________________
તૃતીય પ્રકાશ, શ્લો.૮૨
૨૨૫ આશયથી ફરી આમંત્રણ કર્યું, અથવા તો પ્રત્યર્પણ એટલે સામાયિકનું કાર્ય મેં આપની કૃપાથી કર્યું. તેનો યશ આપને ઘટે છે, ઈત્યાદિ કૃતજ્ઞતા જણાવવા પુનઃ આમંત્રણ કર્યું છે. ભાષ્યકાર ભગવંતે કહ્યું છે કેઅથવા આ ભદંત-ભંતે શબ્દ સામાયિકના પ્રત્યર્પણનો પણ વાચક છે, એમ સમજવું આ પ્રત્યર્પણ શબ્દથી એમ જાણવું કે સર્વ ક્રિયાને અંતે પ્રત્યર્પણ કરવું જોઈએ. (વિ.ભા.૩૫૭૧) 'પાપ' વોસિરામિ' = “માત્માનં વ્યસૃનામ” એટલે ભૂતકાળમાં પાપવ્યાપાર કરનારા તે મારા આત્માને વિવિધ કે વિશેષ
છું’ – અહિં સામાયિક કરવાના સમયે આત્માનો પાપયુક્ત જે પૂર્વપર્યાય તેનો ત્યાગ અને જ્ઞાન-દર્શન-ચારિત્ર એ રત્નમય આત્માનો નવો પર્યાય તેની ઉત્પત્તિ થતી હોવાથી તે પૂર્વપર્યાયી આત્માને તજું છું એમ કહી શકાય છે. કારણકે પર્યાયો એટલે ભિન્ન ભિન્ન ક્રમશઃ પ્રગટ થતી આત્માની અવસ્થાઓ અને પર્યાયી એટલે તે અવસ્થાઓનો આધાર આત્મા. એ પર્યાયો અને પર્યાયી બન્ને અપેક્ષાએ ભિન્ન હોવાથી મારા આત્માને હું તજું છું– હું નવો ઉત્પન્ન થયો એમ કહેવું તે અસત્યરૂપ નથી.
આચારાંગ સૂત્રમાં કહ્યું છે કે, “માયા સામi' અર્થાત્ – “આત્મા એ જ સામાયિક છે તાત્પર્ય કે જેમ સામાયિક એ આત્માનો એક પર્યાય છે અને પોતાના એ પર્યાયથી આત્મા કથંચિત અભિન્ન છે, એમ માની ત્યાં આત્માને જ સામાયિકરૂપે કહ્યો છે, તેમ અહીં અપેક્ષાએ પર્યાયનો ભેદ માનીને “હું મારા તે આત્માને વોસિરાવું છું.” એમ કહ્યું છે, તેમાં તાત્પર્ય એ છે કે હું મારા પૂર્વના તે પાપી પર્યાયને વોસિરાવું છું.
આ સામાયિક સૂત્રથી ત્રણ કાળવિષયક પાપવ્યાપારનું પચ્ચકખાણ કેવી રીતે થાય છે, તે બતાવે છે. “વાર ' ! સામયિં એ પાઠથી વર્તમાનકાળ સંબંધી પાપવ્યાપારનો, ‘વૈદ્યામિ' એ પાઠથી ભવિષ્યકાળના પાપવ્યાપારનો અને “તસ મંતે' “પડિક્ષમા' વિગેરે પાથી ભૂતકાળમાં કરેલા પાપવ્યાપારનો એમ ત્રણે કાળના પાપવ્યાપારનો ત્યાગ થાય છે. કહ્યું છે કે – ગદ્ય નિન્દ્રાપિ, પડ્ડપન્ન સંવમ, મUITયં પāgfપ અર્થાત્ – ભૂતકાળના પાપની નિંદા, વર્તમાનકાળ માટે સંવર અને ભવિષ્યકાળ માટેના પાપવ્યાપારનો ત્યાગ કરું છું.
એ રીતિએ પોતાના ઘરેથી સામાયિક લઈને આવેલો શ્રાવક ગુરુની સમક્ષ પણ પુનઃ સામાયિક ઉચ્ચરીને ઇરિયાવહી પ્રતિક્રમણ કરે, તે પછી “ગમણાગમણે આલોઈને યથાક્રમ આચાર્ય મહારાજ વિગેરે સર્વ મુનિવર્યોને વંદન કરે અને ફરી પણ ગુરૂમહારાજને વંદન કરીને પડિલેહણા કરેલા આસન-કટાસણા પર બેસી ધર્મશ્રવણ કરે ત્યાં આ વિધિ સમજવો. પરંતુ જ્યારે પૌષધશાલા કે પોતાના ઘરે સામાયિક લઈને ત્યાં જ રહે ત્યારે તો અન્યત્ર જવાનું હોય નહિ. એ પ્રમાણે સામાન્ય શ્રાવકનો સામાયિક-વિધિ જણાવ્યો.
રાજા આદિ મહદ્ધિક શ્રાવક માટે તો એવો વિધિ છે– રાજા હાથી આદિ ઉત્તમ વાહન પર બેસીને છત્ર, ચામરાદિ રાજચિહનો તથા અલંકારોથી સુશોભિત થઈ, હાથી ઘોડા, રથ અને પાયદળ રૂપ ચતુરંગી સેના સહિત ભેરી વિગેરે ઉત્તમ વાજિંત્રોના નાદથી આકાશ ગજવતો, દાન લેનારાને હર્ષ કરાવતો, મંડલેશ્વર રાજાઓ સ્પર્ધાપૂર્વક જેના દર્શન કરતા હોય તેવા આડમ્બરપૂર્વક વળી આ મહાનુભાવ શ્રદ્ધાળુ અને ધર્માત્મા છે એમ પોતાની આંગળીથી પ્રજાજનો બીજાને ઓળખ કરાવતા હોય, અમે પણ ક્યારે આવી રીતિએ ધર્મ કરીએ-તેમ તેને જોઈને લોકો ધર્મના મનોરથ કરતા હોય, હાથ જોડીને પ્રણામ કરતા અક્ષતાદિકથી વધાવતા, તે લોકાના પ્રણામોથી પોતે પણ ધર્મની અનુમોદના કરતો, સામાન્ય મનુષ્યો દ્વારા “અહો ! આ ધર્મને ધન્ય છે કે, જેની આવી મહાન આત્માઓ પણ સેવા કરે છે એ પ્રમાણે ધર્મની પ્રશંસા