________________
તૃતીય પ્રકાશ, શ્લો.૧૦-૧૭
૧૯૯
ટીકાર્થ : મદિરા-પાન કરનારો ભૂત-પ્રેતનો વળગાડ માફક વારંવાર અત્યંત નાચે કૂદે છે. મરી ગએલાના શોક માફક વારંવાર રુદન કરે છે અને દાહજ્વરની પીડાવાળાની માફક વારંવાર ભૂમિ ૫૨ આળોટે છે. । ૧૪ || તથા
१८६ विदधत्यङ्गशैथिल्यं ग्लपयन्तीन्द्रियाणि च
1
मूर्च्छामतुच्छां यच्छन्ती हाला हालाहलोपमा ॥ १५ ॥
અર્થ : હલાહલ ઝેર જેવી મદિરા અંગોને શિથિલ બનાવે છે. ઈન્દ્રિયોને નિર્બળ કરે છે અને પ્રબળ મૂર્છાને આપનારી છે. || ૧૫ ||
ટીકાર્થ : હલાહલ નામના ઝેરની ઉપમાવાળો દારૂ શરીરના અંગોની શિથિલતા કરનાર, આંખ વગેરે ઈન્દ્રિયોની કાર્યશક્તિને ઘટાડનાર, અતિશય મૂર્છા પમાડનાર થાય છે. ઝેર અને દારૂ બંનેને સર્વ વિશેષણો લાગુ પડે છે ॥ ૧૫ || તથા—
૮૭ વિવેજ: સંયમો જ્ઞાનં, સત્યં શૌર્ય, ત્યા ક્ષમા ।
मद्यात्प्रलीयते सर्वं तृण्यां वह्निकणादिव ॥ १६ ॥
1
અર્થ : જેમ અગ્નિના એક ટુકડાથી ઘાસનો ઢગલો બળી જાય છે, તેમ મિંદરાથી વિવેક, સંયમ, જ્ઞાન, સત્ય, શૌચ, દયા અને ક્ષમાદિ ગુણોનો નાશ થાય છે. ।। ૧૬ |
ટીકાર્થ : અગ્નિના એક માત્ર કણથી ઘાસની મોટી ગંજીઓ વિનાશ પામે, તેમ આદરવા લાયક અને છોડવા લાયક પદાર્થના જ્ઞાનરૂપ વિવેક, ઈન્દ્રિયોને વશ કરવા સ્વરૂપ સંયમ, સત્યવાણી, આચાર-શુદ્ધિરૂપ શૌચ, કરુણા, ક્ષમા, આ સર્વ ગુણો મદ્યપાન કરવાથી વિનાશ પામે છે. ।। ૧૬ |
१८८ दोषाणां कारणं मद्यं मद्यं कारणमापदाम् ।
"
रोगातुर इवापथ्यं तस्मान् मद्यं विवर्जयेत् ॥ १७ ॥
•
અર્થ : મદિરા દોષોનું કારણ છે અને આપત્તિઓનો મુખ્ય હેતુ છે. માટે રોગાતુર જેમ અપથ્યનો ત્યાગ કરે, તેમ મદિરાનો ત્યાગ કરવો જોઈએ ॥ ૧૭ ||
ટીકાર્થ : રોગી માણસ જેમ અપથ્ય ભોજનનો ત્યાગ કરે, તેમ ચોરી, પરદારાગમન આદિ દોષોને ઉત્પન્ન કરનાર મદીરાપાનનો ત્યાગ કરવો. મદિરા વ્યસની કયું અકાર્ય કરવામાં બાકી રાખે ? વળી તેના કારણે બીજાં પણ વધ-બંધન વગેરે સંકટો ઉત્પન્ન થાય છે. એમ સમજી કોઈ પણ પ્રકારે મદિરાપાનનો સર્વથા કાયમી ત્યાગ કરવો.
આને લગતા આંત૨ શ્લોકો કહે છે—
મદિરામાં તેના રસથી ઉત્પન્ન થનારા અનેક જંતુઓ હોય છે, માટે હિંસાના પાપથી ડરનારાઓ હિંસાના પાપથી બચવા માટે મદ્યપાન ન કરવું. અસત્ય બોલનારની માફક મદ્યપાન કરનાર સ્વચ્છંદતાથી રાજ્ય આપ્યું હોય, તેને નથી આપ્યું, ગ્રહણ કર્યું હોય, તેને ગ્રહણ નથી કર્યું, હોય તેને નથી કર્યું, એમ અવળું બોલે છે. મદ્યપાન કરનારો નિર્બુદ્ધિ વધ-બંધનાદિમાં નિર્ભય બની ઘરમાં કે બહાર, માર્ગમાં પરદ્રવ્યોને ખૂંચવીને ગ્રહણ કરે છે. બાલિકા, યુવતી, વૃદ્ધા, બ્રાહ્મણી કે ચાંડાલસ્ત્રીને કે ગમે તે પરસ્ત્રીને મદ્યપાનના ઉન્માદથી કદર્શિત તત્કાલ ભોગવે છે. મિંદરા પાન કરનાર પાપી નટની માફક બબડતો,