________________
૧૯૮
યોગશાસ્ત્રનો ગુર્જરાનુવાદ
તથા
१८१ न जानाति परं स्वं वा, मद्याच्चलितचेतनः ।
- સ્વામીતિ વરવ: વં, સ્વામિનું નિરીતિ ૨૦ | અર્થ : મદિરાથી ચલચિત્ત થયેલો પુરૂષ સ્વ-પરનો ભેદ પણ જાણતો નથી. ગરીબડો તે પોતાને સ્વામી માને છે અને પોતાના સ્વામી સાથે નોકર જેવો વ્યવહાર કરે છે || ૧૦ ||
ટીકાર્થ : મદ્ય-પાન કરવાથી અવ્યવસ્થિત ચિત્તવાળો પોતાને કે બીજાને ઓળખી શકતો નથી. બિચારો રાંકડો પોતાને શેઠ માને છે અને શેઠને સેવક માની કામ કરવાની આજ્ઞા કરે છે. ચૈતન્ય-હીન બનેલો હોવાથી અનુકંપા કરવા લાયક હોવાથી વરાક અર્થાત બિચારો-રાંકડો એવું વિશેષણ વાપર્યું. || ૧૦ || તથા१८२ मद्यपस्य शबस्येव लुठितस्य चतुष्पथे ।
मूत्रयन्ति मुखे श्वानो, व्यात्ते विवरशङ्कया ॥ ११ ॥ અર્થ : કૂતરો શબની માફક ચોટામાં આળોટતાં દારૂડિયા પુરૂષના પહોળા કરેલા મોઢામાં ખાડાની શંકાથી મૂત્ર કરે છે / ૧૧
१८३ मद्यपानरसे मग्नो-नग्नः स्वपिति चत्वरे ।।
__गूढं च स्वमभिप्रायं प्रकाशयति लीलया ॥ १२ ॥ અર્થ : મદિરાપાનના સ્વાદમાં લીન બનેલો ચોટામાં નગ્ન થઈને સૂઈ જાય છે અને પોતાના ગુપ્ત અભિપ્રાયને પણ રમત માત્રમાં પ્રગટ કરે છે. || ૧૨ //.
ટીકાર્થ: મદિરા-વ્યસની માણસ બજાર વચ્ચે પણ પોતાના કપડાનું ભાન રાખી શકતો નથી. નાગો થઈને સૂવે છે, એટલું જ નહિ, પરંતુ રાજદ્રોહાદિક ગુના કર્યા હોય, તો તે બંધન, તાડન વગેરે પણ સહેલાઈથી કહી નાંખે છે. | ૧૨ // તથા
१८४ वारूणीपानतो यान्ति, कान्तिकीर्तिमतिश्रियः ।
विचित्राश्चित्ररचना, विलुठत्कज्जलादिव ॥ १३ ॥ અર્થ : જેમ ઢોળાયેલાં કાજળથી વિવિધ ચિત્રોની રચના નાશ પામે છે, તેમ મદિરા પાનથી કાંતિ કીર્તિ, બુદ્ધિ અને લક્ષ્મીનો નાશ થાય છે. જે ૧૩
ટીકાર્થ : સુંદર કળામય ચિત્રામણની રચના જેમ કાજળથી વિનાશ પામે છે, તેમ મદિરાપાનથી શરીરનું તેજ, યશ, તત્કાલ જવાબ આપવાની બુદ્ધિ અને સંપત્તિઓ દૂર થાય છે. | ૧૩ // તથા–
१८५ भूतात्तवन्नरीनति, रारटीति सशोकवत् ।
તાદિક્વાર્તકૂળ, સુરાપો નોનુદીતિ ત્ર | ૪ અર્થ : દારૂડિયો મનુષ્ય ભૂતાધીન જીવની જેમ અત્યંત નાચે છે, શોકાકુળ પુરૂષની માફક બૂમાબૂમ કરે છે અને દાહજ્વરથી પીડિત મનુષ્યની જેમ જમીન ઉપર આળોટે છે | ૧૪ ||