________________
૨ ૨ ૨
યોગશાસ્ત્રનો ગુર્જરાનુવાદ
અશન જાણવા. સૌવીર રાબડી-કાજી જવ વગેરેનું ધોવણ, મદિરા, સર્વ પ્રકારના અષ્કાય, કાકડી આદિ ફળના રસોનું પાન જાણવા. શેકેલા ધાન્ય, ગોળપાપડી, ખજૂર, નાળિયેર, ફળ, દ્રાક્ષ, કાકડી, કેરી, ફણસ આદિ દરેક જાતના ફળો આદિ ખાદ્ય સમજવા. દાંતમ અને તંબોલ તુલસિકા, જેઠીમધ, અજમો, પીપર, સૂંઠ, મરી, જીરૂ, હરડે, બહેડાં, આમળાં વિગેરે સ્વાદ્ય કહેવાય” (પંચાશક ૫/૨૭-૩૦), આ પ્રમાણે ત્રણ ગુણવ્રતો કહ્યાં | ૮૧ || ચાર શિક્ષાવતો - હવે ચાર શિક્ષાવ્રતો કહેવાય છે. તે સામાયિક દેશાવકાશિક, પૌષધોપાસ, અતિથિસંવિભાગ છે. તેમાં પ્રથમ સામિયક શિક્ષાવ્રત કહેવાય છે
२५३ त्यक्तातरौद्रध्यानस्य, त्यक्तसावद्यकर्मणः ।
મુહૂર્ત સમતિ થી તાં, વિહુ સામયિવ્રતમ્ છે ૮૨ અર્થ : 'આર્ત-રૌદ્રધ્યાનનો ત્યાગ કરનાર અને સાવદ્ય (પાપ) વ્યાપારનો પરિત્યાગ કરનાર શ્રાવકને જે એક મુહુર્તની સમતા પ્રાપ્ત થાય, તેને સામાયિક વ્રત કહ્યું છે. || ૮૨ ||.
ટીકાર્ય : આર્ત અને રૌદ્ર બંને પ્રકારના અશુભ ધ્યાને દૂર કરી, મન, વચન, કાયાના સર્વ પાપવ્યાપાર છોડી, બે ઘડી સમભાવ રાખવો, તે સામાયિક કહેવાય.
એક મુહુર્ત એટલે બે ઘડી કાળ સુધી સમભાવ એટલે રાગ અને દ્વેષ ન કરવારૂપ મધ્યસ્થ-ભાવમાં રહેવું તે સામાયિક વ્રત કહેવાય. હવે સામાયિક શબ્દની વ્યુત્પત્તિ કરી તેના અર્થની વ્યાખ્યા કરે છે “સમ” એટલે રાગદ્વેષથી મુક્ત બનનારને “આય” એટલે જ્ઞાનાદિકનો લાભ થાય અર્થાત્ પરમ-સુખ અનુભવાય, તે “સમાય’ સમાય એ જ “સામાયિક' વ્યાકરણના નિયમથી ઈકણ પ્રત્યય આવ્યો એટલે “સામાયિક' એવું નિયમથી રૂપ તૈયાર થયું. તે સામાયિક મન, વચન, કાયાની ચેષ્ટાનો પરિહાર કર્યા સિવાય ન બની શકે. તે માટે આર્ત રૌદ્ર ધ્યાન ત્યાગ કરનારને સામાયિક થાય છે. તેમ જ વાચિક અને કાયિક પાપકર્મ ત્યાગ કરનારને જ સામાયિક હોય છે. સામાયિકમાં રહેલો શ્રાવક પણ યતિ સરખો જ થાય છે. જે માટે કહેલું છે કે – “શ્રાવક જ્યારે સામાયિકમાં હોય ત્યારે સાધુની માફક નિષ્પાપ્રવૃત્તિવાળો બની જાય છે, આ કારણથી શ્રાવકે વારંવાર સામાયિક કરવું જોઈએ” (આ.નિ. ૮૦૧) આ જ કારણથી તેને સામાયિકમાં દેવ-સ્નાત્ર-પૂજાદિકનો અધિકાર નથી.
પ્રશ્ન : દેવ-સ્નાત્ર કે પૂજા-કાર્ય ધર્મકાર્ય ગણાય છે. તો તે કાર્ય સામાયિકમાં કરવાથી કયો દોષ લાગે છે ? સામાયિક તો પાપ-વ્યાપાર નિષેધ કરવા રૂપ અને નિરવઘ વ્યાપાર સેવવારૂપ છે, તો સ્વાધ્યાય ભણવું, પરાવર્તન કરવું, ઇત્યાદિ માફક દેવપૂજાદિ ધર્મકાર્ય કરવામાં ક્યો દોષ લાગે ?
ઉત્તર : એમ નથી સાધુની માફક સામાયિકમાં રહેલ શ્રાવકને દેવ-સ્નાત્ર-પૂજાદિકમાં અધિકાર નથી. ભાવપૂજા માટે દ્રવ્ય પૂજા એ કારણ છે. સામાયિકમાં હોય ત્યારે ભાવસ્તવ પ્રાપ્ત થએલ છે. તેનું દ્રવ્યસ્તવનું પ્રયોજન નથી. કહેલું છે કે, “પૂજા બે પ્રકારની એક દ્રવ્યસ્તવ અને બીજી ભાવસ્તવ સ્વરૂપ. તેમાં જો દ્રવ્યસ્તવ ઘણા ગુણવાળું છે.” એવી બુદ્ધિ થાય તો “આ અજ્ઞાની જનનું વચન છે.” એમ જ જીવનિકાયના હિતકારી જિનેશ્વરોએ કહેલ છે.
(૧) વિશષ માટે જુઓ “ધર્મસંગ્રહ' ભા. ૧ ગા. ૩૭