________________
તૃતીય પ્રકાશ, શ્લો.૯૮-૧૦૨
૨૫૫
દાનકર્મ. ૧૫. તળાવ સૂકવવા આદિનો ધંધો કરવો-આ પંદર કર્માદાનરૂપ-અતિચારોનો ત્યાગ કરવો. .. ૯૯-૧૦૦ સે. હવે ક્રમપૂર્વક પંદરે અતિચારોની વ્યાખ્યા કરતાં અંગારકરૂપ આજીવિકાનું સ્વરૂપ કહે છે– २७२ अङ्गारभ्राष्टकरणं, कुम्भायःस्वर्णकारिता ।
ठठारत्वेष्टकापाका-वितिह्यङ्गारिजीविका ॥ १०१ ॥ અર્થ અંગાર બનાવવા અનાજને, શેકવા-મૂંજવા, કુંભારનો, લુહારનો તથા સોનીનો ધંધો, કંસારાનો અને ઈટાદિ બનાવીને વેચવાનો વેપાર કરવો - આ બધા ધંધાથી જીવન ચલાવવું તે અંગારજીવિકા કહેવાય | ૧૦૧ |
ટીકાર્થ : કાષ્ઠો, બાળીને, અંગારા પાડવા અને તેને વેચવા, અંગારા પાડવામાં એ જીવનિકાયની વિરાધનાનો સંભવ થાય છે. એવી રીતે અગ્નિવિરાધના સ્વરૂપ જે જે આરંભો (કોલસા) થાય તેનો અંગારકર્મની અંદર સમાવેશ થાય છે. આ એક ભેદ વિસ્તારથી સમજાવ્યો. બાકીના ભેદો તેની માફક સમજી લેવા. અનાજ શેકવાનો અર્થાત ભાડભુંજાનો ધંધો, કુંભાર-લુહાર, સોનીનો ધંધો, કંસારાનો ઈંટનળિયા-માટીના વાસણો બનાવી, પકાવી વેચવાનો ધંધો, મીઠાઈ-ફરસાણ બનાવવા માટે ભઠ્ઠો કરી, આજીવિકા ચલાવવી તે અંગારકર્મ જીવિકા' સમજવી. તેમાં લોઢું સોનું રૂપું આદિ ગરમ કરવા. ગાળવા ઘાટ ઘડવા, તેના કુંભ દાગીના આદિ ઘડી આપવા, તથા ઠઠારપણું એટલે ત્રાંબું, સીસું કલાઈ, કામું, પિત્તળ વગેરે બનાવવા, તેના ઘાટ ઘડાવવાં વગેરેથી આજીવિકા ચલાવવી. આમ કંસારાનો ધંધો પણ અંગાર કર્મનો ગણાવેલો છે. આથી વર્તમાનકાળમાં જેમાં અગ્નિકાયની વિશેષપણે વિરાધના થતી હોય તેવા એન્જિન ચલાવવાં, કોલસા પડાવવાનો ઈજારો રાખવો. મહાભઠ્ઠીઓવાળા મોટા ધંધા કરવા, બોયલરોમાં
શ પૂરવું. ઘાસતેલ, પેટ્રોલ, કુડ, ઓઈલ, છાણાં, લાકડાં ફોતરા વગેરે બળતણના ધંધા કરવા, પેટ્રોમેક્ષ, ઈલેક્ટ્રીક વગેરે બત્તીઓ, ગ્યાસના ચૂલા, દીવાસળી આદિનો ધંધો કરવો, તે સર્વ “અંગારકર્મ– જીવિકા' સમજવી.) મે ૧૦૧ છે. હવે વનજીવિકા કહે છે–
२७३ छिन्नाच्छिन्नवनपत्र-प्रसूनफलविक्रयः
____ कणानां दलनात् पेषाद् वृत्तिश्च-वनजीविका ॥ १०२ ॥ અર્થ : કાપેલા કે નહિ કાપેલા જંગલો પાંદડા લો અને ફળો વેચવા ધાન્યને દળવાથી તથા પીસવાથી જે આજીવિકા કરવી તેને વનજીવિકા કહેવાય. // ૧૦૨ /
ટીકાર્થ : કાપેલાં કે નહિ કાપેલાં જંગલો, ઝાડો, પાંદડા, ફુલો કે ફળો વગેરે વેચવા, તથા અનાજ દળવા, પીસવાં વગેરેથી આજીવિકા મેળવવી, તે “વનકર્મ-જીવિકા' કહી છે. (ઉપલક્ષણથી વેપાર માટે જંગલના બીડ લેવાં, વેચવા, કપાવવાં, વાવવાં, બગીચા-વાડીઓ વવરાવવાં–છેરવાં. કઠોળની દાળો, મેંદો-સોંજી બનાવરાવવાં; દળવાની ઘંટી, મગફળી પીલવાની મીલ ચલાવવી; કેળાં શેરડી પપૈયા, ચાના બગીચા આદિથી આજીવિકા ચલાવવી ઈત્યાદિ પણ વનકર્મ-જીવિકામાં સમાઈ જાય) મુખ્યતાએ જેમાં વનસ્પતિકાય જીવોની હિંસા ઘણી થાય. તેવા ધંધા તે વનકર્મ કહેવાય અને આવા કાર્યોમાં વનસ્પતિકાયના જીવો તથા તેને આશ્રિને રહેલાં બીજા ત્ર-સ્થાવરથી માંડી યાવતુ પંચેન્દ્રિય જીવોની પણ હિંસા સંભવિત