________________
૨૦૮
યોગશાસ્ત્રનો ગુર્જરાનુવાદ २१० अप्यौषधकृते जग्धं, मधु श्वभ्रनिबन्धम् ।
भक्षितः प्राणनाशाय, कालकूटकणोऽपि हि ॥ ३९ ॥ અર્થ : ઔષધ માટે ખવાયેલું મધ પણ નરકગતિનું કારણ છે. ખાધેલા કાલકુટ ઝેરનો એક કણીયો પણ પ્રાણોના નાશ માટે થાય છે. || ૩૦ |
ટીકાર્થઃ રસ-લોલુપતાની બાબત બાજુ પર રાખીએ, પરંતુ ઔષધ ખાતર-રોગ મટાડનાર મધ હોય તો પણ મધ ભક્ષણ કરનાર નરકે જાય છે. પ્રમાદથી કે જીવવાની ઈચ્છાથી પણ કાલકુટ ઝેરનો નાનો કણીયો પણ ખાધો હોય તો તે પ્રાણ નાશ કરનાર થાય છે. || ૩૦ ||
વળી પ્રશ્ન કર્યો કે, ખજૂર લાક્ષાદિના રસ માફખ મધ મધુર સ્વાદવાળું અને ઈન્દ્રિયોને આનંદ આપનાર હોવાથી કેવી રીતે ત્યાગ કરવું? તેના ઉત્તરમાં જણાવે છે –
२११ मधुनोऽपि हि माधुर्य-मबोधैरहहोच्यते
आसाद्यन्ते यदास्वादा-च्चिरं नरकवेदनाः ॥ ४० ॥ અર્થ : ખેદની વાત છે કે – જેનો સ્વાદ કરવાથી લાંબા કાળ સુધી નરકની વેદનાઓ ભોગવવી પડે છે. તેવા મધને પણ મધુર કહેનારા બિચારાં અજ્ઞાની છે | ૪૦ ||
ટીકાર્થ : વાત સાચી છે કે, વ્યવહારથી મધ પ્રત્યક્ષ મધુર લાગે છે, પરંતુ પરમાર્થથી વિચારતા નરકવેદનાનું કારણ હોવાથી અત્યંત કડવું છે, ખેદની વાત છે કે, પરિણામે કડવાં એવા મધને મધુર સ્વાદ કહેનારા અજ્ઞાની છે. મધનો સ્વાદ કરનારા નારકની તીવ્ર વેદના લાંબા કાળ સુધી ભોગવશે. ૪૦ ! મધ પવિત્ર હોવાથી દેવોના અભિષેકમાં ઉપયોગી છે એમ માનનારા પ્રત્યે હાસ્ય કરતાં જણાવે છે– २१२ मक्षिकामुखनिष्टयूतं, जन्तुघातोद्भवं मधु ।
હો ! પવિત્ર મન્વીના, સેવાને, પ્રયુક્તિ છે ૪૨ છે. અર્થ : માખીઓના મુખના ઘૂંકરૂપ અને જીવોના ઘાતથી ઉત્પન્ન થએલા મધને પવિત્ર માનનારા મૂઢ મનુષ્યો દેવોના સ્નાનના ઉપયોગમાં પણ તેને ગ્રહણ કરે છે ૪૧ |
ટીકાર્થ : અહો ! આશ્ચર્યની વાત છે કે, માખીઓ મુખમાંથી વમન થએલા અને અનેક જંતુઓના ઘાતથી તૈયાર થયેલા અપવિત્ર મધને પવિત્ર માનનારા શંકર વગેરે દેવોના અભિષેક કરવામાં વાપરે છે. અહો ! શબ્દ ઉપહાસ-મશ્કરી અર્થમાં, જેમ કે– ઊંટોના વિવાહમાં ગધેડાઓ સંગીતકાર તરીકે આવેલા છે, માંહોમાંહે તેઓ એકબીજાની પ્રશંસા કરે છે કે, “અહો ! તમારું રૂપ ! ” “અહો ! તમારો શબ્દ ! | ૪૧ H. હવે ક્રમ પ્રમાણે આવેલા પાંચ ઉદુમ્બરના દોષો જણાવે છે–
२१३ उदम्बवटप्लक्ष-काकोदुम्बरशाखिनाम् ।
_ पिप्पलस्य च नाश्नीयात्, फलं कृमिकुलाकुलम् ॥ ४२ ॥ અર્થ : અહીં ઉદુમ્બર શબ્દથી પાંચ પ્રકારના વૃક્ષો સમજવા, તે આ પ્રમાણે- વડ, પીપળો, પારસ પીપળો, ઉંબર પ્લેક્ષ, પીપળાની એક જાત. આ પાંચેય પ્રકારના વૃક્ષનાં ફલ ન ખાવાં, કારણકે એક