________________
તૃતીય પ્રકાશ, શ્લો.૮૭.
૨૩૫ લોભી પેટભરાઓએ દાન પ્રવર્તાવ્યું છે. તે ખરેખર ભદ્રિક જનોના ધનભારને ઓછું કરનારું સમજવું. અલ્પબુદ્ધિવાળાઓ મરેલાની તૃપ્તિ માટે જે દાન દેવડાવે છે, તે ખરેખર નવા પાંદડા ઉગાડવા માટે મુશલને પાણી છંટકાય કરે છે, બ્રાહ્મણોને ભોજન કરાવવાથી જો પૂર્વજો પ્રીતિ પામતા હોય, તો પછી એક ભોજન કરે તો બીજો પુષ્ટ કેમ ન થાય ? પિતા આદિકની પાપ મુક્તિ માટે પુત્રો જો દાન આપે તો પછી પુત્ર તપ કરે તો પિતા પણ મુક્તિ પામે. ગંગા, પ્રયાગ, ગયા આદિકમાં દાન કરવાથી પિતૃઓ તરી શકતા હોય તો બળેલા વૃક્ષોને પણ નવપલ્લવ કરવા માટે આંગણમાં રોપવા ગતાનુગતિક લોકો વડે માનતા કરી જે માંગણી કરવામાં આવે છે. તે આપી શકતા નથી. ખરેખર પુણ્ય કે ભાગ્ય હોય તો જે તે ફળે છે, પુણ્ય ન હોય, તો તે માંગણી નિષ્ફળ જાય છે. સોના-ચાંદીના દેવના બિંબો કરાવી માનતા માનો અને તેના બિબો તમારું રક્ષણ કરશે. તે મહાઅદ્ભુત છે, કારણકે કાલ પૂર્ણ થાય, ત્યારે દેવો પણ રક્ષણ કરવા શક્તિમાન નથી. મોટો બળ કે મોટો બોકડો કદાચ તમે ક્ષોત્રિય બ્રાહ્મણને આપો, તો દાતા પોતાને અને લેનાર પાત્રને બંનેના નરકના કૂવામાં પાડે છે. ધર્મબુદ્ધિથી દાન આપતો દાતા તેવા પાપથી લપાતો નથી કે દોષ જાણવા છતાં પણ માંસલુબ્ધ એવા લેનારો તેવા પાપથી લેવાય છે. અપાત્ર પ્રાણીઓને હણીને જેઓ વળી પાત્રને પોષણ કરે છે તે અનેક દેડકાનો ઘાત કરીને સર્પને ખુશ કરે છે સુવર્ણાદિક દાનો પાત્રને આપી શકતા નથી.” એવો જિનેશ્વરોના મત છે, માટે પંડિત પુરૂષોએ સુપાત્રમાં આગળ જણાવ્યા પ્રમાણે કહ્યું તેવો અન્નાદિકનું દાન આપવું. કેવા ગુણવાળા, ઉત્તમ, મધ્યમ, જધન્ય પાત્ર ગણાય ?
જ્ઞાન, દર્શન અને ચારિત્રરૂપ ત્રણ રત્નયુક્ત પાંચ સમિતિ, ત્રણ ગુપ્તિ ધારણ કરનારા, મહાવ્રતના મહાભાર ધારણ કરવા સમર્થ પરિષહ ઉપસર્ગીરૂપી શત્રુ-સેના પર વિજય મેળવનાર મહાસુભટ પોતાના શરીર પર પણ મમતા વગરના પછી બીજી વસ્તુના વિષયમાં તો મમતા ક્યાંથી હોય ? ધર્મોપકરણ સિવાય પરિગ્રહના ત્યાગી, બેતાલીશ દોષોથી રહિત ભિક્ષાવૃત્તિથી ગ્રહણ કરનાર, શરીરને માત્ર ધર્મયાત્રામાં પ્રર્વતાવવા માટે જ આહારાદિ ગ્રહણ કરનારા બ્રહ્મચર્યની નવ ગુપ્તિથી શોભાયમાન, દાંત ખોતરવાની સળી જેટલી પણ પરવસ્તુમાં સ્પૃહા વગરના માન-અપમાનમાં લાભ કે અલાભમાં, સુખ કે દુઃખમાં પ્રશંસા કે નિંદામાં હર્ષ કે શોકમાં સમાન વૃત્તિવાળા, કૃત, કારિત, અનુમતિ ભેટવાળા આરંભથી રહિત, એકમાત્ર મોક્ષ મેળવવાની જ પૂર્ણ અભિલાષાવાળા યતિ ભગવંતો જે ઉત્તમ સુપાત્ર છે.
સમ્યગ્દર્શન અને બાવ્રત ધારી કે તેથી ઓછા વ્રત ધારણ કરનાર દેશવિરતિવાળો યતિધર્મ મેળવવાની અભિલાષાવાળો ગૃહસ્થ મધ્યમ પાત્ર ગણાય. એક માત્ર સમ્યકૃત્વ ધારણ કરનાર, બીજા વ્રત-પાલન કે શીલ ધારણ કરવા અસમર્થ, તીર્થની પ્રભાવના કરવામાં ઉદ્યમવાળા જધન્ય પાત્ર ગણાય. કુપાત્રની ઓળખાણ
કુશાસ્ત્ર સાંભળવાથી ઉત્પન્ન થયેલા વૈરાગ્યથી નિષ્પરિગ્રહવાળા બ્રહ્મચર્યરસિક, ચોરી, જૂઠ, હિંસા ન કરનારા, પોતાની લીધેલી પ્રતિજ્ઞાનું પાલન અખંડિતપણે કરનારા, મૌન ધારણ કરનારા, કંદ-મૂલ ફલનો આહાર કરનારા, ભિક્ષાવૃત્તિ કરનારા, ભૂમિ કે ખેતરમાં પડેલા દાણા એકઠા કરી વૃત્તિ કરનારા, પત્રમાં ભોજન કરનારા, રંગેલા ભગવા વસ્ત્ર પહેરનારા કે વસ્ત્ર વગરના નગ્ન ચોટલી કે જટા ધારણ કરનારા કે મુંડા મસ્તકવાળા, એકદંડ અને ત્રિદંડ ધારણ કરનારા, મઠ કે અરણ્યમાં વાસ કરનારા ઉનાળામાં પંચાગ્નિ તપની સાધના કરનારા, ઠંડી ઋતુમાં પાણી ઝરતા પાત્રને ધારણ કરનાર, શરીરે ભસ્મ ચોળનારા,