________________
૨ ૨૪
યોગશાસ્ત્રનો ગુર્જરાનુવાદ
પરંપરાથી તે પ્રમાણ ઓછામાં ઓછું એક મુહુર્ત જેટલું હોવાથી સામાયિકનો કાળ વર્તમાનમાં વ્યવહારથી બે ઘડીનો ચાલુ હોય એમ સમજાય છે. માટે બે ઘડી સુધી તે પાપવ્યાપારને છોડું છું, અહીં ત્યાં સુધી માટે જે યાવત્ કહ્યું છે, તેના ત્રણ અર્થો થાય છે, એક પરિમાણ, બીજો મર્યાદા અને ત્રીજો અવધારણાનિશ્ચય એ ત્રણેય અર્થો અહીં આ રીતે સમજવા, પહેલાં પરિમાણ- બીજો મર્યાદા અને ત્રીજો અવધારણા નિશ્ચય. અર્થમાં “જ્યાં સુધી સાધુની પર્યાપાસના કરું ત્યાં સુધી પાપ-વ્યાપારને ત્યજું છું. એમ સમજવું. બીજો મર્યાદા અર્થમાં “સાધુની પર્યાપાસના શરૂ કર્યું તે પહેલાં' એટલે કે સામાયિક શરૂ કરતાં પહેલાંથી પાપ-વ્યાપારને ત્યજુ છું એમ સમજવું. અને ત્રીજા અવધારણા અર્થમાં “સાધુની પપાસના કરૂં ત્યાં સુધી માટે જ પાપ-વ્યાપાર તજું તે પછી નહિ. એમ જાવ' શબ્દના ત્રણ અર્થોથી એમ સમજવું કે સામાયિક લેતાં પહેલાંથી શરૂ કરીને સામિયક પુરું થાય ત્યાં સુધી પાપ-વ્યાપારનો ત્યાગ કરવામાં આવે છે, તે પછીના માટે નહિ.
હવે તે પાપવ્યાપાર કેવી રીતે તજું છું તેનો આકાર-મર્યાદા બતાવે છે. વિ૬ તિવિ' – અર્થથી ‘વિધ' એટલે બે પ્રકારના પાપવ્યાપારને અને ત્રિવિધેન' એટલે ત્રણ પ્રકારે ત્રણ સાધન દ્વારા તજું . તેમાં પહેલાં આ ત્રણ પ્રકાર બતાવે છે. “મા વાયા argui' એટલે મનથી, વચનથી અને કાયાથી, અર્થાત્ મન, વચન, અને કાયા એ ત્રણ પાપના સાધનો છે, તે ત્રણ સાધનો પૈકી એક પણ સાધનથી પાપ નહિ કરું તે પછી બે સાધન બતાવે છે. “શરમ, ર વેનિ' એટલે હું સ્વયં પાપવ્યાપાર કરીશ નહિ અને બીજા પાસે કરાવીશ નહિ એમ પોતે કરવા અને બીજા પાસે કરાવવા રૂપ બે પ્રકારના પાપવ્યાપારનો ત્યાગ કરૂ છું. અનુમોદનરૂપ પાપ-વ્યાપારનો નહિ, કારણકે પોતે નહિ કરવા છતાં પણ પુત્ર, નૌકર વિગેરે જે પાપ કર્મ કરે, તેની અનુમોદનાનો ત્યાગ ગૃસ્થને કરવો અશક્ય છે.
અહીં એ પ્રશ્ન થાય છે કે, સૂત્રમાં તો પહેલાં વિદ' શબ્દથી પાપના બે પ્રકારો કહીને પછી તિવિ' કહી ત્રણ સાધનો કહ્યાં છે, એ અનુક્રમથી તો “ર મ, જાનિ અનેvi વાયા, શા એમ પાઠ રાખવો જોઈએ, કારણકે– “થોદ્દેશાં નિર્વેશ:' એ વ્યાખ્યા કરવાનો ન્યાય છે, તેને છોડીને અહીં ઉલટો ક્રમ કેમ રાખ્યો છે ? તેના સમાધાનમાં જણાવે છે કે- સાધનોની પ્રાધાન્યતા જણાવવા
સાધનો કહ્યા છે, અને પાપવ્યાપારની ગૌણતા જણાવવા પછી પાપવ્યાપાર કહ્યા છે. વસ્તુતઃ યાપાર પાપસાધનોને આધિન છે. કારણ કે સાધન હોય તો પાપ વ્યાપાર થાય અને સાધન ન હોય તો પાપવ્યાપાર થઈ શકે નહિ. અહીં ‘મો, વાયાણ, lu' એમ કહી મન, વચન અને કાયા દ્વારા
વોમિ, ન રમિ' એમ કહ્યું, તેમાં મન, વચન, અને કાયાની પાપવ્યાપારમાં મુખ્યતા છે. પાપવ્યાપારો તે તે યોગને આધીન છે–એમ જણાવવા ઉત્ક્રમ રાખેલો છે.
હવે એ પાપ-વ્યાપારના ત્રણ કાળની અપેક્ષાએ ત્રણ વિભાગો-અવયવો થાય છે, તેમાં ભૂતકાળમાં કરેલા પાપાવ્યાપારને અંગે કહે છે કે- તી અંતે ! પહિમિમિ નિવા િરિામિ અર્થાત ભંતે ! એટલે હે ભગવંત ! તસ્સ એટલે તે પાપવ્યાપારના ત્રણેકાળ આશ્રીને ત્રણ અવયવો પૈકી ભૂતકાળમાં કરેલા પાપાવ્યાપારનું “પ્રતિક્રમામિ' એટલે પ્રતિક્રમણ કરું છું. તેનાથી પાછો હઠું છું – દૂર થાઉં છું અથવા તે પાપને દૂર કરું છે અને “ગહમિ' એટલે તેને આપ ગુરૂની સાક્ષીએ પ્રગટ કરું છું.
અહીં પ્રશ્ન થશે કે સૂત્રના શરૂઆતમાં એક વાર મંતે' શબ્દથી ગુરુમહારાજને આમંત્રણ તો કર્યું છે, તો ફરી ભંતે ! શબ્દ કેમ કહ્યો ? તેના સમાધાનમાં જણાવે છે કે, “ગુરુ પ્રત્યે ભક્તિ બતાવવાના