________________
૧૯૨
યોગશાસ્ત્રનો ગુર્જરનુવાદ
એક દિવસ શ્રેણિકે તેને કહ્યું, હે વત્સ ! હવે આ રાજ્ય તું ગ્રહણ કર, જેથી હું હંમેશા શ્રીવીર ભગવંતની સેવા કરું પિતાની આજ્ઞાના ભંગ અને સંસાર બંનેના ભીરું એવા અભયે કહ્યું કે, આપે આજ્ઞા સુંદર કરી છે, પરંતુ થોડો સમય રોકાઈ જાવ. આ બાજુ વીર ભગવંત ઉદાયન રાજાને દીક્ષા આપીને મરૂભૂમિથી રાજગૃહમાં આવી સમવસર્યા. ત્યાં જઈને અભયે નમસ્કાર કરી ચરમ જિનેશ્વરને પૂછ્યું કે, છેલ્લા રાજર્ષિ કોણ ? તેના ઉત્તરમાં પ્રભુએ “ઉદાયનને છેલ્લાં રાજર્ષિ જણાવ્યા. તરત શ્રેણિક પાસે જઈને કહ્યું કે, જો હું રાજા થાઉં તો ઋષિ ન થાઉં, કારણ કે શ્રીવીર ભગવંતે છેલ્લા રાજર્ષિ તો ઉદાયનને જણાવેલ છે. વળી શ્રીવીર ભગવંત સરખા સ્વામીને પ્રાપ્ત કરીને તમારા સરખાના પુત્ર થઈને જો હું નામથી અભય છું. પરંતુ હવે ભવથી અત્યંત ભયવાળો બન્યો છું. માટે મને રજા આપો, જેથી ભુવનને અભય આપનાર એવા વીર ભગવંતનો આશ્રય કરું. અભિમાન સુખના કારણભૂત એવા રાજ્યથી મને સર્યું. કારણ કે મહર્ષિઓ સંતોષસારવાળાં હોય તેને જ સુખ કહે છે, આગ્રહથી ગ્રહણ કરાવે છે, તો પણ
જ્યારે તેણે રાજ્ય ન ગ્રહણ કર્યું, ત્યારે શ્રેણિકે હર્ષથી દીક્ષા લેવાની અનુમતિ આપી. તણખલા માફક રાજ્યનો ત્યાગ કરી સંતોષ-સુખને ભજનારા તેણે ચરમ તીર્થકર મહાવીર પરમાત્માના ચરણ-કમળમાં દીક્ષા અંગીકાર કરી સુખ આપનાર સંતોષને ધારણ કરનાર અભય મૃત્યુ પામી સર્વાર્થસિદ્ધ નામના દેવલોકમાં ગયા. આ પ્રમાણે સંતોષ-સુખનું અવલંબન કરનાર બીજો મનુષ્ય પણ તેવા ઉત્તરોત્તર સુખની પ્રાપ્તિ કરે છે. એ પ્રમાણે અભયકુમાર રાજર્ષિની કથા ! ૧૧૪ | ચાલુ અધિકારવાળા સંતોષની જ સ્તુતિ કરે છે – १७१ सन्निधौ निधयस्तस्य, कामगव्यनुगामिनी ।
अमराः किङ्करायन्ते सन्तोषो यस्य भूषणम् ॥ ११५ ॥ અર્થ : જે આત્મા પાસે સંતોષરૂપ અલંકાર છે. તે આત્માને નવનિધિઓ નજીકમાં રહે છે કામધેનુ તેને અનુસરે છે અને દેવો પણ તેનો દાસ બને છે || ૧૧૫ /
ટીકાર્થ : જેનું હૃદય-કમલ સંતોષ આભૂષણથી અલંકૃત હોય, એને મહાપદ્માદિક નવ નિધિઓ સાંનિધ્ય કરે છે, કામધેનુ ગાય અનુસરનારી થાય છે, દેવો પણ સેવક માફક હાજરા હજુર સેવામાં ખડે પગે ઉભા રહે છે તે આ પ્રમાણે– સંતોષવાળા મુનિઓ શમના પ્રભાવથી તણખલાના અગ્રભાગથી પણ રત્નઢગલાને વરસાવે છે. ઈચ્છા પ્રમાણે ફળ આપનાર થાય છે અને દેવતાઓ પણ તેની હું પ્રથમ સેવા કરું. હું પ્રથમ સેવા કરું' એવી હરીફાઈ કરે છે. આ વિષયમાં કંઈ શંકા નથી.
આ વિષયને લગતા શ્લોકો કહે છે–
ધન, ધાન્ય, સુવર્ણ, રૂપું, બીજી ધાતુઓ ખેતર, મકાન બે પગવાળા મનુષ્યો અને ચાર પગવાળા પશુ એમ નવ પ્રકારનો બાહ્ય પરિગ્રહ હોય છે. રાગ, દ્વેષ, ચાર, કષાયો, શોક, હાસ્ય, રતિ, અરતિ, ભય, જુગુપ્સા, વેદ અને મિથ્યાત્વ એમ ચઉદ અત્યંતર પરિગ્રહ કહેલા છે. વરસાદ, ઉંદર, હડકાયા કૂતરા, ઝેરથી થએલા ઉપદ્રવોની માફક બાહ્ય પરિગ્રહથી ઘણે ભાગે અત્યંતર કષાયો. કોપાયમાન થાય છે. જેના મૂળ ઊંડા ગયાં હોય અને સ્થિર બની ગયાં હોય એવા વૈરાગ્ય આદિ મહાવૃક્ષોને પણ પરિગ્રહરૂપી મહાવાય મૂળમાંથી ઉખેડી નાંખે છે. પરિગ્રહ ઉપર બેસીને જે મોક્ષની અભિલાષા રાખે છે. ખરેખર લોહની નાવમાં બેસી સમુદ્ર તરવાની અભિલાષા કરે છે. ઇંધણથી જેમ અગ્નિ ઉત્પન્ન થાય છે. તેમ પુરુષોને ધર્મના ધ્વંસ કરવાના કારણો પણ બાહ્ય પરિગ્રહોથી ઉત્પન્ન થાય છે. જે નિર્બળ મનુષ્ય