________________
૧૭૮
१६३ परिग्रहमहत्त्वाद्धि मज्जत्येव भवाऽम्बुधौ
યોગશાસ્ત્રનો ગુર્જરાનુવાદ
1
महापोत इव प्राणी, त्यजेत्तस्मात् परिग्रहम् ॥ १०७ ॥
અર્થ : આત્મા પરિગ્રહના ભારથી જ મોટા જહાજની જેમ ભવસમુદ્રમાં ડુબી જાય છે, તેથી પરિગ્રહનો ત્યાગ કરવો. ॥ ૧૦૭ ||
ટીકાર્થ : વધારે ભારવાળું વહાણ જેમ સમુદ્રમા ડૂબી જાયછે. તેમ પરિગ્રહની અધિકતાથી પ્રાણી ભવસમુદ્રમાં નક્કી ડૂબી જાય છે. જેમ અમર્યાદિત ધન-ધાન્યાદિકના ભારથી ભરેલું વહાણ સમુદ્રમાં ડૂબી જાય, તેમ જીવ પણ અમર્યાદિત ધન, ધાન્ય, ઘર, દુકાન, જમીન, ખેતર આદિની અધિકતાથી ગજા ઉપરાંતના પરિગ્રહના ભારથી નકાદિક દુર્ગતિમાં ડૂબી જાય છે. કહેલું છે કેઃ “મહાઆરંભ, મહાપરિગ્રહ, માંસાહાર અને પંચેન્દ્રિય જીવોના વધ ક૨વાથી જીવો ના૨કાયુ ઉપાર્જન કરે છે.” વન્દ્વારમ પદ્મિહત્વ ધ નારીચાયુષ: (તત્ત્વાર્થ ૬/૧૬) બહુ આરંભ, બહુ પરિગ્રહથી નારકનું આયુષ્ય બંધાય છે. આ પ્રમાણે હોવાથી ધન ધાન્યાદિ સ્વરૂપ પરિગ્રહનું મૂર્છાના ત્યાગ કરવા રૂપ નિયંત્રણ કરે અર્થાત્ વગર જરૂરિયાતવાળા પરિમાણથી અધિક પરિગ્રહનો ત્યાગ કરે. ॥ ૧૦૭ ||
સામાન્યથી પરિગ્રહના દોષો જણાવે છે—
१६४ त्रसरेणुसमोऽप्यत्र, न गुणः कोऽपि विद्यते 1
दोषास्तु पर्वतस्थूलाः प्रादुष्यन्ति परिग्रहे ॥ ૧૦૮ ॥
અર્થ : પરિગ્રહમાં સૂર્યના કિરણો વચ્ચે ઉડતા બારીક રજ-પરમાણુ જેટલા પ્રમાણવાળો કોઈ પણ ગુણ નથી, પરંતુ પરિગ્રહમાં પર્વત જેવડા મોટા દોષો તો ઉત્પન્ન થાય જ છે. || ૧૦૮
ટીકાર્થ : પરિગ્રહથી ઘરમાં જાળીની અંદરથી આવતા સૂર્યકિરણોમાં જણાતા ઘણા બારીક અસ્થિર રજકણો હોય તેટલો પણ કોઈ લાભ થતો નથી. પરિગ્રહના બલથી પરભવમાં પણ કોઈ પુરુષાર્થની સિદ્ધિ થતી નથી. ભોગ-ઉપભોગાદિ કરવામાં આવે છે, તે ગુણ નથી, ઉલટું તેની આસક્તિથી નુકશાન જ થાય છે. જે વળી, જિનભવન, ઉપાશ્રયાદિક કરાવવા રૂપ પરિગ્રહનો ગુણશાસ્ત્રમાં વર્ણવેલો છે તે ગુણ નથી પરંતુ તેનો પરિગ્રહ હોય તે તો સારા ક્ષેત્રમાં વ્યય કરી નાખી પરિગ્રહ બુદ્ધિ ઘટાડવી. પરંતુ જિનભવનાદિક બંધાવા માટે પરિગ્રહ ધારણ કરવાનો આશય કલ્યાણકારી નથી. કહેલું છે કેઃ— “ધર્મકાર્ય માટે જેઓ ધનની ઈચ્છા રાખે છે, તેના કરતા તેવી ઈચ્છા ન રાખવી તે વધારે સારી છે. કાદવમાં પગ ખરડીને સાફ કરવો. તેના કરતાં દૂરથી સ્પર્શ જ ન કરવો તે વધારે સારી છે. કાદવમાં પગ ખરડીને સાફ કરવો, તેના કરતા દૂરથી સ્પર્શ ન કરવો તે વધારે સુંદર છે તથા સુવર્ણ મણિરત્નના પગથિયાવાળું તેવા હજારો થાંભલાવાળું સુવર્ણ ભૂમિતલયુક્ત જે કોઈ જિનમંદિર બંધાવે, તેના કરતાં પણ તપ, સંયમ ‘અધિક છે. (ઉ માલા. ૪૯૪) બીજી રીતે કહેતાં જણાવે છે કે, પરિગ્રહ રાખવામાં આગળ જણાવીશું તેવા પર્વત જેવડા મોટાં દોષો ઉત્પન્ન થાય છે. પર્વત જેવા મોટા દોષો કહ્યા, તેને વિસ્તારથી સમજાવે છે ।। ૧૦૮ १६५ सङ्गाद्भवन्त्यसन्तोऽपि रागद्वेषादयो द्विषः I मुनेरपि चलेच्चेतो यत्तेनान्दोलितात्मनः
॥ ૧ ॥
અર્થ : પરિગ્રહના સંગથી અવિદ્યમાન એવા રાગ-દ્વેષાદિ દોષો પ્રગટ થાય છે તથા તે પરિગ્રહના