________________
૨૧૪
યોગશાસ્ત્રનો ગુર્જરનુવાદ २३१ हृन्नाभिपद्मसङ्कोच-श्चण्डरोचिरपायतः ।।
___ अतो नक्तं न भोक्तव्यं, सूक्ष्मजीवादनादपि ॥ ६० ॥ અર્થ : સૂર્યના અસ્ત થવાથી હૃદય અને નાભિરૂપ બે ય કમળનો સંકોચ થાય છે અને સૂક્ષ્મ જીવોનું પણ અન્ન સાથે ભક્ષણ થાય છે. આ બે હેતુથી રાત્રિએ ખાવું નહિ. // ૬૦ |
ટીકાર્ય : આ શરીરમાં નીચા મુખવાળું હૃદયપદ્ધ અને ઊંચા મુખવાલે નાભિપદ્મ એ બે કમળો છે, તે રાત્રે સંકોચ પામે છે, શાથી? તો કે સૂર્યનો અસ્ત થવાથી. આ કારણે બંને કમળો સંકોચાઈ જાય છે. તેથી રાત્રે ભોજન ન કરવું. સૂક્ષ્મ જીવોનું ભક્ષણ પણ થઈ જાય, આ બીજું કારણ || ૬૦ || પરપક્ષની સાક્ષી આપીને સ્વમતની સિદ્ધિ કરે છે
२३२ संसृजज्जीवसङ्घातं, भुञ्जाना निशि भोजनम् ।
રાક્ષસેમ્યો, વિશિષ્યન્ત ભૂતાત્માન: થે તે ? દર અર્થ : (સૂક્ષ્મ) જીવોના સમૂહથી યુક્ત ભોજનને રાત્રિમાં ખાનારા મૂઢ પુરૂષો રાક્ષસ કરતાં સારા શી રીતે કહેવાય ? અર્થાત્ રાત્રિભોજન કરનારા જીવો ખરેખર રાક્ષસ જેવા જ છે. તે ૬૧ /
ટીકાર્થ રાત્રે ભોજન સાથે આવતા સંસક્ત જીવોના સમૂહનું ભોજન કરતા મૂઢ-જડ મનુષ્યો ખરેખર રાક્ષસો છે. જૈનધર્મયુક્ત મનુષ્યત્વ પ્રાપ્ત થયા પછી વિરતિ ગ્રહણ કરવી, તે જ ઉચિત ગણાય. વિરતિ વગરનો, શિંગડા-પૂંછડા વગરનો પશુ જ છે. | ૬૧ ||. એ જ વાત કહે છે
२३३ वासरे च रजन्यां च, यः खादन्नेव तिष्ठति ।
__ शृङ्गपूच्छपरिभ्रष्टः स्पष्टं स पशुरेव हि ॥ ६२ ॥ ટીકાર્થ : દિવસ કે રાત્રિનો ભેદ રાખ્યા વગર જે ખાધા જ કરતો હોય, તે શિંગડા અને પૂંછડા વગરનો ચોખ્ખો પશુ જ છે. || ૬૨ // રાત્રિભોજનનો ત્યાગ કરનાર કરતાં પણ અધિક પુણ્યશાળી દેખાડે છે–
२३४ अह्नो मुखेऽवसाने च, यो द्वे द्वे घटिके त्यजन् ।
__ निशाभोजनदोषज्ञो-ऽथनात्यसौ पुण्यभाजनम् ॥ ६३ ॥ અર્થ: રાત્રિભોજનના દોષોને જાણનારા જે પુરુષ દિવસના પ્રારંભમાં અને અંતમાં બે-બે ઘડી (૪૮ મિનિટ)નો ત્યાગ કરતો ખાય છે, તે પુણ્યનું ભાજન બને છે – તેને પુણ્યનો બંધ થાય છે.
ટીકાર્થ : દિવસના આરંભમાં અને સુર્યાસ્તની પહેલા એટલે કે રાત્રિના નજીકના કાળમાં બબ્બે ઘડીને છોડીને ભોજન કરતો હોય, તે પુણ્યશાળી આત્મા છે. તે મહાનુભાવ રાત્રિભોજનના દોષો જાણનાર હોય અને તેથી રાત્રિ પાસેના મુહૂર્ત-મુહૂર્તકાળ પણ દોષવાળા સમજે છે, આ કારણથી આગમમાં સર્વ જઘન્ય પ્રત્યાખ્યાન મુહૂર્ત કાળપ્રમાણ નમસ્કાર-સહિત(નવકારાશી;) કહેલું છે. શ્રાવક છેલ્લાં મુહુર્તની પહેલાં ભોજન પતાવી નાંખે અને ત્યાર પછી તિવિહાર કે ચોવિહારરૂપ રાત્રિભોજનનું પચ્ચકખાણ કરે. || ૬૩ //.
પ્રશ્ન કર્યો કે, જે દિવસે જ ભોજન કરે છે, તેને રાત્રિ ભોજનના પચ્ચખાણનું ફળ નથી અથવા