________________
તૃતીય પ્રકાશ, શ્લો.૯૪
૨૪૯
નથી. જેથી તેને ભોગવતાં અતિચાર લાગે, પણ વ્રતભંગ ન થાય, એમ એ બંને અતિચારો પરદારા-ત્યાગ કરનારને જ ઘટે અને બાકીના પરવિવાહ અનંગ-ક્રીડા અને તીવ્ર રાગ કરવો-એ ત્રણ અતિચારો તો બંનેને ઘટે.
આ સર્વ પુરૂષને આશ્રીને જણાવ્યું. સ્ત્રીને આશ્રીને તો જે સ્વદાર-સંતોષીને ત્રણ અતિચારો કહ્યા. તે સ્ત્રીને તો લાગે જ. કારણકે સ્ત્રીઓને તો સ્વપતિ-સંતોષ કે પરપતિ–ત્યાગ એવા ભેદે આ વ્રત નથી. તેણીને તો સ્વપુરૂષ સિવાય વિધુર કે અન્ય ગમે તે સર્વ પરપુરૂષો જ છે. એટલે સ્વપુરૂષ-સંતોષ વ્રત જ હોય અને તેથી ત્રણ અતિચારો લાગે, બાકીના બે તો લાગે અગર ન પણ લાગે, કારણકે જો પોતાને શોક્ય હોય અને પતિએ વારા બાંધ્યા હોય, તો પોતાની શોક્યના વારામાં પોતાના પતિ સાથે ભોગ ભોગવતાં વ્રત ભાંગે અને ન પણ ભાંગે-એમ ઈતર આત્ત-ભંગરૂપ અતિચાર લાગે અને અનાત્ત-ગમનરૂપ અતિચાર તો તેણીને પરપુરૂષને ભોગવાની ઈચ્છા કે ઉપાયો વિગેરે કરતાં જ્યાં સુધી ભોગવ્યો ન હોય ત્યાં સુધી અતિક્રમ, વ્યતિક્રમ કે અતિચાર દ્વારા લાગે. અગર અજાણતા નહિ ઓળખવાથી જો ભોગવાય તો અનાભોગ વિગેરે કારણેથી અતિચાર લાગે. સ્વપતિ કે સ્વપત્નીનો ત્યાગ કરનાર બ્રહ્મચારી સ્ત્રીપુરુષને તો પોતાના પતિ કે સ્ત્રીને પણ સેવવાની ઈચ્છારૂપ અતિક્રમ વિગેરેથી પાંચેય અતિચારો લાગે જે-જે અતિચારોની ઈચ્છા આદિ કરે, તે તે અતિચારો લાગે-એમ સમજવું. એ પ્રમાણે બાકીના ત્રણ સ્ત્રીઓને પૂર્વ માફક સમજવું. / ૯૩ | હવે પાંચમાં વ્રતના અતિચારો કહે છે :२६५ धनधान्यस्य कुप्यस्य, गवादेः क्षेत्रवास्तुनः ।
हिरण्यहेम्नश्च संख्या-तिक्रमोऽत्र परिग्रहे ॥ ९४ ॥ અર્થ : અહીં શ્રાવકધર્મને ઉચિત પાંચમા પરિગ્રહ-વિરમણ (પરિમાણ) વ્રતમાં ધન, ધાન્ય, હલકી ધાતુઓ, ગાય આદિ ચાર-બે પગવાળા, ખેતર, મકાન, સુવર્ણ, ચાંદી આદિનું જે પ્રમાણે નિયમ લેતી વખતે નક્કી કર્યું હોય, તેથી અધિક એકઠું કરવું તે રૂપ પાંચ અતિચારો / ૯૪ //
ટીકાર્ય : આ શ્રાવકધર્મોચિત પરિગ્રહવ્રતમાં જે ધારેલી સંખ્યાનું ઉલ્લંઘન કરવું, તે અતિચાર. તેમાં ધન, ધાન્યાદિકનું સ્વરૂપ આ પ્રમાણે–
ધન ચાર પ્રકારનું છે. ગણતરીથી લેવાય, તે ગણિમ, તોળીને, માપીને અને પરીક્ષા કરીને આપી લઈ શકાય તે, “તેમાં જાયફલ, સોપારી ફળ વિગેરે ગણિમ. કંકુ, ગોળ આદિ તોલ કરીને લેવાય, વેચાય તે પરિમ, ચોપડ તેલ ઘી, લૂણ વિગેરે માપીને લેવાય વેચાય તે મેય અને રત્ન વસ્ત્રાદિક પરીક્ષા કરીને લેવાય. વેચાય તે પરીક્ષા કરવા યોગ્ય (સમ્બોધ પ્ર. ૫૩) આમ સર્વે વસ્તુઓ આ ચાર પ્રકારોમાં સમાતી હોવાથી ધનના આ ચાર પ્રકાર જણાવ્યા. ધાન્ય સત્તર પ્રકારનું છે. તે આ પ્રમાણે – ૧ શાલ નામના ડાંગરના ચોખા, ૨ જવ, ૩ મસુર, ૪ ઘઉં, ૫ મગ, ૬ અડદ, ૭ તલ, ૮ ચણા, ૯ બંટી, ૧૦ કાંગ, ૧૧ કોદ્રવા, ૧૨ મઠ, ૧૩ કલમી ચોખા, ૧૪ તુવેર, ૧૫ વટાણા, ૧૬ કલથી, ૧૭ અળશી આ સિવાય પણ બાજરો, જુવાર, મકાઈ, ચોળા, વાલ આદિ ચોવીસ પ્રકારો પણ ગ્રંથાન્તરમાં જણાવેલા છે. ધન અને ધાન્ય ભેગા મળીને એક અતિચાર ગણ્યો. પરિગ્રહ નવ પ્રકારે ગણેલો હોવા છતાં અહીં બબ્બે ભેગા કરી બધા પાંચમાં સમાવ્યા છે. બીજો પ્રકાર કુખ્ય એટલે રૂપું અને સોના સિવાયની હલકી ધાતુ જેવી કે કાંસુ, લોઢું, ત્રાંબુ, સીસું, જસત વિગેરે ધાતુઓ કે તેના વાસણો વિગેરે. માટીના વાસણો, વાંસના ટોપલા,