________________
તૃતીય પ્રકાશ, શ્લો.૯૦
૨૪૩
ત્યારે બે પગવાળો પોતાની જાતે ભાર ઉંચકે, જાતે ઉતારે, તેટલો જ ભાર તેની પાસે વહન કરાવવો. ચાર પગવાળો પાસે તો યથોચિત ભાર કરતાં પણ કંઈક ઓછો ભાર વહન કરાવવો, હળ ગાડાં પણ રથ આદિમાં જોડ્યા હોય, તો યોગ્ય નિયત સમયે તેમને છોડી મુકવા જોઈએ, પ્રહાર પણ તેવી જ રીતે, પરંતુ નિરપેક્ષ પ્રહાર-નિર્દયતાથી તાડન કરવું. સાપેક્ષ પ્રહાર તો શ્રાવકે હંમેશા શરૂથી જ પોતાના આશ્રિતો. પોતાથી ડરતાં રહે અને અવિનયવાળા ન બને તેની તકેદારી રાખવાની હોય, કદાચ કોઈ વિનય ન કરે, કહ્યું ન માને તો મર્મસ્થાન છોડી લાતથી કે દોરડીથી એક કે બે વખત જ તાડન કરે, તેમજ કોઈને પણ અન્ન-પાણી આદિનો રોધ-નિષેધ ન કરવો, કારણકે તીવ્ર ભૂખવાળો કદાચ મૃત્યુ પામે, પોતાનાં ભોજન સમયે તાવવાળા કે તેવા રોગવાળા આદિને છોડી બીજા બાંધેલા કે કાર્યમાં રોકી રાખેલા હોય, તેવાને ભોજન કરાવ્યા પછી પોતે ભોજન કરવું. અન્નાદિકના રોધ પણ બંધ માફક સાર્થક અને અનર્થક એમ બે ભેદાવાળો સમજવો. પરંતુ સાપેક્ષ રોગની ચિકિત્સા માટે હોય. શાન્તિ નિમિત્તે ઉપવાસાદિક કરાવે. અપરાધ કરનારને માત્ર વાણીથી કહે કે, આજે તને ભોજન આદિ નહીં અપાય. વધારે કેટલું કહેવું ? અહિંસા લક્ષણ મુલગુણના અતિચારો ન થાય, તે પ્રકારે જયણાથી વર્તવું.
શંકા કરી કે- “શ્રાવકે તો હિંસાના પચ્ચકખાણ કર્યા છે, તેથી બંધાદિક કરે તો પણ દોષ નથી. હિંસાની વિરતિ તો અખંડિત રહેલી છે. હવે જો બંધાદિકનાં પચ્ચકખાણ કર્યા હોય તો વધ-બંધાદિક કરે તો વિરતિનું ખંડન થવાથી વ્રતભંગ થાય જ. વળી બંધાદિકના પચ્ચખાણ કરવાનું સ્વીકારીએ તો વ્રતની મર્યાદા તૂટી જાય. દરેક વ્રતમાં અતિચાર વ્રતની અધિકતા થઈ જાય. છે. એમ થવાથી બંધાદિકોની અતિચારતા રહેતી નથી” આના સમાધાનમાં જણાવે છે કે- તારું કથન સત્ય છે કે, હિંસાના જ પચ્ચકખાણ કર્યા છે. પણ બંધાદિકના નહિ. માત્ર તેના પચ્ચક્ખાણમાં અર્થપત્તિથી તો તેના પણ પચ્ચક્ખાણ કરેલા સમજવા. હિંસાના તે ઉપાયો-કારણો છે. બંધાદિક કરે તો વ્રતનો ભંગ નથી. પરંતુ અતિચાર જ છે. કેવી રીતે ? અહીં વ્રત બે પ્રકારનું અંતવૃત્તિથી અને બહિવૃત્તિથી તેમાં હું મારું એવા વિકલ્પ વગર જો કોપ કે આવેશથી પારકા પ્રાણને ગણકાર્યા વગર બંધાદિકમાં પ્રવર્તે અને હિંસા ન થાય, ત્યારે નિર્દયતા કે વિરતિની નિરપેક્ષતાથી પ્રવર્તતો હોવાથી અંતવૃત્તિથી વ્રતનો ભંગ થયો, હિંસાનો અભાવ હોવાથી બહિવૃત્તિ દેશનું પાલન અને દેશથી ભંગ થયો હોવાથી અતિચારનો વ્યપદેશ-વ્યવહાર પ્રવર્તે છે. તે માટે કહેલું છે કે
હું ને મારું એ પ્રમાણે કરેલા વ્રતવાળાને મૃત્યુ પામ્યા વગર અહીં ક્યો અતિચાર લાગે ? કોપથી વધાદિક કરે છે, તે નિયમની અપેક્ષા રાખતો નથી, તેને નિરપેક્ષ કહેવાય. મૃત્યુ થયું ન હોવાથી તેના નિયમ રહેલો છે, પરંતુ ક્રોધથી દયાહીનપણાથી તો તે ભંગ થયો છે. દેશથી ભંગ અને દેશથી પાલન થયું હોવાથી પૂજ્યો તેને અતિચાર કહે છે.”
જે કહ્યું હતું કે– બાર વ્રતની મર્યાદા તૂટી જાય, તે વાત યોગ્ય નથી. વિશુદ્ધ અહિંસાના અભાવમાં બંધાદિકનો અભાવ જ છે, તેથી નક્કી થયું કે, બંધાદિકનો અતિચાર જ છે. બંધાદિક ગ્રહણ કરેલ હોવાથી ઉપલક્ષણથી મંત્રપ્રયોગ આદિ બીજા પણ અતિચારપણે જાણવા. / ૯૦ || હવે બીજા વ્રતનો અતિચાર કહે છે
२६२ मिथ्योपदेशः सहसा-ऽभ्याख्यानं गुह्यभाषणम् ।
विश्वस्तमन्त्रभेदश्च कुटलेखश्च सूनृते