________________
તૃતીય પ્રકાશ, શ્લો.૧૮-૨૩
૨૦૧ **
અર્થ : શસ્ત્રાદિથી જીવોને હણનારો, માંસને વેચનાર, માંસનો પકાવનાર, માંસ ખાનાર, માંસને ખરીદનાર, માંસભક્ષણની અનુમોદના કરનાર અને મહેમાનને માંસ આપનાર આ બધા જ શાસ્ત્રમાં ઘાતકો કહ્યાં છે. | ૨૦ ||
ટીકાર્ય : શસ્ત્રાદિકથી પ્રાણ હરણ કરનાર, માંસ વેચનાર, માંસની વાનગી બનાવનાર, માંસ ખાનાર, ખરીદ કરનાર, તેની અનુમોદના કરનાર, અતિથિ આદિકને માંસ આપનાર આ સર્વે સીધા કે આડકતરા સાક્ષાત્ કે પરંપરાએ પ્રાણીના પ્રાણોનું હરણ કરનાર હિંસક જ છે. એમ મનુમુનિએ કહેલ છે. || ૨૦ || કહેલું જ સિદ્ધ કરે છે—
१९२ अनुमन्ता विशसिता निहन्ता क्रयविक्रयी संस्कर्ता चोपहर्ता च, સ્વાશ્રુતિ ધાતાઃ
1
॥ ૨ ॥
(મનુ સ્મૃ. ૫/૫૧)
અર્થ : “જીવ ઘાતકની અનુમોદના ક૨ના૨, અંગોનો વિભાગ કરનાર, જીવોને હણનાર, માંસને વેચના૨-ખરીદનાર, માંસને પકાવનાર, બીજાને માંસ આપનાર અને માંસનુ ભક્ષણ કરનાર, આ બધા જ હિંસક છે” | ૨૧ ॥
ટીકાર્થ : હણનારની અનુમોદના કરનાર અંગના વિભાગ કરનાર, મારનાર, લેનાર, વેચનાર, માંસ પકાવનાર, પીરસનાર, ખાનાર આ સર્વે ઘાતકો છે. | ૨૧ ||
તેના અનુસંધાનમાં બીજો શ્લોક કહે છે—
१९३ “नाऽकृत्वा प्राणिनां हिंसा, मांसमुत्पद्यते क्वचित् ।
ન ચ પ્રાળિવધ: સ્વયં-સ્તસ્માત્માંસ, વિવર્નયેત્” ॥ ૨૨ ॥
(મનુ સ્મૃ. ૫/૪૮)
અર્થ : વળી, પ્રાણીઓની હિંસા વગ૨ માંસ ક્યારેય ઉત્પન્ન થતું નથી. તેમજ પ્રાણીવધ સ્વર્ગ આપનાર નથી, તેથી માંસનો ત્યાગ કરવો. ૨૨ ||
ટીકાર્થ : અતિશય દુઃખ આપનારી હિંસા કર્યા વગર, પ્રાણીનો ઘાત કર્યા વગર માંસ ઉત્પન્ન થઈ શકતું નથી. તેમજ પ્રાણીવધ સ્વર્ગ આપનાર થતો નથી, પણ નરકના દુઃખનું કારણ છે, માટે માંસનો ત્યાગ કરવો ॥ ૨૨ ॥
હવે બીજાનો ત્યાગ કરી માંસ-ભક્ષણ કરનાર જ વધકાર છે, તેની સાબિતી કરતા કહે છે– १९४ ये भक्षयन्त्यन्यपलं, स्वकीयपलपुष्टये 1
त एव घातका यन्न वधको भक्षकं विना ॥ २३ ॥
અર્થ : જે પાપીઓ પોતાના માંસની પુષ્ટિ માટે બીજાના માંસનો આહાર કરે છે, તેઓ જ ખરા હિંસક છે, કેમ કે ખાનાર વિના વધ કરનાર હોતો નથી. II ૨૩ ||
ટીકાર્થ : પોતાના માંસની પુષ્ટિ માટે જેઓ બીજાનું માંસ ખાય છે, તે જ ખરેખર પરમાર્થથી ઘાતકો છે, નહિં કે હણનાર, લેનાર, વેચનાર, કારણકે ભક્ષણ કરનાર વિના વધ કરનાર હોતા નથી તેથી