________________
૨૩૨
યોગશાસ્ત્રનો ગુર્જરાનુવાદ
વાચકમુખ્ય શ્રીઉમાસ્વાતિ મહારાજે તો કહ્યું છે કે- “આહારાદિ પિડ, શયા, વસ્ત્ર, પાત્ર, ઔષધ વગેરે કોઈ પણ વસ્તુ નિર્દોષ અને મધ્ય હોય તો પણ અપેક્ષાએ અકથ્ય બને છે. અને અકથ્ય હોય તો પણ અપેક્ષાએ કચ્ય બને છે. કારણકે દેશ, કાળ લેનાર, દેનાર, વ્યક્તિ અને તેની અવસ્થા સંયોગ, વસ્તુની જરૂરિયાત અને હૃદયના ભાવો વગેરેની અપેક્ષાએ લેનાર-દેનારને લાભનું સંયમનું પોષક બને છે, તે સર્વ દાન અકથ્ય કે કથ્ય હોય તો પણ કથ્ય જાણવું અને સંયમ-ઘાતક બને, તે કથ્ય હોય તો પણ અકથ્ય જાણવું. (પ્રશ. ૧૪૬-૧૪૭)
શંકા કરી કે શાસ્ત્રમાં આહાર-દાન કરનાર જેમ સંભળાય છે, તેમ વસ્ત્રાદિના દાન કરનારા સંભળાતા નથી. તેમ જ વસ્ત્રાદિના દાનનું ફલ પણ શાસ્ત્રમાં સંભળાતું નથી, તો વસ્ત્રાદિનું દાન કેવી રીતે યોગ્ય ગણાય ? તેનું સમાધાન આપતા જણાવે છે કે- તેમ નથી કારણકે ભગવતીજી આદિ આગમગ્રંથોમાં વસ્ત્રાદિકનું દાન સ્પષ્ટ જણાવેલું છે. એ પાઠ આ પ્રમાણે કહેલો છે–
समणे णिग्गंथे फासुएणं हसणिज्जेणं असण-पाण खाइम-साइमेणं वत्थ-पडिग्गह-कंबलपायपुंछणेणं पीठ-फलग-सेज्जा-संथारएणं पडिलाभेमाणे विहरइ
સૂત્રાર્થ : “શ્રમણ નિગ્રંથોને અચિત્ત અને નિર્દોષ આહાર, પાણી, ખાદ્ય, સ્વાઘ, વસ્ત્ર, કામળ, રજોહરણ, પાટ, પાટીયા શમ્યાં સંથારા વિગેરનું દાન કરવા પૂર્વક ઉત્તમ શ્રાવકો પોતાનો કાળ નિર્ગમન કરે છે.” માટે આહાર-પાણી વિગેરની જેમ સંયમના આધારભૂત શરીરને ઉપકારક વસ્ત્ર આદિ પણ સાધુઓને પ્રતિલાભવા (વહોરાવવા) જોઈએ. વસ્ત્રનું સંયમમાં ઉપકારીપણું એ. કારણે જણાવેલ છે કેતૃણગ્રહણ કે અગ્નિ સેવનના નિવારણ માટે તથા ધર્મ, શુકલ ધ્યાન કરવા માટે ગ્લાન, સાધુની પીડા દૂર કરવા માટે, સાધુ મૃતકને પરઠવવા માટે વસ્ત્ર સંયમમાં ઉપકારી ગણાય છે. કહેલું છે કે- “તૃણ-ગ્રહણ, અગ્નિસેવના નિવારણ માટે, ધર્મ-શુકલ ધ્યાન સાધવા માટે, ગ્લાન સાધુની પીડા દૂર કરવા માટે, સાધુના મૃતકને ઢાંકવા માટે વસ્ત્રગ્રહણ કરવાની આજ્ઞા છે. (ઓવ. નિ.જ.૭૬) ઉમાવસ્વાતિ વાચકે પણ જણાવ્યું છે કે – “વસ્ત્ર વગર ઠંડી વાયરો, તાપ, ડાંસ, મચ્છર આદિથી કંટાળેલાને કદાચ સમ્યક્ત્વ આદિમાં સમ્યગુ ધ્યાનનો વિક્ષેપ થાય' ઇત્યાદિ. પાત્રનો ઉપયોગ પણ એટલા માટે જણાવેલ છે કે અશુદ્ધ અનાદિક આવી જાય, તો તેમાં જુદું કરીને પરઠવી શકાય. બીજા જીવયુક્ત અન્નમાં જીવની વિરાધના ટાળવા માટે, પ્રમાદથી પોરાવાળું ચોખાનું ઓસામણ કે જળ આવી ગયું હોય તો તે સુખેથી જયણાપૂર્વક પરઠવી શકાય, એ વિગેરે બીજા પણ પાત્ર રાખવાના ગુણ છે. કહેવું છે કે:- જિનેશ્વર ભગવંતોએ છકાય જીવોના રક્ષણ માટે પાત્ર ગ્રહણ કરવાની આજ્ઞા આપેલી છે. સંભોગમાં (માંડલીમાં ભાજનમાં) આહારમાં જે ગુણો છે, તે પાત્ર-ગ્રહણમાં પણ સમજવા. “અશક્તિવાળા સાધુ, બાલ, વૃદ્ધ, નવીનસાધુ પરોણાસાધુ, ગુરુ, અસહિષ્ણવર્ગ એકવસતિમાં રહેનાર લબ્ધિ વગરના ઇત્યાદિક માટે (આહાર લાવવા) પાત્ર ગ્રહણ કરવા.” (ઓ.નિ. ૬૯૧-૯૨)
પ્રશ્ન કર્યો કે– તીર્થકરોને વસ્ત્ર-પાત્રનો પરિભોગ સંભળાતો નથી, તીર્થકરોના ચરિત્રનું તેના શિષ્યોએ અનુકરણ કરવું યોગ્ય ગણાય કહેલું છે કે – “જેવા પ્રકારનું ગુરુનું લિંગ હોય, શિષ્ય પણ તેવા જ બનવું જોઈએ તેના ઉત્તરમાં જણાવે છે કે એમ ન કહીશ તીર્થકરોના હસ્તકમલ છિદ્ર-વગરના હોય છે. એટલું જ નહિ. પરંતુ તેમના ખોબામાંથી કે તેના છીદ્રમાંથી એક જલ બિન્દુ પણ નીચે પડતું નથી. વળી જે ખોબામાં પડે તેની શિખા ચંદ્ર-સૂર્ય સુધી ઉંચે વધતી જાય, પણ બહાર નીચે ન પડે, વળી ચારજ્ઞાનના સ્વામી હોવાથી જીવ-સંશક્ત કે જીવ વગરના અન્ન, ત્રસ જીવવાનું કે વગરનું જલ વિગેર જાણીને જે