________________
દ્વિતીય પ્રકાશ, શ્લો.૭૩
૧૪૯
❖❖
શ્રદ્ધાપૂર્વક તમારા વચનરૂપ અમૃતનું કર્ણાંજલિપુટથી હંમેશા પાન કરે, હું તો કેવો પાપી ! કે તમારું વચન ન સાંભળવાની ઈચ્છાવાળો કાન ઢાંકીને સ્થાન ઉલ્લંઘી ગયો. એક વખત અનિચ્છાએ પણ તમારું એક વચન મેં સાંભળ્યું. તો મંત્રાક્ષરના પ્રભાવથી જ હું રાજ-રાક્ષસથી બચી ગયો, હે નાથ ! જેવી રીતે મરણથી મારું રક્ષણ કર્યું તેવી રીતે હે જગતના સ્વામી ! સંસાર-સાગરના આવર્તમાં ડૂબી રહેલા મને બચાવો ત્યારે પછી તેની અનુકંપાથી પ્રભુએ નિર્વાણપદને આપનારી નિર્મલ સાધુધર્મની દેશના કરી. ત્યાર પછી પ્રતિબોધ પામેલો પ્રણામ કરતો ઐહિણેય આ પ્રમાણે બોલ્યો, ‘હે પ્રભુ ! હું યતિધર્મને યોગ્ય છું કે કેમ ? તે આપ કહો ? ભગવંતે કહ્યું કે, ‘તું યોગ્ય છું' તો હે વિભુ ! હું વ્રત અંગીકાર કરીશ. વચમાં શ્રેણિકે કહ્યું કે, મારે તને કંઈક કહેવું છે, એમ કહીને ચોરને કહ્યું. કોઈ પણ ચિંતા કર્યા વગર અને શંકા રાખ્યા વગર તારે પોતાની જે હકીકત કહેવી હોય તે કહે. એ પ્રમાણે રાજાએ કહ્યું. ત્યારે લોહખુરના પુત્ર રૌહિણેય કહ્યું કે, ‘હે દેવ ! લોકો પાસેથી તમોએ જેને સાંભળ્યો છે, તે જ તમારા નગરમાં ચોરી કરનાર હું રૌહિણેય ચોર છું.' નદી જેમ નાવડીથી તેમ દુઃખે કરી લંઘન કરી શકાય તેવી અભયકુમારની બુદ્ધિ મેં ભગવંતના એક વચનથી ઉલ્લંઘન કરી, ‘હે રાજ્યના સૂર્ય ! આ નગરમાં મેં જ સર્વ ચોરી કરેલી છે. બીજા કોઈ ચોરની ગવેષણા કરશો નહીં. કોઈને પણ મારી સાથે મોકલો, જેથી ચોરેલી સર્વ વસ્તુઓ બતાવી દઉં અને પછી પ્રવજ્યા ગ્રહણ કરીને મારો જન્મ સફલ કરું.'
પછી શ્રેણિકની આજ્ઞાથી અભયકુમાર પોતે અને નગરલોકો કૌતુકથી તે ચોર સાથે ગયા. ત્યાર પછી તેણે પર્વત, નદી, વનઝાડી, સ્મશાન વગેરે સ્થળમાં દાટેલું તે ધન અભયકુમારને બતાવ્યું. અભયે પણ જે જે ધન જેનું હતું. તે તેને અર્પણ કર્યું. નિર્લોભી અને નીતિ જાણનારા મંત્રીઓની સ્થિતિ બીજી હોતી નથી. પોતાના સંબંધી મનુષ્યોને પરમાર્થ કહીને, તથા પ્રતિબોધ કરીને શ્રદ્ધાવાળો રૌહિણેય ભગવંત પાસે આવ્યો ત્યાર પછી શ્રેણિક રાજાએ તેનો દીક્ષા-મહોત્સવ કર્યો અને શ્રી વીરભગવંતના ચરણકમળમાં તેણે દીક્ષા અંગીકાર કરી. દીક્ષા લીધા પછી એક ઉપવાસથી માંડી છ મહિના સુધીના નિર્મળ તપઃકર્મ કર્મનો ઉચ્છેદ કરવા માટે આરંભ્યા. તપસ્યાથી શરીર કૃશ ક૨ીને ભાવ સંલેખના આરાધી શ્રીવીરભગવંતને પૂછી પર્વત પર પાદપોપગમન નામનું અનશન કર્યું. શુભ ધ્યાન કરતાં, પંચપરમેષ્ટિ-નમસ્કારનું સ્મરણ કરતાં રૌહિણેય મહામુનિ દેહનો ત્યાગ કરી સ્વર્ગમાં ગયા. ચોરીથી નિવૃત્ત થયેલો ઐહિણેયની માફક ટૂંકાકાળમાં સ્વર્ગ મેળવે છે માટે બુદ્ધિશાળી પુરુષ કોઈ પ્રકારે બંને લોક બગાડનાર ચોરી ન કરે. એ પ્રમાણે રૌહિણેય કથા— કહી || ૭૨ ||
ચોરીના અતિચારો ત્યાગ કરવા માટે કહે છે–
१२९ दूरे परस्य सर्वस्वमपहर्तुमुपक्रमः
'
उपाददीत नादत्तं तृणमात्रमपि क्वचित्
॥ ૭૩ ॥
અર્થ : અન્યના સર્વસ્વ (સઘળી વસ્તુઓ) ને ગ્રહણ કરવાનો પ્રયાસ તો દૂર રહો, પરંતુ નહીં આપેલી તૃણ જેવી વસ્તુને પણ લેવી નહિ. | ૭૩ ||
ટીકાર્થ : પારકાના ધન વગેરે સર્વસ્વ હરણ કરવાની વાત તો દૂર રહી પરંતુ વગર આપેલ તણખલું પણ ગ્રહણ ન કરવું. તે માટે પ્રયત્ન કરવો. ॥ ૭૩
ચોરીથી વિરમેલાઓને બે શ્લોકથી ફળ બતાવે છે—