________________
૨૧૦
યોગશાસ્ત્રનો ગુર્જરાનુવાદ
છાલ જ અનંતકાય છે. બાકીના અવયવો પ્રત્યેક વનસ્પતિ છે કુમારી-કુંઆર પ્રસિદ્ધ છે. જેના પત્રો બે ધારોમાં કાંટાવાળા લાંબા પરનાળના આકારના હોય છે. ગિરિકર્ણિકા એક જાતની વેલડી જેને ગરમર કહે છે. શતાવરી વેલડી વિશેષ, વિરૂઢ એટલે કઠોળમાંથી નીકળતા અંકુરા, કઠોળને પલાળી રાખે એટલે તેમાં અંકુરા નીકળે તે. ગડુચી એટલે દરેક જાતના ગળોના વેલા, જે લીમડા વગેરે વૃક્ષો ઉપર હોય છે. કોમળ આંબલી-બીજ ન થયા હોય તેવી કુણી આંબલી અંનતકાય છે. ચિચિણિકા પણ કહેવાય છે. પલ્થક-એક જાતનું પાલખનું શાક, અમૃતવેલી નામની વેલડી શુકરવાલ-શુક્રવેલી, જેની જંગલમાં મોટી વેલડીઓ થાય છે. પરંતુ ધાન્યમાં જે વાલ ગણાવ્યા છે, તે અનંતકાય નથી. આ નામો આર્યોમાં પ્રસિદ્ધ છે. પ્લેચ્છોમાં પ્રસિદ્ધ એવા નામો જીવાભિગમ નામના સૂત્રમાં કહેલા છે. બીજા ભેદવાળા અનંતકાય પણ કૃપાવંત શ્રાવકોએ વર્જવા જોઈએ. મિથ્યાષ્ટિઓને તો વનસ્પતિમાં જ જીવની શ્રદ્ધા ન હોવાથી અનંતકાયપણાની માન્યતા તો ક્યાંથી હોઈ શકે ? || ૪૪-૪૫-૪૬ || હવે અજ્ઞાત ફળ-ફુલ વર્જવા માટે જણાવે છે– २१८ स्वयं परेण वा ज्ञातं, फलमद्याद्विशारदः ।
निषिद्धे विषफले वा, मा भूदस्य प्रवर्तनम् ॥ ४७ ॥ અર્થ : બુદ્ધિમાન પુરુષે પોતે કે અન્ય પુરૂષે જાણેલા ફળ જ ખાવા જોઈએ. વળી નિષેધ કરાયેલાં કે વિષફળમાં બુદ્ધિમાનની પ્રવૃત્તિ ન થાઓ. / ૪૭ |
ટીકાર્થ : પોતે કે બીજાએ ન ઓળખેલું ફળ બુદ્ધિશાળી ભક્ષણ ન કરે, અજાણ્યાં ફળ ખાવાનો દોષ જણાવે છે કે, નિષેધ કરેલાં, વિષફળ અને અજાણ્યાં ફળ અને ઉપલક્ષણથી અજાણ્યાં પત્ર, ફુલ વગેરે પણ અભક્ષ્ય સમજવાં, તે ખાવાથી વ્રતભંગ થાય છે. અને વિષફલ ખાવાથી જીવિતનો નાશ થાય છે. / ૪૭ || હવે રાત્રિભોજનમાં-નિષેધ કહે છે–
२१९ अन्नं प्रेतपिशाचाद्यः, सञ्चरद्भिनिरङ्कुशैः ।
___ उच्छिष्टं क्रियते यत्र, तत्र नाद्याद् दिनात्यये ॥ ४८ ॥ અર્થ : જે સમયમાં નિરકુશપણે ફરનારાં પ્રેત-પિશાચાદિ વડે અન્ન એઠું કરાય છે, તેવા રાત્રિના સમયે ભોજન ન કરવું ! ૪૮ ||
ટીકાર્થઃ નિરકુશ પ્રેત, વ્યંતર, પિશાચ, રાક્ષશ વગેરે રાત્રે ફરનારા અધમજાતિના દેવતાના સ્પર્શાદિકથી ઉચ્છિષ્ટ બનેલું ભોજન રાત્રે ન ખાવું જોઈએ કહેલું છે કે
“રાત્રિએ રાક્ષસો વગેરે પૃથ્વી ઉપર સર્વત્ર ગમે ત્યાં રખડે છે, અને તેઓ ભોજનને અભડાવી એઠું કરે છે અને રાત્રિ ભોજન કરનારને ઉપદ્રવ કરે છે. || ૪૮ ||
२२० घोरान्धकाररूद्धाक्षैः, पतन्तो यत्र जन्तवः ।
__नैवभोज्ये निरीक्ष्यन्ते, तत्र भुञ्जीत को निशि? ॥ ४९ ॥ અર્થ : જે સમયે ઘોર અંધકારથી વ્યાપ્ત બનેલી આંખવાળા મનુષ્યો ભોજનમાં પડતાં જીવોને જોઈ શકતા નથી, તેવા રાત્રિના સમયે કોણ ખાય ? || ૪૯ /