________________
દ્વિતીય પ્રકાશ, શ્લો.૧૧૨
૧૮૩
અને મનુષ્યોના ઉપર અનાજના ભાર ઉપાડવાની પીડા થાય તો પણ તેને દયા આવતી ન હતી. કોઈ નિમિત્ત જાણનારે તેને કહ્યું કે, “આવતા વર્ષે દુકાળ પડવાનો છે એટલે તેણે પોતાના સર્વ ધનથી ખરીદ કર્યું તો પણ તેને સંતોષ ન થયો એટલે વ્યાજે દ્રવ્ય ઉછીનું લઈને અનેક પ્રકારનું ધાન્ય ખરીદ કરી સંગ્રહ કર્યું. સ્થાનના અભાવમાં ઘરમાં પણ ધાન્ય નાનું લોભી માણસ શું ન કરે ?” ઉદાસીનતાવાળો જગતના શત્રુ સમાન આ દુકાળની મિત્રની જેમ ઈચ્છા કરતો હંમેશા તેની રાહ જોયા કરતો હતો. વર્ષાકાળની શરૂઆતમાં પણ વરસાદ તેના હૃદયને ચીરતો હોય તેમ મોટી ધારા વડે ચારે દિશામાં વરસ્યો. એટલે પોતે સંગ્રહેલાં ઘઉં, મગ, ચોખા, ચણા, મકાઈ, અડદ, તલ તથા બીજા ધાન્યો વિનાશ પામી અત્યારે મારા હાથમાંથી ચાલ્યાં જશે એમ હાય હાય કરતો અતૃપ્ત થયો થકો હૃદય ફાટી જવાથી મરણ પામી નરકે ગયો. એ પ્રમાણે તિલક શેઠની કથા. નંદરાજાની કથા
પૂર્વકાલમાં અતિમનોહર ઈન્દ્રનગરીનું અનુકરણ કરતું પાટલિપુત્ર નામનું શ્રેષ્ઠ નગર હતું. ત્યાં શત્રુવર્ગને સ્વાધીન કરવામાં ઈન્દ્ર જેવો ત્રણ ખંડનો સ્વામી નંદ નામનો રાજા હતો. તેણે કર ન હતા, ત્યા કરી નાખ્યા, કર હતા ત્યાં મોટા કર કર્યા અને મોટા કર હતા, ત્યાં થોડો વધારો કરી રાજ્યની આવક વધારી, તે ગમે તે કોઈક દોષ ઉભા કરીને ધનિકોનું ધન પડાવી લેતો હતો. રાજાઓના છિદ્રો શોધીને “ન્યાયમાં આમ ચલાવી ન લેવાય' એમ કહીને તેમની પાસેથી પણ ધન ગ્રહણ કરતો હતો. જળનું પાત્ર જેમ સમુદ્ર છે, તેમ અર્થનું પાત્ર રાજા છે પણ બીજા નથી.' એમ બોલતો તે કૃપા વગરનો બની સર્વ ઉપાયથી લોકો પાસેથી ધન પડાવી લેતો હતો. લોકો પાસેથી ધન લઈ લેવાથી લોકો પણ નિર્ધન બની ગયા. ઘેટાં બકરાંએ ચરેલી ભૂમિમાંથી તણખલું પણ મેળવી શકાતું નથી. તેણે લોકોના લેવડ-દેવડ વ્યવહારમાં સુવર્ણ નાણાનું નામ પણ ઉડાવી દીધું અને ચામડાના નાણાંનો વ્યવહાર પ્રવર્તાવ્યો તે પાખંડીઓનો અને વેશ્યાઓને દંડ કરીને પણ ધન ગ્રહણ કરતો હતો. “સર્વભક્ષી અગ્નિ કંઈ પણ છોડતો નથી.' લોકવાયકા એવી ચાલી કે, “શ્રીવીર પરમાત્માના નિર્વાણ પછી ઓગણીસસો વર્ષ પછી કલ્કી રાજા થવાનો છે, તે તો આ નહિ હોય ? આના ગુસ્સાને દેખીને લોકો વાસણમાં ભોજન કરવાને બદલે ભૂમિને ભાજન બનાવી ભોજન કરતા હતા. કેટલાંકે નિર્ભયતા માટે ભાજન આપી દીધાં. કારણ કે ભાજન હોય તો ભય થાય છે. તેણે સુવર્ણના પર્વત બનાવ્યા તથા કૂવાઓમાં પણ સુવર્ણ પૂર્યું. ભંડારો પણ સુવર્ણથી ભરી દીધા. છતાં પણ ઈચ્છા અપૂર્ણ રહી અયોધ્યાના હિતૈષી રાજા આ સર્વ હકીકત સાંભળીને તેને સમજાવવા માટે એક સારી રીતે બોલનાર દૂતને મોકલ્યો અને તે આવ્યો. સર્વ પ્રકારે સર્વની લક્ષ્મીનું હરણ કરવા છતાં પણ શોભા વગરના તે રાજાને તેણે જોયા અને તે નમસ્કાર કરી આગળ બેઠો. રાજાની રજા લઈને તેણે કહ્યું કે, “મારું કથન સાંભળી આપે કોપ ન કરવો. “મીઠું બોલનારા હિતકારી હોતા નથી.' લોકપરંપરાથી આપનો અવર્ણવાદ સાંભળ્યો હતો અને આજે તે પ્રત્યક્ષ અનુભવ્યો. લોકવાયકા સર્વથા નિર્મૂળ હોતી નથી. “અન્યાયથી મેળવેલ ધનનો અંશ પણ રાજાના સર્વ યશનો વિનાશ કરનાર થાય છે.' તુંબડી ફળનું એક બીજ, ભાર પ્રમાણ વજનના ગોળનો પણ વિનાશ કરે છે રાજાઓએ પ્રજાને પોતાના આત્મા સરખી માનવી જોઈએ રાજાએ પ્રજાનો છેદ કરવો યોગ્ય ન ગણાય. માંસાહારીઓ પણ કદાપિ પોતાનું માંસ ખાતા નથી માટે પ્રજાનું પોષણ કરો. પોષેલી પ્રજા રાજાનું પોષણ કરે છે. ગરીબ અને સ્વાધીન હોવા છતાં પણ પોષણ કર્યા વગરની ગાય દૂધ આપતી નથી. સર્વ દોષોને ઉત્પન્ન કરનાર લોભ છે. સર્વ ગુણોનો નાશ કરનાર પણ લોભ છે માટે તેનો ત્યાગ કરો. એમ તમારા હિત માટે અમારા રાજાએ સંદેશો