________________
દ્વિતીય પ્રકાશ, શ્લો.૧૦૭-૧૧૧
૧૭૯ યોગેસ્થિર બનેલા મુનિનું મન પણ ચલિત થાય છે. / ૧૦૯ /
ટીકાર્થ : પરિગ્રહના સંગથી ઉદયાવસ્થામાં ન આવેલા રાગ-દ્વેષાદિક શત્રુઓ ન હોવા છતાં પણ પ્રગટ થાય છે. તેના સંગવાળાને તેના સંબંધી રોગ ઉત્પન્ન થાય છે. તેમાં વિઘ્ન કરનાર કે નુકસાન કરનાર તરફ દ્વેષ, તેમ જ મોહ ભયાદિક, વધ-બંધનાદિક અને નરકગમનાદિક દોષો પ્રગટ થાય છે. અછતા રાગાદિક કેમ થાય ? તેનો જવાબ આપે છે કે, બીજાની વાત તો દૂર રાખીએ, પરંતુ સમભાવી મુનિના ચિત્તમાં રહેલી પ્રશમ અવસ્થાને પણ ચલાયમાન કરે છે. તે પરિગ્રહના સંગ વડે મન અસ્થિર બની જાય છે. સંગવાળા મુનિ પણ મુનિપણાથી ભ્રષ્ટ થાય છે. કહેવું છે કે – “અર્થથી છેદન, ભેદન, સંકટ, પરિશ્રમ, કલેશ, ભય, કડવાં ફળ, મરણ, ધર્મથી ભ્રષ્ટ થવાપણું, માનસિક અરતિ વગેરે દુ:ખો. પ્રાપ્ત થાય છે. “સેંકડો દોષોના મૂળનું જાળું પૂર્વના મહર્ષિઓએ નિષેધેલું એવું અનર્થ કરનાર ધન તે એક વખત વમન કરી નાખ્યું છે અને વળી જો હવે તું તે વહન કરવાની ઈચ્છા રાખે છે, તો પછી નિરર્થક તપ સંયમ શા માટે કરે છે ?” (ઉમાલા. ૫૦-પર.) પરિગ્રહમાં વધ, બંધન, માર ખાવો વગેરે કંઈ હેરાનગતિ નથી ? અને આવો પરિગ્રહ છતાં યતિધર્મ કરવો, તે તો ખરેખર પ્રપંચ છે– સામાન્યપણે પરિગ્રહના દોષો કહીને ચાલુ શ્રાવકધર્મ સાથે તેને જોડે છે–
१६६ संसारमूलमारम्भा-स्तेषां हेतुः परिग्रहः ।
___ तस्मादुपासकः कुर्यादल्पमल्पं परिग्रहम् ॥ ११० ॥ અર્થ : હિંસાદિ આરંભો સંસારનું મૂળ અને તે આરંભોનો હેતુ પરિગ્રહ છે. તેથી શ્રાવકે પરિગ્રહ અત્યંત અલ્પ કરવો જોઈએ. / ૧૧૦ ||
ટીકાર્થ : પ્રાણીઓનું ઉપમદન, પીડા-આદિ થવારૂપ આરંભ, તે સંસારનું મૂળ છે. આમાં કોઈને પણ વિવાદ નથી, તે આરંભમાં કારણ હોય તો પરિગ્રહ છે તે કારણથી શ્રાવક ધન-ધાન્યાદિક પરિગ્રહ નિયત પરિમાણથી અધિક ન રાખે. || ૧૧૦ | ફરી પણ સિંહાવલોકન કરતાં પરિગ્રહના દોષોને જણાવે છે– १६७ मुष्णन्ति विषयस्तेना दहति स्मरपावकः ।
रुन्धन्ति वनिताव्याधाः, सङ्गैरङ्गीकृतं नरम् ॥ १११ ॥ અર્થ : પરિગ્રહના સંગને વશ થયેલા માનવને વિષયોરૂપ ચોરો લૂંટે છે. કામરૂપ અગ્નિ બાળે છે અને સ્ત્રીરૂપે શિકારીગણ અટકાવે છે. || ૧૧૧ /
ટીકાર્થ : ધન, સુવર્ણાદિક પરિગ્રહવાળા પુરુષને જંગલમાં ચોર-લુંટારા લૂંટે છે. તેમ સંસારરૂપી અરણ્યમાં રહેલા પ્રાણીઓને શબ્દાદિક વિષયો સંયમ-સર્વસ્વને લૂંટીને ભિખારી બનાવે છે. અથવા તો અગ્નિ સળગ્યો કે આગ લાગી હોય ત્યારે ઘણા પરિગ્રહવાળો નાસી જવા માટે અશક્ત બની જાય છે. તેવી રીતે સંસાર-અટવીમાં રહેલા ચિતા આદિ દશ પ્રકારના કામદેવના અગ્નિથી શકાય છે. અથવા તો ઘણા પરિગ્રહવાળો અરણ્યમાં ગયો હોય, ત્યાં ધન, શરીરના લોભથી લુંટારાઓ તેને રોકી રાખે છે. આગળ મુસાફરી કરવા દેતા નથી. તેવી રીતે ભવરૂપી અરણ્યમાં ધન-લુબ્ધ કામિનીઓ શરીરના ભોગની ઈચ્છાવાળી સ્વાતંત્ર્ય વૃત્તિ રોકીને પરિગ્રહના સંગવાલા પુરુષને અટકાવી રાખે છે. સંયમ માર્ગે આગળ વધવા દેતી નથી.