________________
તૃતીય પ્રકાશ, ગ્લો.૭૭-૮૧
૨ ૨૧
પ્રસંગે ઔચિત્ય ખાતર પ્રાસંગિક જોવામાં પ્રમાદાચરણ નથી. તથા વાત્સ્યાયન આદિએ કરેલાં કામશાસ્ત્રને વારંવાર વાંચવું. તેમાં વધારે રસ લઈ આસક્તિ કરવી, તથા પાસા આદિક વડે ઘૂ-જુગાર રમત રમવી, મદિરાપાન, આદિ, શબ્દથી શિકાર ખેલવો, આ વગેરેનું સેવન તથા જલક્રીડા-તળાવ, નદી, ફુવારામાં તરવું, ડુબવું, પિચકારીઓ છાંટવી, વૃક્ષની ડાળીઓ ઉપર હિંચકા ખાવા, પુષ્પોચૂંટવા વગેરે કુકડા વગેરે હિંસક પ્રાણિઓને પરસ્પર લડાવવા, શત્રુના પુત્ર અને પૌત્રો સાથે વેર ટકાવી રાખવું. હવે કોઈ સાથે વેર ચાલ્યું આવે છે, તેનો કોઈ રીતે ત્યાગ કરી શકતો નથી. એટલે તેના પુત્ર-પૌત્રાદિની સાથે જ વેર રાખવું તે પ્રમાદાચરણ તથા વિકથા ચાર પ્રકારની છે - પ્રથમ ભક્ત કથા. આ પકાવેલ માંસ, અડદ, લાડવા વગેરે સારું ભોજન છે, આને સારું જમણ જમાડ્યું, હું પણ તેમ ભોજન કરાવીશ એ વિગેરે. બીજી સ્ત્રી કથા-સ્ત્રી પહેરવેશ તેના અંગોપાંગની સુંદરતા તેના હાવભાવના વખાણ કરવા, કર્ણાટક દેશની સ્ત્રીઓ કામકાજમાં હોંશિયાર અને લાટદેશની સ્ત્રીઓ ચતુર અને પ્રેમાળ હોય છે.' એ વગેરે કથા, તે સ્ત્રીકથા. કહેવાય તથા ત્રીજી દેશકથા-‘દક્ષિણ દેશમાં અનાજ-પાણી ઘણાં સુલભ હોય છે. અને ત્યાંના વતનીઓ સ્ત્રીસંભોગ કરનારા વિશેષ હોય છે. પૂર્વદેશમાં વિવિધ વસ્ત્રો, ગોળ, ખાંડ, ચોખા, મદ્ય વિગેરે ઘણાં મળે છે. ઉત્તરદેશમાં લોકો શૂરવીર, ત્યાંના ઘોડાઓ વેગવાળા હોય છે, ત્યાં ઘઉં ઘણાં પાકે છે અને કેસર વિગેરે પદાર્થો સસ્તા સુલભતાથી મળે છે. ત્યાંની દ્રાક્ષ અને દાડમો, કોઠા, મધુ સ્વાદવાળા હોય છે. પશ્ચિમ તરફના દેશમાં વસ્ત્રો કોમળ સુંવાળા હોય છે, શેરડી ઘણી મળે છે, પાણી પણ ઠંડુ હોય છે, વિગેરે કથન કરવું, તે દેશ કથા. ચોથી રાજકથા - જેમ કે અમારા રાજા બહાદુર છે, ચૌડદેશનો રાજા ઘણા ધનવાળો છે, ગોડદેશના રાજા પાસે ઘણા હાથીઓ છે. તુર્કસ્તાનના રાજા પાસે તુર્કિ ઘોડા ઘણા છે વિગેરે તથા પ્રતિકુલ પણ ભોજન આદિની કથા કરવી તે સર્વે વિકથા કહેવાય તથા રોગાદિ કારણ વગર કે માર્ગના થાક વગર આખી રાત્રિ નિદ્રા કરવી. (રોગ અને માર્ગશ્રમમાં પ્રમાદાચરણ ન કહેવાય) આ કહેલા અને તેવા પ્રમાદાચરણનો શ્રાવકે ત્યાગ કરવો, વળી બીજા પ્રકારે પ્રમાદાચરણ જણાવે છે. “મદ્યપાન, વિષયો, કષાયો, નિદ્રા, વિકથા આ પાંચ પ્રમાદો જીવને સંસારમાં ગબડાવે છે. (ઉત્ત. નિ. ૧૮૦) આ પ્રમાણે પાંચ પ્રકારના પ્રમાદનો વિસ્તાર કહ્યો. || ૭૮-૭૯-૮૦ || દેશવિશેષમાં પ્રમાદનો ત્યાગ કહે છે– ર૧૨ વિના સાનિધૂત - નિદ્રાક્ષનહતુથ |
जिनेन्द्र भवनस्यान्त-राहारं च चतुर्विधम् ॥ ८१ ॥ અર્થ : વળી શ્રી જિનેશ્વર દેવના મંદિરમાં વિષય-ચેષ્ટા હાસ્ય કરવું. ગૂંકવું, નિદ્રા લેવી, કજીયો કરવો, દુષ્ટકથાઓ કરવી અને અનાદિ ચારે ય પ્રકારનો આહાર કરવો વગેરે પ્રમાદાચરણનો પરિહાર કરવો. || ૮૧ ||.
ટીકાર્થ : શ્રીજિનભવનમાં કામચેષ્ટાના વિલાસ કરવા, ખડખડ હાસ્ય કરવું. થુંકવું. નિદ્રા કરવી, કજીયો કરવો, ચોર-પારદારિકની કથા કરવી, અશન, પાન, ખાદ્ય, સ્વાદ્ય ચાર પ્રકારનો આહાર કરવો, આ સર્વ કાર્યો પણ પ્રમાદાચરણ કહેવાય. શ્રાવકે તેનો ત્યાગ કરવો. તેમાં અશન ચોખા વિગેરે, મગ વિગેરે કઠોળ, સાથવો, રાબડી, મોદક, દૂધપાક, સૂરણ વિગેરે કંદો, પુડલા આદિ. કહેલું છે–
“ચોખા, સાથવો, મગ, જુવાર, રાંધેલો ખોરાક, ખીર, દૂધપાક, સુરણકંદાદિ, પુડલાં, વડાં વગેરે