________________
યોગશાસ્ત્રનો ગુર્જરાનુવાદ
૧૮૬
કુમારને કોઈ દિવસે શેઠે યાચના કરી કે, નંદા નામની મારી આ કન્યા સાથે તમે લગ્ન કરો. શ્રેણિકે તેને કહ્યું કે, અજ્ઞાત કુળવાળા મને તમે પુત્રી કેમ આપો છો ? ત્યારે શેઠે કહ્યું કે, ‘તમારા ગુણોથી કુળ જણાઈ ગયું છે.' ત્યાર પછી તેના આગ્રહથી હરિએ જેમ સમુદ્રની પુત્રી (લક્ષ્મી) સાથે તેમ શ્રેણિકે ધવલ મંગળ પૂર્વક તે કન્યા સાથે લગ્ન કર્યા. તે પ્રિયા સાથે વિવિધ ભોગો ભોગવતો શ્રેણિક વૃક્ષઘટામાં જેમ હાથી તેમ ત્યાં રહ્યો. પ્રસેનજિત રાજાએ શ્રેણિકની તે હકીકત તરત જાણી લીધી. કારણકે રાજાઓ ધૂતોના લોચનો વડે હજાર આંખવાળા હોય છે. પ્રસેનજિત રાજાને ઉગ્ર રોગ ઉત્પન્ન થયો. પોતાનો અંત-સમય નજીક જાણીને પુત્ર શ્રેણિકને લાવવા માટે ઉતાવળા ઊંટવાળાને આજ્ઞા કરી. ઊંટવાળાઓએ ત્યાં પહોંચી પિતાની છેલ્લી માંદગીના સમાચાર આપ્યા એટલે સ્નેહવાળી નંદાને સમજાવી ત્યાંથી શ્રેણિકે પ્રયાણ કર્યું. ‘અમે સફેદ ભીંતવાળા રાજગૃહ નગરના ગોપાલ છીએ.' એમ બોલાવવા માટે મંત્રાક્ષરો અર્પણ કર્યા. રખે પિતાજીની રોગની પીડામાંથી વળી મારી ગેરહાજરીથી પીડા ન થાય, તે કારણે ઉતાવળથી ઊંટડી પર બેસી રાજગૃહ નગર પહોંચી ગયો. રાજા તેને દેખી ખુશ થયો અને હર્ષાશ્રુ સાથે સુવર્ણકલશના નિર્મળ જળથી તેનો રાજ્યાભિષેક કર્યો. પછી પ્રસેનજિત રાજા શ્રીપાર્શ્વનાથ ભગવંતનું અને પંચપરમેષ્ઠિ નમસ્કારનું સ્મરણ કરતા ચાર શરણ સ્વીકારતા સમાધિ-મરણ પામી દેવલોક થયા.
ત્યાર પછી શ્રેણિકે પણ સમસ્ત રાજ્યનો ભાર ધારણ કર્યો, તેણે પીયરમાં મૂકેલી ગર્ભિણી નંદા પણ દુર્રહ ગર્ભને ધારણ કરતી હતી. તે દરમિયાન તેને એવા દોહલા ઉત્પન્ન થયા કે, ‘હું હાથી પર બેસી મહાવિભૂતિથી પ્રાણીઓને અભયદાન આપનારી અને ઉપકાર કરનારી થાઉં.' તેના પિતાએ રાજાને વિનંતી કરી તેના દોહદો પૂર્ણ કર્યા. અને પૂર્વદિશા જેમ સૂર્યને તેમ તેણે પૂર્ણ સમયે બાળકને જન્મ આપ્યો. શુભ દિવસે તેના દોલાના અનુસારે માતાના પિતાએ અભયકુમાર એવું નામ પાડ્યું અનુક્રમે મોટો થયો એટલે નિર્દોષ વિદ્યાઓ ભણ્યો અને આઠ વરસની વયમાં બોત્તેર કળાઓમાં પ્રવીણ બન્યો સરખી વયવાળા સાથે રમત રમતા તેને કોઈએ કોપથી તિરસ્કારતાં કહ્યું કે, જેનો પિતા જણાતો નથી, એવો તું મને શું કહે છે ? ત્યારે અભયકુમારે તેને કહ્યું કે, મારા પિતા ભદ્ર છે ત્યારે પેલાએ પ્રત્યુત્તરમાં જણાવ્યું કે, તે તો તારી માતાના પિતા છે, ત્યારે પછી અભયે નંદાને પૂછ્યું,ત્યારે તેણે આ ભદ્રશેઠ તારા પિતા છે, એમ નંદાએ કહ્યું ત્યારે ‘ભદ્ર તો તારા પિતા છે, મારા પિતા હોય તે કહે.' આ પ્રમાણે પુત્ર કહેવાએલી નંદાએ ઉદાસીન થઈ કહ્યું કે, દેશાન્તરમાંથી આવેલા કોઈક સાથે મારા લગ્ન કર્યા અને તું ગર્ભમાં હતો ત્યારે કેટલાક ઊંટવાળાએ આવી એકાંતમાં કાંઈક કહ્યું, તેની સાથે જ ક્યાંય ગયા. અત્યાર સુધી મને ખબર નથી કે, તે કોણ અને ક્યાંના હતા ? અભયે પૂછ્યું કે, જતાં જતાં તને કંઈ પણ કહ્યું હતું ખરું ? ત્યારે આ અક્ષરો મને લખીને આપી ગયા છે એમ કહીને પત્ર બતાવ્યો તે પત્રાક્ષરો વિચારીને ખુશ થએલા અભયે કહ્યું કે, ‘મારા પિતા તો રાજગૃહમાં રાજા છે, હવે તો આપણે ત્યાં જઈશું' ભદ્ર શેઠને પૂછીને કેટલીક સામગ્રી સાથે અભયકુમાર તેની માતા સાથે રાજગૃહ નગરે ગયો. પરિવાર સાથે માતાને નગર બહાર ઉદ્યાનમાં મૂકીને પોતે અલ્પપરિવાર સાથે નગરમાં પ્રવેશ કર્યો.
આ બાજુ તે સમયે શ્રેણિક રાજાએ ચારસો નવાણું મંત્રીઓ એકઠાં કર્યા હતા. રાજા પાંચસોની સંખ્યા પૂર્ણ કરવા માટે લોકોમાં કોઈક ઉત્કૃષ્ટ પુરૂષની શોધ કરતા હતા એટલે તેની પરીક્ષા ક૨વા માટે સુકાએલા ખાલી કૂવામાં પોતાની મુદ્રિકા નાખી રાજાએ એવો આદેશ કર્યો કે, કિનારા પર રહેલો જે કોઈ આ મુદ્રિકાને હાથથી ગ્રહણ કરે, તો તેના બુદ્ધિ-કૌશલ્યે આ મારા મંત્રીઓની સર્વોપરિતા ખરીદ કરી લીધી સમજવી. તેઓ કહેવા લાગ્યા કે, અમારા સરખા માટે આ અશક્ય અનુષ્ઠાન ગણાય. જે કોઈ તારાને