________________
તૃતીય પ્રકાશ, શ્લો.૩૪-૩૮
૨૦૭
----...
કયો વિવેકી આત્મા કરે ? || ૩૫ ||
ટીકાર્થ : માત્ર એક જ જીવના વધમાં સુમાર વગરનું પાપ થતું હોય, તો પછી અનેક જીવોના સમૂહના ઘાતવાળું માખણ કયો સમજુ ભક્ષણ કરે ? || ૩૫ // ત્યાર પછી ક્રમસર આવતા મધ-ભક્ષણના દોષો કહે છે२०७ अनेकजन्तुसङ्घात-निघातनसमुद्भवम्
जुगुप्सनीयं लालावत्, कः स्वादयति माक्षिकम् ? ॥ ३६ ॥ અર્થઃ અનેક જીવોના નાશથી ઉત્પન્ન થયેલા અને લાળની જેમ નિંદનીય એવા મધને કયો સચેતન પુરૂષ ખાય?
ટીકાર્થ: અનેક જંતુઓના સમૂહના વિનાશથી તૈયાર થયેલું અને મુખની લાળ સરખું જાગુપ્તનીય, માખીઓની મુખની લાળ-થુંકથી બનેલું મધ કયો વિચારવંત પુરૂષ ભક્ષણ કરે ? ઉપલક્ષણથી ભ્રમરાદિકનું મધ પણ સમજી લેવું || ૩૬ હવે મધ ભક્ષણ કરનારાનું પાપીપણું જણાવે છે
२०८ भक्षयन्माक्षिकं क्षुद्र-जन्तुलक्षयोद्भवम् ।
સ્તનતુનિહન્તુષ્ય, સૌનિમ્યોતિરિક્ત રૂ૭ | અર્થ : લાખ્ખો તુચ્છ જીવોના વિનાશથી ઉત્પન્ન મધને ખાનારો પુરૂષ અલ્પ પ્રાણીઓને મારનાર કસાઈઓથી પણ ચઢિયાતો છે || ૩૭ ||
ટીકાર્થઃ હાડકાં વગેરે ના હોય તે શુદ્ર જંતુ કહેવાય, અથવા તુચ્છ હલકા જીવોને પણ શુદ્ર ગણેલા છે, તેવા લાખો જીવોના વિનાશથી ઉત્પન્ન થવાવાળું મધ ખાનારો થોડા ગણતરીના પશુ હણનારા ખાટકીઓ કરતાં પણ વધી જાય છે. ભક્ષણ કરનાર પણ ઘાતક જ છે એ વાત આગળ કહેવાઈ ગઈ છે /૩૭ || એઠા ભોજનના ત્યાગ કરનાર લૌકિકોને પણ મધ એઠવાડ સરખું હોવાથી પરિહાર કરવા જણાવે છે–
२०९ एकैककुसुमक्रोडाद्-रसमापीय मक्षिकाः ।।
यद्वमन्ति मधुच्छिष्टं, तदश्नन्ति न धार्मिकाः ॥ ३८ ॥ અર્થ : મધમાખીઓ એક એક ફુલના ખોળામાંથી રસનું પાન કરીને જેનું વમન કરે છે, તેવા એઠા મધને ધર્માત્માઓ ખાતા નથી. / ૩૮ //
ટીકાર્થઃ એક એક પુષ્પમાંથી મકરંદરસનું પાન કરીને મધમાખી તેને વમન કરે છે, તેવા મધને એઠાં ભોજનને ન ખાનાર ધાર્મિક પુરુષો ખાય નહિ. લોકોમાં પણ “એઠું ન હોય તેવું પવિત્ર ભોજન કરવું એવો શિષ્ટાચાર ગણેલો છે . ૩૮ |
શંકા કરી છે કે મધ (વાત-પિત્ત-કફ) ત્રણ દોષ શમાવનાર છે. રોગની શાંતિ માટે આના કરતા ચડિયાતું બીજું ઔષધ નથી, તો પછી મધ ખાવામાં કયો દોષ ? તેના પ્રત્યુત્તરમાં જણાવે છે–