________________
૨૨૮
યોગશાસ્ત્રનો ગુર્જરાનુવાદ ધર્મધ્યાન કરે, અને ભાવના ભાવે કે, “હું હજુ મંદ ભાગ્યવાળો છું કે હજુ આ સાધુપણાના ગુણો ધારણ કરવા સમર્થ બની શકતો નથી.'
અહીં એટલું વિશેષ સમજવું જરૂરી છે કે–જો આહાર-ત્યાગ, શરીર-સંસ્કારત્યાગ અને બ્રહ્મચર્ય પૌષધની જેમ કુવ્યાપાર-પૌષધ પણ “અન્નત્થણા ભોગેણ” વિગેરે આગારો સહિત અંગીકાર કરેલો હોય. એટલે કે-આગારો રાખેલા હોય તો તેને સામાયિક કરવું સાર્થક છે. અન્યથા નહિ, કારણકે પૌષધનું પચ્ચકખાણ આગાર-સહિત સ્થૂલરૂપે છે અને સામાયિકવ્રત તો નિરાકાર હોવાથી સૂક્ષ્મ રૂપે છે. પૌષધમાં સાવદ્ય વ્યાપારનો સર્વથા ત્યાગ કર્યો હોય. તો પણ સામાયિક નહીં કરવાથી તેના લાભથી વંચિત રહે (માટે પૌષધ સાથે સામયિક કરવું) છતાં જેણે સમાચારીની વિશેષતાથી પૌષધ પણ સામાયિકની જેમ
વિ તિવિvi એમ, મન, વચન અને કાયાથી કરવા અને કરાવવાના ત્યાગરૂપે અંગીકાર કર્યો હોય, તેને સામાયિકનું કામ પૌષધ થી જ સરે છે, માટે સામાયિક ખાસ વિશેષ માટે થતું નથી, છતાં “મે' પૌષધ અને સામાયિક-એમ બે વ્રતો અંગીકાર કર્યો જ છે એવો કરનારના હૃદયમાં અભિપ્રાય હોય, તો પૌષધ અને સામાયિક બંનેનું ફળ મળે છે. એટલે બંને કરવા સાર્થક છે. ૮૫ / હવે પૌષધવ્રત કરનારની પ્રશંસા કરે છે– २५७ गृहिणोऽपि हि धन्यास्ते पुण्यं ये पौषधं व्रतम् ।
दुष्पालं पालयन्त्येव, यथा स चुलनीपिता ॥ ८६ ॥ અર્થ : જેઓ દુષ્પાલ અને પવિત્ર એવા પૌષધવ્રતનું પાલન ચલની પિતા નામના શ્રાવકની જેમ કરે છે, તે ગૃહસ્થો પણ ધન્યવાદને પાત્ર છે. ૮૬ ||
ટીકાર્થ : સાધુ ભગવંતો તો હંમેશા ધન્ય છે જ, પરંતુ ગૃહસ્થો પણ ધન્ય છે કે જેઓ દુ:ખે પાલન કરી શકાય એવું પવિત્ર પૌષધવ્રત ચુલની પિતાની માફક પાલન કરે છે. સંપ્રદાયગમ્ય તે દષ્ટાંત આ પ્રમાણે સમજવું– ચુલની પિતાનું દૃષ્ટાન્ત
ગંગાનદીના કિનારા પાસે વિચિત્ર રચનાઓથી મનોહર પૃથ્વીના તિલક સરખી શોભાવાળી વારાણસી નામની શ્રેષ્ઠ નગરી હતી. અમરાવતીમાં જેમ ઈન્દ્ર, તેમ તે નગરીમાં મહાપરાક્રમી જિતશત્રુ નામનો શ્રેષ્ઠ રાજા હતો તે નગરીમાં ચુલની પિતા નામનો મોટો શેઠ હતો. જાણે ધર્મ જ મનુષ્યનું રૂપ લઈને આવ્યો હોય તેવો એ શેઠ ધર્મનિષ્ઠ હતો. જગતને આનંદ આપનાર ચંદ્રને જેમ શ્યામા એટલે રાત્રિ તેમ તેને મળતાવડી રૂપવંતી શ્યામા નામની ધર્મપત્ની હતી. તેને આઠ ક્રોડ સોનેયા ભૂમિનિધાનમાં, આઠ ક્રોડ વ્યાજમાં અને આઠ ક્રોડ વેપારમાં મળી ચોવીશ ક્રોડ સોનૈયાની મૂડી હતી. દશ હજાર ગાયોનું એક ગોકુળ એવા આઠ ગોકુળો તેમ જ ઘર વિગેરની અઢળક સંપત્તિ હતી. તે નગરીમાં કોઈક સમયે કોષ્ટક નામના ઉદ્યાનમાં ચરમજિનેશ્વર વીર ભગવંત વિચરતા વિચરતા સમવસર્યા હતાં, ત્યારે ભગવંતના ચરણકમળમાં વંદન કરવા માટે સુરો, અસુરો સહિત ઈન્દ્ર મહારાજા તથા જિતશત્રુ રાજા ત્યાં આવ્યા હતા. આભૂષણ પહેરી પગે ચાલતા ચુલનીપિતા આનંદ મનવાળા થઈ ભગવંતને નમસ્કાર કરવા આવ્યા. “ભગવંતને નમસ્કાર કરી ત્યાં બેસી ચુલની પિતાએ બે હાથ જોડી પરમ ભક્તિથી પ્રભુની ધર્મ દેશના સાંભળી, હવે પર્ષદા ઉઠી ગઈ એટલે વિનયવાળા ચુલનીપિતાએ ભગવંતના ચરણમાં પ્રણામ કરી વિનંતી કરી કે હે સ્વામિ ! જેમ સૂર્યને ફરવામાં માત્ર જગતને અજવાળું કરવું તે સિવાય બીજું કોઈ પ્રયોજન નથી તેમ