________________
તૃતીય પ્રકાશ, શ્લો.૬૦-૬૭
૨૧૫
જો કંઈપણ ફળ મળતું હોય તો કહી સમજાવો, તેના જવાબમાં જણાવે છે– २३५ अकृत्वा नियमं दोषा-भोजनादिनभोज्यपि ।
નં મન નિબં, વૃદ્ધિમપિર્ત વિના એ ૬૪ છે. અર્થ : રાત્રિભોજનનો નિયમ કર્યા વિના જે દિવસે ખાય છે તે પુરૂષ નક્કી કર્યા વિના વ્યાજ ન મળે તેમ (રાત્રિ ભોજન) નિયમના વાસ્તવિક ફળને પામતો નથી. / ૬૪ /
ટીકાર્ય : દિવસે ભોજન કરનાર હોવા છતાં તે રાત્રિ ભોજનનો નિયમ કર્યા વગર વાસ્તવિક ફળ મેળવી શકતો નથી. કેમ ન મેળવે ? તો કે કોઈને ત્યાં વ્યાજે રકમ મુકી, પણ નક્કી કર્યા વગર મૌનપણે રકમ આપી, વ્યાજ નક્કી ન કર્યું, તો વગર બોલેલી રકમનું વ્યાજ કોઈ આપતું નથી. આ વાત લોકોમાં પણ જાણીતી છે કે, જે બોલ્યા હોય તે પ્રમાણે વ્યાજ મળે. // ૬૪ || કહેલી વાતને ઉલ્ટી રીતે જણાવે છે– २३६ ये वासरं परित्यज्य रजन्यामेव भुञ्जते ।
ते परित्यज्य माणिक्यं काचमाददते जड़ा ॥ ६५ ॥ અર્થ : જે જડ આત્માઓ દિવસને છોડીને રાત્રિએ ખાય છે, તેઓ માણિક્યનો ત્યાગ કરીને કાચને ગ્રહણ કરે છે || ૬૫ |
ટીકાર્થ : જેઓ દિવસનો ત્યાગ કરીને રાત્રે જ ભોજન કરે છે. જડ સરખા તેઓ માણિક્ય રત્નનો ત્યાગ કરી કાચને ગ્રહણ કરે છે. || ૬૫ ||
પ્રશ્ન કરે છે કે, નિયમ સર્વ સ્થાનમાં ફળ આપનાર થાય તેથી જેની “રાત્રે જ મારે ભોજન કરવું પણ દિવસે નહિ' એવા નિયમવાળાની કઈ ગતિ થાય ? તે કહે છે– ___ २३७ वासरे सति ये श्रेयकाम्यया निशि भुञ्जते ।
તે વપયૂષક્ષેત્રે, શાસ્ત્રીનું સત્યપિ પવૅત્રે ૫ ૬૬ . અર્થ : જે અધમ પુરૂષો કલ્યાણની કામનાથી દિવસે ભોજન હોવા છતાં રાત્રે ખાય છે, તેઓ ફળદ્રુપ ક્યારો હોવા છતાં ઉખર ક્ષેત્રમાં ડાંગર વાવનારા જેવા છે. | ૬૬ //
ટીકાર્થ : જેઓ કલ્યાણ માટે દિવસે ભોજન હોવા છતાં પણ કુશાસ્ત્રના સંસ્કારથી કે મોહથી શ્રેયની ઈચ્છાથી રાત્રે જ ભોજન કરે, તેઓ ડાંગર રોપવા યોગ્ય ફળદ્રુપ ક્યારો હોવા છતાં પણ ઉખર-ભૂમિમાં ડાંગર વાવે છે. જેમ ઉખર-ભૂમિમાં શાલિધાન્ય વાવવું નિરર્થક છે, તેમ “રાત્રે જ મારે ભોજન કરવું ? એવો નિયમ પણ નિષ્ફળ છે. અધર્મ રોકનાર નિયમ હોય તે ફળવાળો ગણાય. આ નિયમ તો ધર્મ રોકનાર હોવાથી નિષ્ફળ કે વિપરીત ફળવાળો ગણાય. / ૬૬ | રાત્રિભોજનનું ફળ કહે છે–
२३८ उलूककाकमार्जार-गृधशम्बरशूकराः
__ अहिवृश्चिकगोधाश्च जायन्ते रात्रिभोजनात् ॥ ६७ ॥ અર્થ : રાત્રિભોજન કરનારા જીવો ઘુવડ, કાગડા, બિલાડા, ગીધડા, નાના હરણ, મત્સ્ય, ભૂંડ,