________________
તૃતીય પ્રકાશ, શ્લો.૮૮
૨૩૭
પ્રમાણે જાણવુંદાનફલ ઉપર સંગમકનું ચારિત્ર
મગધ નામના દેશમાં ઘણા રત્ન સમૂહથી દેદીપ્યમાન લક્ષ્મીના કુલગૃહ સરખું સમુદ્ર સરખું રાજગૃહ નામનું નગર હતું. સ્વર્ગનગરીમાં જેમ ઈન્દ્ર તેમ બીજા રાજાઓએ જેનું શાસન માન્ય રાખ્યું હતું. એવો શ્રેણિક રાજા ત્યાં રાજ્ય કરતો હતો. આ બાજુ શાલિગ્રામ નામના ગામમાં કોઈ અલ્પ પરિવારવાળી દરિદ્ર બનેલી ધન્યા નામની સ્ત્રી સંગમક નામના બાળકને સાથે લઈને અહીં આવી હતી. તે નગરમાં નગરલોકોના વાછરડાંઓને ચરાવતો પોતાની આજીવિકા ચલાવતો હતો. ખરેખર ગરીબ બાળકોને માટે આ અનુરૂપ કોમળ આજીવિકાનું સાધન ગણાય. હવે એક દિવસ કોઈક તેવા પર્વ-ઉત્સવમાં દરેક ઘરમાં ખીરનું ભોજન ખવાતું સંગમે જોયું. પોતાના ઘરે પહોંચી તેણે પણ માતા પાસે ક્ષીરભોજનની માંગણી કરી. ત્યારે બિચારી માતાએ પુત્રને કહ્યું કે- હું તો નિર્ધન છું. મારા ઘરમાં વળી ક્ષીર ક્યાંથી હોય ? તે બાળક વારંવાર માતા પાસે ક્ષીરભોજનની માંગણી કરે છે, એટલે પોતાનો આગળનો ગુમાવેલો વૈભવ યાદ કરીને તે એકદમ ઝીણું ઝીણું રૂદન કરવા લાગી. તેના રૂદનના દુઃખથી જાણે હૃદયો વિધાયા ન હોય તેમ પાડોશણ સ્ત્રીઓએ આવી દુઃખ કારણ પૂછ્યું એટલે ગદ્ગદ્ અક્ષરે પોતાનું દુઃખ તેમને જણાવ્યું એટલે તેઓએ દૂધ, ખાંડ, ચોખા આદિ તેને આપ્યા અને ત્યાર પછી તેની ખીર રાંધી, ખાંડ, ઘી, દૂધથી બનાવેલી ખરીની થાળી ભરીને તે બાલકને આપીને કોઈ પણ કારણથી માતા ઘરમાં ચાલી ગઈ. આ સમયે આને ભવસમુદ્રથી તારવા માટે નાવડી સમાન એવા મહિનાના ઉપવાસવાળા મુનિ પારણે ભિક્ષા લેવા આવ્યા. આ સમયે બાળકે ચિંતવ્યું કે, શું આ ચેતનવંતુ ચિંતામણિરત્ન છે કે જંગમ કલ્પવૃક્ષ છે કે પશુ એવી આ કામધેનું છે ? અહો ! બહુ સારું બહુ સારું થયું કે મારાં ભાગ્યથી જ મહાસાધુ ભગવંત પધાર્યા, નહિતર મારા સરખા ગરીબને આવા પાત્રનો યોગ કેવી રીતે બને ? મારા કોઈક પ્રબળ પુણ્યોદયથી મને આજે ચિત્તા વિત્ત અને પાત્રરૂપ ત્રિવેણીનો સંયોગ પ્રાપ્ત થયો. એ પ્રમાણે થાલ ઊંચકીને તપસ્વી સાધુને ક્ષીર વહોરાવી અને આના ઉપર ઉપકાર કરવાની બુદ્ધિથી મહાકરૂણાવાળા સાધુએ પણ તે ગ્રહણ કરી. તે મુનિ તો વહોરીને ચાલી ગયા પછી ધન્યામાતા ઘરમાંથી બહાર નીકળી માન્યું કે પુત્ર બધી ખીર જમી ગયો છે, એટલે વળી ફરી પીરસી. તે ખીર ગળાડૂબ ખૂબ ખાધી, તેથી અજીર્ણથી રાત્રે સાધુને દાન આપ્યાનું સ્મરણ કરતો-કરતો મૃત્યુ પામ્યો. તે દાન-પ્રભાવથી તે રાજગૃહ નગરમાં ગોભદ્ર શેઠની ભદ્રા-ભાર્યાની કુક્ષિમાં ઉત્પન્ન થયો. ભદ્રાએ સ્વપ્નમાં શાલિનું ક્ષેત્ર ભરપૂર પાકેલું જોયું અને તે પતિને કહ્યું એટલે પતિએ તેને પુત્ર જન્મશે” એમ કહ્યું ભદ્રાને “હું” દાન-ધર્મના કાર્યો કરું' એવા પ્રકારના દોહલા થયા અને ભદ્રબુદ્ધિવાળા ગોભદ્ર શેઠે પણ તે પૂર્ણ કર્યા. ભદ્રાએ પૂર્ણ સમયે દિશામુખને વિકસ્વર કરનાર જેમ પર્વત ભૂમિ વૈડૂર્યરત્નને તેમ પુત્રરત્નને જન્મ આપ્યો. દેખેલા સ્વપ્નના અનુસાર શુભદિવસે માતા-પિતાએ તે પુત્રનું શાલિભદ્ર એવું શુભ નામ પાડ્યું. પાંચ ધાવમાતાથી પાલન કરાતો અનુક્રમે તે વૃદ્ધિ પામતાં કંઈક ન્યૂન આઠ વર્ષનો થયો. એટલે પિતાએ કલાભ્યાસ કરાવ્યો. યૌવનવય પામ્યો અને યુવતીજન-વલ્લભ બન્યો ત્યારે નવો પ્રદ્યુમ્ન (કામદેવ) હોય તેમ સમાન વયવાળા મિત્રો સાથે રમવા લાગ્યો તે નગરના બત્રીશ શેઠિયાઓએ આવી ભદ્રાના પતિને જણાવ્યું કે, અમે અમારી બત્રીશ કન્યાઓ આપવાની તમારી પાસે યાચના કરીએ છીએ. હર્ષ પામેલા ગોભદ્રશેઠે આદરપૂર્વક સર્વ લક્ષણથી પૂર્ણ કન્યાઓ શાલિભદ્ર સાથે પરણાવી ત્યાર પછી શાલિભદ્ર મનોહર વિમાનમાં જેમ ઈન્દ્ર તેમ પોતાના મનોહર મંદિરમાં તેમની સાથે વિલાસ કરવા લાગ્યો. તેના આનંદમાં મગ્ન બનેલા તેને દિવસ ક્યાં ઉગે છે અને રાત્રિ ક્યારે પડે છે. તેની પણ ખબર પડતી