાદ સેવન કરવાથી તેનું સામાયિક ગણાતું નથી. (શ્રાવક પ્રજ્ઞપ્તિ ૩૧૩-૧૫) સામાયિક કરનાર પ્રથમ બુદ્ધિથી વિચાર કરીને હંમેશા નિરવદ્ય વચન બોલે, નહિતર સામાયિક થાય નહિ; જે શ્રાવક સામાયિક કરીને ઘરની ચિંતા કરે, તે આર્તધ્યાન પામેલો હોવાથી તેનું સામાયિક નિરંથક છે.” અનાદર એટલે સામાયિક કરવામાં અનુત્સાહ, સંયોગ છતાં નિયમિત સમયે સામાયિક ન કરવું અથવા જેમ તેમ
જ્યારે ત્યારે કરવું અથવા પ્રબલ પ્રમાદાદિ દોષથી લીધા પછી તરત જ પારી લે. કહેલું છે કે– “સામાયિક ઉચ્ચરીને તરત પારે, અથવા નિયમિત સમયે નહિં કરતાં સ્વેચ્છાથી જ્યારે-ત્યારે કરે, એવા અનવસ્થિતઠેકાણા વગરના પુરૂષને અનાદરના કારણે સામાયિક શુદ્ધ થતું નથી” (શ્રાવક પ્રજ્ઞપ્તિ ૩૧૭), આ ચોથો અતિચાર, પ્રબળ પ્રમાદાદિના કારણે સામાયિક કરવાના સમયને ભૂલી જાય, મેં સામાયિક કર્યું છે કે નહિ? અથવા કરવાનું છે કે હજુ બાકી છે ? એ ભૂલી જાય. આ “મૃતિભ્રંશ” નામનો અતિચાર ગણાય. કારણકે મોક્ષ-સાધક અનુષ્ઠાનોએ સ્મરણનો ઉપયોગ અને એકાગ્રતાવાળાં છે. માટે તે વિસ્મરણ થાય તો અતિચાર લાગે કહ્યું છે કે – “જે પ્રમાદી પોતાને સામાયિક ક્યારે કરવાનું છે અગર કર્યું છે કે નહિ ? ઈત્યાદિ ભૂલી જાય, તે સામાયિક કર્યું છતાં પણ નિષ્ફળ સમજવું ? (શ્રાવક પ્રજ્ઞપ્તિ ૩૧૬) ઉપલક્ષણથી સામાયિક લીધું કે નહિ ? ક્યારે લીધું, ક્યારે પૂર્ણ થશે ? એ ભૂલી જાય તો તેને પણ અતિચાર સમજવો. આ સ્મૃતિ-અનુપસ્થાપન' નામનો પાંચમો અતિચાર કહ્યો.
પ્રશ્ન - કાય-દુષ્મણિધાન આદિથી સામાયિક નિરર્થક છે-એમ ઉપર કહ્યું, તેથી તો ખરેખર સામાયિકનો જ અભાવ થયો, અને અતિચારો તો વ્રતમાં મલિનતા રૂપ જ હોય છે. જો સામાયિક નથી, તો અતિચાર