________________
દ્વિતીય પ્રકાશ, શ્લો.૧૧૪
૧૮૯
તમો કોણ છો ? કેમ આવ્યા છો ? તમારી વાસભૂમિ કઈ ? સ્વાતિ અને વિશાખા નક્ષત્રથી જેમ ચંદ્રલેખા તેમ જે બંનેથી તમો શોભી રહ્યા છો, તે આ સાથેના બે કોણ છે !' તે બનાવટી શ્રાવિકાએ કહ્યું હું અવંતિવાસી એક મોટા શેઠની વિધવા પત્ની છું. મારા બે પુત્રોના મરણથી નિરાધાર બનેલી ભાંગેલા વૃક્ષની છાયા વગરની લતા સરખી આ બે મારી વિધવા પુત્રવધુઓ છે. વિધવા થયા પછી વ્રત લેવાની ઈચ્છાવાળી તે બંનેએ મારી રજા માગી, કારણકે વિધવા સતી સ્ત્રીઓને દીક્ષા જ શરણ છે.” મેં પણ કહ્યું કે, હું નિર્વિકારી છું તો પણ ગૃહસ્થપણાનાં ફળરૂપ વ્રત અંગીકાર કરીશ, પરંતુ ‘તીર્થયાત્રા કરીને પછી વ્રત ગ્રહણ કરો.' વ્રતમાં તો ભાવ-પૂજા જ કરી શકાય. પરંતુ દ્રવ્યપૂજા દીક્ષામાં ન હોય, તેથી બંને સાથે હું તીર્થયાત્રાએ નીકળું છું આ હકીકત સાંભળી અભયે કહ્યું કે, “આજે તમે અમારાં મહેમાન થાઓ. સાધર્મિક તીર્થયાત્રા કરનારની પરોણાગતિ તે તીર્થથી પણ વધારે પવિત્ર કરનારી છે. તેણે પણ અભયકુમારને પ્રત્યુત્તર આપ્યો કે, “આપે યોગ્ય વાત કરી, પરંતુ આજે તીર્થમાં ઉપવાસ કરેલો હોવાથી હું અતિથિ કેવી રીતે બની શકું ? તેની ધર્મ ભાવનાથી ખુશ થએલા અભયે ફરીથી કહ્યું કે, “તો આવતીકાલે પ્રાત:કાળમાં મારા ઘરે તમારે જરૂર આવવું ?' તેણે પણ કહ્યું કે, “એક ક્ષણમાં પણ જ્યાં જન્મ પૂરો થઈ જાય છે, એવી સ્થિતિમાં ‘હું સવારે આ કરીશ” એમ બુદ્ધિશાળી કેવી રીતે બોલી શકે ?' અત્યારે આ વાત ઠીક છે, ફરી આવતીકાલ માટે નિમંત્રણ કરું છું.” એમ રજા આપી પોતે ચૈત્યને વંદન કરી ઘરે ગયો. તેને નિમંત્રીને અભયે સવારે ગૃહચૈત્યોને વંદન કરાવી, ભોજનોથી અને વસ્ત્રદાનાદિથી ભક્તિ કરી. તેઓએ પણ એક દિવસ અભયને નિમંત્યો. વિશ્વાસુ બની તે એકલો ગયો. સાધર્મિકના આગ્રહથી તેવાઓ શું ન કરે ? તેણે પણ વિવિધ પ્રકારના ભોજનોથી ભોજન કરાવ્યું. અને ચંદ્રહાસ મદિરા-મિશ્રિત જળપાન કરાવ્યું. ભોજન કરીને ઉઠ્યા પછી અભય તરત ઊંઘી ગયો, કારણકે મદ્યપાનની પ્રથમ સહચરી નિદ્રા હોય છે. આગળની કરેલી વ્યવસ્થા પ્રમાણે સ્થાને સ્થાને સ્થાપેલા રથો વડે ન જાણી શકાય તેવા કપટના ઘર સરખી ગણિકાએ અભયને અવંતી પહોંચાડ્યો. ત્યાર પછી અભયને ખોળવા માટે શ્રેણિકે માણસો મોકલ્યા. દરેક સ્થાને તપાસ કરતાં કરતાં ખોળનારાઓ ત્યાં પણ આવ્યા. અભય અહીં આવ્યો છે ? એમ પૂછતાં ગણિકાએ જણાવ્યું કે, હા આવ્યા તો હતા, પણ તરત જ ગયા. તેના વચનમાં વિશ્વાસ રાખી ખોળનારા બીજે સ્થળે ગયા અને તેના માટે પણ સ્થાને સ્થાને સ્થાપન કરેલા અશ્વો પર બેસી તે પણ અવંતી પહોંચી ગઈ. ત્યાર પછી પ્રચંડ કપટ ચતુરાઈવાળી તેણે પણ અભયને ચંડપ્રદ્યોતને અર્પણ કર્યો અને કેવી રીતે લાવી, તેનું સ્વરૂપ પણ જણાવ્યું. ચંડપ્રદ્યોતે તેને કહ્યું કે, “ધર્મના વિશ્વાસવાળા આને ધર્મનું કપટ કરીને લાવી, તે કામ ઠીક ન કર્યું.” “સિત્તેર કથા કહેનાર પોપટને બિલાડી જેમ પકડે, તેમ નીતિ જાણનાર એવા પણ તને આણે પકડ્યો છે' એમ તેણે અભયને કહ્યું. અભયે પણ કહ્યું કે, “તમે પણ ખરેખર બુદ્ધિવાળા જ છો કે, આવા પ્રકારની બુદ્ધિથી રાજધર્મ પ્રવર્તાવો છો' લજ્જા અને કોપ પામેલા તે ચંડપ્રદ્યાત જેમ રાજહંસને, તેમ અભયને કાઠ-પંજરમાં પૂર્યો.
ચંડપ્રદ્યોત રાજાને પોતાના રાજ્યમાં અગ્નિભીરુ રથ, શિવાદેવી, નલગિરિ હાથી, લોહલંઘ લેખવાહક રત્નો હતાં. લોહજંઘને વારંવાર રાજા ભૃગુકચ્છ મોકલતો હતો. તે આવે અને જાય તેમાં નવા નવા હુકમો લાવે તેથી ત્યાંના લોકોએ કંટાળીને એવી મંત્રણા કરી કે, આ લેખ વાહક એક દિવસમાં પચીશ યોજન મુસાફરી કરે છે અને વારંવાર આપણને હેરાન-પરેશાન કરે છે. માટે હવે તેને હણી નાંખીએ, ત્યાર પછી તેઓએ એવો વિચાર કરીને તેના માર્ગના ખાવાના ભોજનમાં (ભાતામાં) ઝેર મિશ્રિત લાડુઓ આપ્યા, અને તેની પાસેનું શંબલ અને બીજું પણ સર્વ હરાવી લીધું. હવે તે લોકજંઘ લેખવાહક કેટલાક માર્ગ