________________
યોગશાસ્ત્રનો ગુર્જરાનુવાદ
માંસને લગતા ઉપયોગી આંતર શ્લોકો કહે છે—
નિયંત્રણ વગરના અલ્પજ્ઞ નાસ્તિક માંસ-લંપટ કુશાસ્ત્રોને રચનારાઓએ ધીઠાઈથી માંસ ભક્ષણ કરવાનું કહેલું છું તેના કરતાં બીજો કોઈ નિર્લજ્જ નથી કે જે નરકાગ્નિમાં ઈન્ધન થનારા પોતાના માંસને પારકા માંસથી પોષણ કરવાની ઈચ્છા કરે. ખરેખર હજુ તો ભૂંડ ઘણો સારો ગણાય કે, જે મનુષ્યની વિષ્ટાથી પોતાની કાયાને પુષ્ટ કરે છે. પરંતુ પ્રાણિઘાત કરીને તેના માંસથી પોતાનું અંગ વધારનાર નિર્દય માણસ સારો નથી. જેઓએ મનુષ્યોને બાકી રાખી બાકીના સર્વ જંતુઓના માંસને ભક્ષ્ય જણાવેલું છે. તેમાં મને એમ શંકા થાય છે કે, તેમાં તેને પોતાના વધનો ભય લાગ્યો હોય, મનુષ્ય માંસ અને પશુમાંસમાં જે તફાવત માનતો નથી, તેના જેવો કોઈ અધાર્મિક નથી અને તેના જેવો કોઈ મોટો પાપી નથી. મનુષ્યનાં વીર્ય અને સ્ત્રીના રુધિરથી ઉત્પન્ન થએલું. વિષ્ટાના રસથઈ વૃદ્ધિ પામેલું. થીજેલા લોહીવાળું માંસ કીડા સિવાય કોણ ખાય ? અહો ! ખેદ અને આશ્ચર્યની વાત છે કે બ્રાહ્મણો-દ્વિજાતિઓ શૌચમૂલ ધર્મ કહે છે, છતાં તે અધમો સાત ધાતુઓથી ઉત્પન્ન થએલા માંસને ખાય છે. ઘાસ ખાનારા એવા જે પશુઓ તેમને માંસ અને અન્ન સમાન છે, તેઓને જીવિત આપનાર અમૃત અને મૃત્યુ આપનાર ઝેર સમાન છે. ‘સત્પુરુષોને ભાતની માફક પ્રાણીનું અંગ હોવાથી માંસ ભક્ષણ કરવા યોગ્ય છે ? એ પ્રમાણે જે અજ્ઞાની અને જડ પુરૂષો યુક્તિથી કહેનારા છે, તો પછી ગાયથી ઉત્પન્ન થનાર ગોમૂતરને તેઓ દૂધની માફક કેમ પીતા નથી ? ભાત વગેરેમાં પ્રાણીના અંગનું નિમિત્ત તે ભક્ષપણાનું કારણ નથી. પવિત્ર શંખો અને પ્રાણીના અંગસ્વરૂપ હાડકાદિક જેમ સરખા નથી. તેમ ભાત વગેરે ભક્ષ્ય અને માંસાદિક અભક્ષ્ય કહેલાં છે, જે પ્રાણીના અંગ માત્રથી માંસ અને ચોખા સમાન ગણાવનારા છે, તેઓ સ્ત્રીપણાની માતા અને પત્નીમાં સમાનતાની કલ્પના કેમ નથી કરતા ? એક પણ પંચેન્દ્રિય જીવ કારણે વધમાં કે તેના માંસ-ભક્ષણમાં જેવી રીતે નરક-ગમન જણાવેલું છે, તેમ ધાન્ય-ભોજન કરનારને નરક જણાવેલ નથી. રસ અને લોહીના વિકારને ઉત્પન્ન કરનાર ધાન્ય માંસ ન ગણાય તેથી માંસ ન ખાનારા અને ધાન્યનું ભોજન કરનારા પાપી નથી. ધાન્ય પકવવામાં જો કે પ્રાણીવધ થઈ જાય છે, પરંતુ, દેશવિરતિવાળા શ્રાવકોને તે એટલો અત્યંત બાધક નથી. માંસાહારીની ગતિ વિચારનાર અને ધાન્ય-ભોજનમાં સંતોષ માનનારા સંત પુરૂષો જૈનશાસન પામેલા ગૃહસ્થો હોવા છતાં પણ ઊંચા પ્રકારની સુર-સંપત્તિઓને પ્રાપ્ત કરે છે. II ૩૩॥ હવે ક્રમ પ્રમાણે આવતા માખણ ભક્ષણનો દોષ કહે છે—
૨૦૬
२०५ अन्तर्मुहूर्त्तात्परतः, सुसूक्ष्मा जन्तुराशयः
1
યંત્ર મૂર્ચ્છન્તિ તનાદ્ય, નવનીત વિવેિિમ ॥ રૂ૪ ॥
અર્થ : જેમાં એક અંતમુહુર્ત બાદ તુરત જ અતિ સૂક્ષ્મ એવા જીવોનાં ઢગલા ઉત્પન્ન થાય છે, તેવા માખણને વિવેકી પુરૂષોએ ન ખાવું ॥ ૩૪ ||
ટીકાર્થ : જેમાં બે ઘડીની અંદરના સમયમાં અતિ બારીક જંતુઓના સમૂહો ઉત્પન્ન થાય છે, તેવો માખણ વિવેકી પુરૂષોએ ભક્ષણ કરવું ન જોઈએ. ॥ ૩૪ ॥ એ જ વાત વિશેષ વિચારે છે– २०६ एकस्यापि हि जीवस्य, हिंसने किमघं भवेत् ।
जन्तुजातमयं तत्को, नवनीतं निषेवते ? ॥ ૧ ॥
અર્થ : એક જીવની હિંસા કેટલું બધું પાપ થાય ? તેથી જીવોના સમૂહથી ભરેલા માખણનું સેવન