________________
યોગશાસ્ત્રનો ગુર્જરાનુવાદ
૨૦૦
ગાતો, આળોટતો, દોડતો, કોપ કરતો, ખુશ થતો, રોતો, હસતો, અભિમાન કરતો, નમન કરતો, ફુદડી ફરતો, ઉભો રહેતો, અનેક પ્રકારના નાટક કરે છે. સંભળાય છે કે, મદ્યપાનથી કૃષ્ણપુત્ર શાંબે આખા યદુકુલનો વિનાશ કર્યો અને પિતાની દ્વારિકા નગરીનો સર્વથા બાળીને વિનાશ કરાવ્યો. યમરાજા માફક જીવમાત્રનો કોળીયો કરનાર હંમેશા વારંવાર મદિરાપાન કરતો હોવા છતાં તેને તૃપ્તિ થતી નથી. અનન્ય મતવાળા પૌરાણિકો અને લૌકિકો પણ મદ્યપાનમાં ઘણા દોષો અન પરિહારપણું જણાવે છે કોઈક ઋષિને તપ તપતા દેખી ઈન્દ્રાસન જવાના ભયથી તે ઋષિને ક્ષોભ પમાડવા માટે ઈન્દ્રે તેની પાસે દેવાંગનાઓ મોકલી. તેના પાસે આવીને, તેઓએ તે ઋષિને વિનયથી સારી રીતે પ્રસન્ન કરીને, વરદાન આપવા સન્મુખ થયેલા તે ઋષિ માંસ અને અબ્રહ્મમાં કહ્યું કે, જો અમારી સાથે અબ્રહ્મ સેવન કરો અને ઈચ્છા હોય તો મઘ અને માંસનું સેવન કરો. નરકના બે કારણોની શુદ્ધિકરણ આલોચના કરી મદિરાનો સ્વીકાર કરી તે ભોગોમાં લપટાયો. મદથી ધર્મની મર્યાદા નાશ પામી એટલે વિષય-મદાંધે માંસ ખાવા માટે બકરાને હણીને સર્વ કુકૃત્યો કર્યા.
પાપનું મૂળ, નરકની કેડી, સર્વ આપત્તિનું સ્થાન, અપકીર્તિ કરાવનાર દુર્જનો વડે સેવવા યોગ્ય, ગુણીઓથી નિંદિત એવું મઘ હંમેશા શ્રાવકે વર્જવું. ॥ ૧૭ || હવે માંસના દોષો જણાવે છે માંસના દોષો
१८९ चिखादिषति यो मांसं प्राणिप्राणापहारतः ।
"
उन्मूलयत्यसौ मूलं, दयाऽख्यधर्मशाखिनः
॥ ૧૮ ॥
અર્થ : જે પુરૂષ પ્રાણીના પ્રાણોનાં નાશ કરીને માંસનું ભક્ષણ કરવા ઈચ્છે છે, તે ધર્મવૃક્ષના દયા નામના મૂળને જ ઉખેડી નાંખે છે || ૧૮ ॥
ટીકાર્થ : પ્રાણીના પ્રાણનો નાશ કર્યા વગર માંસ મળવાનો સંભવ નથી અને એવા પ્રકારના માંસને ખાવાની અભિલાષા જે કરે છે, તે ધર્મવૃક્ષના દયા નામના મૂળને ઉખેડી નાંખે છે. II ૧૮ ॥
માંસ ખાવાની ઈચ્છા કરનાર પણ પ્રાણીઓની દયા કરશે—એમ કહેનારને સમજાવે છે—– १९० अशनीयन् सदा मांसं दयां यो हि चिकीर्षति ।
"
ज्वलति ज्वलने वल्लीं, स रोपयितुमिच्छति ॥ १९ ॥
અર્થ : હંમેશા માંસને ખાનાર જે (પાપી માણસ) દયા કરવાને ઈચ્છે છે. તે બળતા અગ્નિમાં વેલડીને ઉગાડવા જેવું ઈચ્છનારો છે. II ૧૯ ||
ટીકાર્થ : હંમેશા માંસ ખાવાનું કાર્ય ચાલુ રાખે અને વળી દયાની ઈચ્છા રાખે, તે સળગતા અગ્નિમાં વેલડી રોપવાની ઈચ્છા જેવું છે, એટલે કે માંસભક્ષીઓએ દયા કરવી અશક્ય છે. | ૧૯ ||
શંકા કરે છે કે, પ્રાણી ઘાતક બીજો અને માંસભક્ષક બીજો છે, તો પછી માંસભક્ષકને પ્રાણીના પ્રાણ અપહરણનું પાપ કેવી રીતે લાગે ? તેના જવાબમાં જણાવે છે કે, ભક્ષક પણ ઘાતક છે જ, તે વાત જણાવે છે—
१९१ हन्ता पलस्य विक्रेता, संस्कर्ता भक्षकस्तथा ।
क्रेता ऽनुमन्ता दाता च घातका एवं यन्मुनुः ॥ २० ॥