________________
૨૪૦
યોગશાસ્ત્રનો ગુર્જરાનુવાદ
આ તો અમે મજાકમાં બોલ્યા છીએ, માટે કૃપા કરીને આ હંમેશા લાલન કરેલી લક્ષ્મીને અને અમને તમે ન છોડશો' આ સ્ત્રી અને ધન અનિત્ય છે, માટે તેનો ત્યાગ કરી શાશ્વતપદની ઈચ્છાથી હું અવશ્ય દીક્ષા લઈશ” એમ કહીને ધન્ય ઉભો થયો ત્યારે તેઓએ ધન્યને કહ્યું કે, “તમારું અનુકરણ કરી અમે પણ દીક્ષા ગ્રહણ કરીશું.” પોતાને ધન્ય માનતા મહામાનવાળા ધન્ય તેમને અનુમતિ આપી.
આ બાજુ વૈભાર પર્વત ઉપર શ્રી વીરભગવંત સમવસર્યા એટલે ધન્યને તેના ધર્મમિત્રે તરત તે સમાચાર આપ્યા. દાન દઈને પોતાની પત્નીઓ સાથે શિબિકામાં બેસી ભવનો ભય પામેલો ધન્ય મહાવીર ભગવંતના ચરણકમળમાં ગયો. પત્નીઓ સહિત તેણે ભગવંત પાસે દીક્ષા અંગીકાર કરી. તે સાંભળી શાલીભદ્ર પણ “પોતે પાછળ રહી ગયો’ એમ માની દીક્ષા માટે ત્વરા કરવા લાગ્યો. મહાપરાક્રમી શ્રેણિકરાજાથી અનુસરાતા શાલિભદ્ર શ્રી મહાવીર પ્રભુ પાસે આવી તેમના ચરણકમળમાં દીક્ષા અંગીકાર કરી. ત્યાર પછી ટોળા સહિત જેમ હસ્તિરાજ તેમ સિદ્ધાર્થ-નંદન વીર પ્રભુ પરિવાર સાથે વિહાર કરતા કરતાં બીજે ગયા. ધન્ય અને શાલિભદ્ર બન્ને બહુશ્રુત જ્ઞાની બન્યા, તેમજ ખધારા સરખું મહાતપ કરવા લાગ્યા શરીરની મમતા રહિત બંને પક્ષ, મહિનો, બે મહિના, ત્રણ મહિના, ચાર મહિના આદિના ઉગ્ર તપ કરી પારણું કરતા તેવી ઉગ્ર તપસ્યા કરતા કરતા તે બંનેના શરીર માંસ-લોહી વગરની ચામડાની ધમણ સરખા બની ગયા. કોઈક સમયે શ્રીમહાવીર ભગવંતની સાથે તે બંને મુનિવરો પોતાની જન્મભૂમિમાં રાજગૃહ નગર આવ્યા. ત્યાર પછી સમવસરણમાં રહેલા ભગવંતને વંદન કરવા માટે અખંડિત શ્રદ્ધાતિશય યોગે નગરલોકો નગરથી આવવા લાગ્યા. આજે ધન્ય અને શાલિભદ્ર બંનેનું પારણું હોવાથી ભિક્ષા લેવા નીકળવાની આજ્ઞા માટે ભગવંત પાસે આવી પ્રણામ કરતા હતા. “આજે તારી માતા પારણું કરાવશે' એમ પ્રભુ વડે કહેવાએલા શાલિભદ્ર ધન્યમુનિ સાથે વહોરવા નીકળ્યાં. ભદ્રાના મહેલના દરવાજા પાસે જઈ બંને ઉભા રહ્યા, પરંતુ તપથી દુર્બળ દેહવાળા બનેલા તેમને કોઈને ઓળખ્યા નહિ. આજે ભદ્રાએ પણ શ્રી વીર પ્રભુ, શાલિભદ્ર અને ધન્યને વંદન કરવા જવાની ઉત્સુકતા અને વ્યાકુલતામાં હોવાથી બને મુનિઓને ન ઓળખ્યા. ક્ષણવાર ત્યાં રોકાઈને ત્યાંથી બંને મુનિઓ નીકળી ગયા અને નગરના દરવાજાની શેરીમાંથી નીકળતા હતા. ત્યારે તે નગરમાં દહીં અને ઘી વેચવા માટે આવતી શાલિભદ્રની પૂર્વભ માતા ધન્યા સામે મળી. શાલિભદ્રને દેખતા જ તેના સ્તનમાંથી દૂધ ઝરવા લાગ્યું. બંને મુનિઓને વંદન
બંનેને દહી વહોરાવ્યું. ત્યાર પછી વીર ભગવંતની પાસે જઈ ગોચરી આલોવી બે હાથની અંજલિ કરી શાલિભદ્રે કહ્યું. “હે ભગવંત ! માતાથી પારણું કેવી રીતે ? સર્વજ્ઞ ભગવંતે કહ્યું. તે શાલિભદ્ર મહામુનિ ! તારા આગલા જન્મની ધન્યામાતા અને બીજા પણ જન્મોમાં થએલી માતા, દહીંથી પારણું કરીને પ્રભુને પૂછીને ત્યાર પછી ધન્યમુનિ સાથે શાલિભદ્ર મુનિ વૈભારગિરિ ઉપર ગયો. ધન્ય સાથે શાલિભદ્ર શિલાતલનું પ્રતિ લેખન કરી ત્યાં પાદપોપગમન નામનું અનશન આદર્યું. તે વખતે તેની માતા
ક રાજા ભક્તિથી વીર ભગવંતના ચરણકમળ પાસે આવ્યા. ભદ્રામાતાએ પૂછ્યું કે “ધન્ય અને શાલિભદ્ર મુનિઓ ક્યાં છે ? હે પ્રભુ ! અમારે ત્યાં ભિક્ષા માટે કેમ ન પધાર્યા ? સર્વજ્ઞ પ્રભુએ કહ્યું. તમારે ઘરે બંને મુનિઓ આવ્યા હતા, પરંતુ અહીં આવવામાં વ્યગ્ર બનેલાં તમે તેમને ઓળખ્યા નહિ. પૂર્વજન્મની માતા બન્યા તમારા પુત્રને સામે મળી ને દહીં વહોરાવ્યું તેનાથી બંનેએ પારણું કર્યું. મહાસત્વવાળા બને આ ભવનો ત્યાગ કરવા માટે વૈભારપર્વત પર ગયા છે અને ત્યાં અનશનનો સ્વીકાર કર્યો છે, શ્રેણિક સાથે ભદ્રા વૈભાર પર્વત ઉપર પહોંચી અને ત્યાં પત્થરના ઘડેલા પૂતળા જેવા તથા પ્રકારના કાઉસ્સગ્નમાં રહેલા દેખ્યા. કષ્ટથી તેના સામું જોઈને તેના આગલા સુખો યાદ કરતી એવું રૂદન