________________
યોગશાસ્ત્રનો ગુર્જરાનુવાદ
૨૩૦
શ્રાવક ! આ તે શું આદર્યું છે ? મારી આજ્ઞાથી આ શ્રાવકના વ્રતનો ત્યાગ કર અને જો આ વ્રતનો ત્યાગ નહિ કરે તો, તારા મોટા પુત્રને કોળાના ફળની માફક તલવારથી ટુકડે ટુકડા કરીને મારી નાંખીશ અને તારા દેખતાં જ તારી સન્મુખ તેના માંસના કટકા ઉકળતા કડાયામાં રાંધીશ અને તે જ ક્ષણે શૂલમાં પરોવીને ભક્ષણ કરીશ. તેમ જ તેના માંસનું રૂધિર - પાન પણ હમણાં જ કરીશ કે જેને દેખીને તું મૃત્યુ પામીશ.' ત્યાં આગળ આ પ્રમાણે દેવે કહ્યું. છતાં પણ મેઘની ગડગડાટ ગર્જના થતી હોય, તેમા સિંહ કંપાયમાન ન થાય, તેમ ચુલની પિતા દેવની ધમકીથી ડઘાયા નિહ. ચુલની પિતાને અડોલ દેખી તે દેવ તે જ પ્રમાણે બીવડાવવા માટે વારંવાર કહેવા લાગ્યો. આ પ્રમાણે બીવડાવતા દેવની સામે હાથી જેમ શ્વાન તરફ તેમ ચુલનીપિતાએ નજર ન કરી. ત્યાર પછી ચુલનીપિતાની સામેમોટા પુત્રને વિર્દી નિર્દય ક્રૂરાત્માએ પશુ માફક ચીરી નાંખ્યો. ત્યાર પછી તેના કટકા કટકા કરીને ઉકળતા તેલના કડાયામાં પકાવીને વળી કેટલાક માંસ-ટુકડા તવામાં શેકીને, તીક્ષ્ણ ફૂલો વડે વીંધીને તે દેવતા ખાવા લાગ્યો. તત્ત્વ સમજનાર ચુલનીપિતાએ આ સર્વ કષ્ટ સમતાથી સહન કર્યું. કારણકે અન્યત્વ ભાવના ભાવવાવાળા આત્માઓને પોતાનું અંગ છેદાય, તો પણ પીડા કરનાર થતું નથી. હવે તે દેવે કહ્યું કે જો હજુ પણ તું આ વ્રત નહિ છોડે, તો તારા મોટા પુત્ર માફક વચલા પુત્રનો પણ હું વધ કરીશ. ત્યાર પછી વચલા પુત્રને તે જ પ્રમાણે હણ્યો અને વારંવાર તેના સામું જોયું. પરંતુ તે ક્ષોભ ન પામ્યો. એટલે નાના પુત્રને પણ તે પ્રમાણે હણ્યો. તેમાં પણ તેને ક્ષોભ ન થયો એટલે ક્રોધ પામેલા તે દેવ તેને કહ્યું કે હજુ પણ તારું પાખંડ છોડતો નથી તો પછી તારી માતાને પણ આ પ્રમાણે હણી નાંખીશ.' હવે ચુલનીપિતાની ભદ્રા નામની માંદગી ભોગવી રહેલી અને રુદન કરતી કરૂણ હરિણી સરખી વૃદ્ધ માતાને વિષુર્વી ફરી તે દેવે કહ્યું કે આ તારાં વ્રતનો ત્યાગ કર, પોતાના કુટુંબને જીવાડવા સરખું આ વ્રત છે. નહિતર કુલના આધારભૂત હરણી સરખી તારી માતાને હણી, ભુંજીને અને રાંધીને ક્ષણવારમાં ભોજન કરીશ.' તો પણ અડોલ ચુલનીપિતાને દેખી તે દેવ ખાટકી જેમ બકરીને, તેમ હૃદયફાટ રુદન કરતી ભદ્રામાતાને વિપુર્વીને કહ્યું કેઃ— ‘જેણે' તને ભાર માફક ઉદ૨થી વહન કર્યો. તો હે પેટ ભરનાર એકલપેટા ! આ તારી માતાને હણાતી જો જો ફરી ફરી પણ કહ્યું, હવે ચુલનીપિતા મનથી આ પ્રમાણે વિચારવા લાગ્યા કે ‘અહો ! આ પરમાધાર્મિકની ઉપમાવાલો કોઈક દુરાત્મા છે કે, જે મારા ત્રણ પુત્રોને મારીને ખાઈ ગયો અને હવે કસાઈ માફક મારી માતાને પણ હણવા તૈયાર થયો છે. ત્યારે આ માતાને ન હણે ત્યાં સુધીમાં તેનું રક્ષણ કરું, એવી રીતે ચલાયમાન થયો એટલે મહાશબ્દ કરતો તે દેવ આકાશમાં ઉડ્યો. તે કોલાહલ સાંભળી ભદ્રામાતા તરત ત્યાં તેની પાસે આવ્યાં અને પૂછ્યું કે— ‘આ શું હતું ?' એટલે તેણે સર્વ વૃતાન્ત જણાવ્યો તે પછી ભદ્રામાતાએ તેને કહ્યું કોઈક મિથ્યા દદષ્ટ દેવે બનાવટી ભય બતાવીને તારા પૌષધવ્રતમાં વિઘ્ન કર્યું છે. પૌષધ વ્રત ભંગની આલોચના કરવામાં ન આવે તો અતિચારનું પાપ લાગે છે. ‘ત્યાર પછી નિર્મલબુદ્ધિવાળા તે ચુલનીપિતાએ તેનું વચન સ્વીકારી વ્રતભંગના દોષની આલોચના કરી. ત્યાર પછી તેણે સ્વર્ગરૂપી મહેલમાં ચડવાના પગથિયા સરખી શ્રાવકની અગિયાર પ્રતિમા ક્રમસર આરંભી અને ભગવંતના વચનાનુસાર અખંડિત તીક્ષ્ણધારા સરખી, લાંબા સમય સુધી તે પાલન કરી. ત્યાર પછી બુદ્ધિશાળી તેણે સંલેખનાક૨વાપૂર્વક અનશન અંગીકાર કર્યું, ત્યાર પછી આરાધનાપૂર્વક સમાધિમરણ પામી અરૂણપ્રભ નામના દેવલોકમાં તે ઉત્પન્ન થયો. આ પ્રમાણે ચુલની પિતાએ દુષ્પલ પૌષવ્રતનું જેવી રીતે પાલન કર્યું તેવી રીતે બીજાઓ પણ જો પાલન કરે, તો દૃઢ વ્રતવાળા તે નક્કી મુક્તિ પામનારા થશે. | ૮૬ |