________________
૧૯૧
દ્વિતીય પ્રકાશ, શ્લો.૧૧૪ ત્યારે રોષવાળી બંને દૂતિકા તરફ કંઈક અનાદર બતાવ્યો. ત્રીજા દિવસે પણ નિર્વેદથી આવીને દૂતિકાએ યાચના કરી, ત્યારે તે બંનેએ કહ્યું કે સદાચારવાળા અમારો ભાઈ અમારું રક્ષણ કરે છે.આજથી સાત દિવસ પછી તે બહાર ગયો હશે, ત્યારે ગુપ્ત રીતે રાજા અહિં આવશે, તો સમાગમ થશે. ત્યાર પછી અભયકુમારે પ્રદ્યોતના રૂપ સરખા પોતાના એક પુરૂષને ગાંડો બનાવ્યો અને તેનું નામ પણ “પ્રદ્યોત' રાખ્યું. અરે ! મારો ભાઈ મને આમતેમ ભમાવ્યા કરે છે. અરેરે ! મારે એનું રક્ષણ કેવી રીતે કરવું ? એમ લોકોને કહેવા લાગ્યો. હવે અભયકુમારે તેને માંચા પર સુવરાવી રોગથી પીડાતો હોય તેમ વૈદ્યના ઘરે લઈ જવાના બાનાથી દરરોજ બહાર લઈ જાય છે, એ ગાંડાને જ્યારે ચૌટેથી લઈ જાય છે, ત્યારે બરાડા પાડતો અને આંસુ પાડી રડતો તે કહે છે, “અરે ! હું પ્રદ્યોત છું. મારું હરણ થાય છે.” એમ બરાબર સાતમે દિવસે ગુપ્તપણે કામાંધ હાથી જેવો એકલો રાજા ત્યાં આવ્યો અને અભયના માણસોએ એને બાંધ્યો. “હું આને વૈદ્યને ત્યાં લઈ જાઉં છું.” એમ બોલતા અભયે પલંગ સાથે નગરમાં દિવસે તે બૂમ પાડતો હતો. તે સ્થિતિમાં તેનું હરણ કર્યું. કોશ કોશ પર આગળથી ગોઠવણ કર્યા પ્રમાણે સારા અશ્વોથી જોડાએલા રથોથી નિર્ભય અભય પ્રદ્યોત રાજાને રાજગૃહે લાવ્યો. ત્યાર પછી અભય તેને શ્રેણિક પાસે લઈ ગયો. એટલે શ્રેણિકરાજા તરવાર ખેંચીને તેના તરફ દોડ્યા. એટલે અભયકુમારે શ્રેણિક રાજાને સમજાવ્યા એટલે સન્માન કરી વસ્ત્ર, આભૂષણ આપી હર્ષથી પ્રદ્યોતરાજાને છોડી દીધા.
કોઈક સમયે સુધર્માસ્વામી ગણધરભગવંત પાસે કોઈક વૈરાગી કઠિયારાએ દીક્ષા લીધી. તે જ્યારે નગરમાં વિચરતો હતો, ત્યારે તેની પૂર્વાવસ્થા યાદ કરતા નગર-લોકો તેને પગલે પગલે તિરસ્કારતા, ઠઠ્ઠામશ્કરી કરતા અને નિંદા કરતા હતા ત્યારે તેણે સુધર્માસ્વામીને વિનંતી કરી કે , અહીં હું અવજ્ઞા સહન કરી શકતો ન હોવાથી બીજા સ્થાને વિચરું. હવે આ કારણે સુધર્માસ્વામી બીજી જગ્યાએ વિહાર કરવાની તૈયારી કરતા હતા. ત્યારે અભયે પૂછતાં ગણધર ભગવંતે વિહારનું કારણ જણાવ્યું. ત્યારે અભયકુમારે પ્રણામ કરી વિનંતી કરી કે એક દિવસ વધારે રાહ જોવા કૃપા કરો, ત્યાર પછી આપને જે યોગ્ય લાગે તે કરશો. અભયકુમારે પણ રાજભંડારમાંથી ક્રોડ ક્રોડની કિંમતવાળા ત્રણ રત્નના ઢગલા બહાર બજારમાં ગોઠવ્યા અને ત્યાર પછી પડદો વગડાવી એવી ઉઘોષણા કરાવી કે હે લોકો ! આ રત્નઢગલાઓ માટે દાનમાં આપવાના છે, ? ત્યારે સર્વ લોકો ત્યાં આવ્યા એટલે અભયે તેમને કહ્યું કે, “જલ, અગ્નિ અને સ્ત્રીનો ત્યાગ કરનાર હોય, તેને આ રત્ન ઢગલો આપવો છે?' ત્યારે તેઓએ કહ્યું કે, “હે સ્વામી ! આ ત્યાગ કરનાર હોય, તેને આ રત્ન ઢગલો આપવો છે ત્યારે તેઓ કહ્યું કે, “હે સ્વામી ! આ ત્યાગ કરવો ઘણો મુશ્કેલ છે. આ લોકોત્તર ત્યાગ કરવા કોણ સમર્થ છે ?' આ પ્રમાણે જ્યારે તેઓ બોલ્યા ત્યારે અભયે તેમને કહ્યું કે જો તમે કોઈ તેવા નથી, તો પછી આ ત્રણ કોટીના રત્નો જલ, અગ્નિ,
સ્ત્રી, છોડનાર કાષ્ઠ કાપનાર કઠીયારા મહામુનિના થાઓ. આવા પ્રકારના આ સાધુ દાન માટે સુપાત્ર છે, એની તમો નકામી મશ્કરી શા માટે કરો છો ? એમ કહી અભયકુમારે લોકોને સમજાવ્યા કે “હવેથી તમારે તેનો તિરસ્કાર અવગણના કે હાસ્યાદિક ન કરવા. આ પ્રમાણે આજ્ઞા કરાએલા લોકો તેનું વચન સ્વીકારી પોતપોતાના સ્થાનકે ગયા. આ પ્રમાણે બુદ્ધિનો મહાસમુદ્ર, પિતૃભક્તિમાં તત્પર, નિસ્પૃહતાવાળો. ધર્મ તરફ અનુરાગવાળો અભયકુમાર પિતાના રાજ્યનું શાસન પ્રવર્તાવતો હતો. જે પોતે ધર્મમાં પ્રવર્તતો હોય, તે પ્રજાને પણ રાજ્ય-કારભારમાં રાજાને નિશ્ચિત કર્યો. તેવી રીતે તે બાર વતવાળા શ્રાવક-ધર્મમાં પણ અપ્રમત્ત માનસવાળો બન્યો.જેવી રીતે તેણે દુર્જય એવા બહારના શત્રુઓને જિત્યા, તેવી રીતે બંને લોકને સાધનાર તેણે અંતરંગ શત્રુઓને પણ જિત્યા.