________________
યોગશાસ્ત્રનો ગુર્જરાનુવાદ
૧૭૬
કટાક્ષ કરનારી સ્ત્રીઓના મધ્યસ્થાનમાં સ્થાન કરે છે, પરંતુ એ ભવસમુદ્રનું મધ્ય છે. તેનો તે વિવેક કરતાં નથી, મનુષ્ય ૨મણીઓની ત્રણ કરચલીરૂપ ત્રિવલીના તરંગોથી આકર્ષાય છે. પરંતુ ત્રિવલીના બાનાથી ખરેખર એ ત્રણ વૈતરણી નદી છે. પુરુષોનું કામદેવથી પીડિત મન સ્ત્રીની નાભિરૂપી વાવડીમાં સ્નાન કરે છે, પરંતુ આ મન હર્ષના સ્થાન સ્વરૂપ સામ્ય-જળમાં પ્રમાદથી પણ મજ્જન કરતું નથી. સ્ત્રીઓની રોમલતાને કામદેવને ચડવાની નિસરણી જાણે છે, પરંતુ તે મનુષ્યો તેને સંસાર-કેદખાનામાં જકડી રાખનાર લોહસાંકલ છે, તેમ જાણતા નથી, અધમપુરુષો સ્ત્રીઓના વિશાલ જધનનું હર્ષથી સેવન કરે છે, પરંતુ તેઓ આ સંસાર-સમુદ્રનો કિનારો છે, એમ નક્કી જાણતા નથી. મંદબુદ્ધિવાળો કરભ સરખા સાથળવાળી યુવતીઓના સાથળનું સેવન કરે છે પરંતુ તે સ્ત્રીઓ સદ્ગતિ મેળવવામાં વિઘ્નભૂત છે તેમ જાણતા નથી. સ્ત્રીઓમાં પાદપ્રહારથી હણાએલો પુરુષ પોતાને અતિ ભાગ્યશાળી માને છે, પરંતુ હતાશ તે સમજી શકતો નથી કે તેઓ મને અધોગતિમાં ધકેલે છે. જેનો દર્શન સ્પર્શન અને આલિંગનથી મનુષ્યનું કામ જીવન હણાઈ જાય છે, તેવી સ્ત્રીઓના ઉગ્ર ઝેરવાળી નાગિણી માફક વિવેકીઓએ ત્યાગ કરવો જોઈએ. ચંદ્રલેખા જેવી કુટિલ, સંધ્યા જેવી ક્ષણરાગી અને નદી જેમ નીચગતિ કરનાર નિતંબિની વર્ષવા યોગ્ય છે. મદનમાં અંધ બનેલી વામાઓ પ્રતિષ્ઠા, સૌજન્ય, દાન, ગૌરવ, સ્વહિત કે પરહિત કંઈ દેખતી નથી. મનુષ્યને ક્રોધ પામેલા સિંહ, વાઘ કે સર્પ જે નુકસાન નથી કરતા, તેના કરતા પણ અતિ નુકસાન નિરંકુશ નારી કરે છે, પ્રગટ થએલા કામોન્માદવાળી હાથણી સરખી સ્ત્રીઓ વિશ્વને ઉપઘાત કરનારી હોઈ દૂરથી ત્યજવા યોગ્ય છે, તેવા કોઈપણ મંત્રનું સ્મરણ કરો. કોઈપણ તે દેવની ઉપાસન કરો. જેથી આ સ્ત્ર પિશાચી શીલ-જીવિતનો કોળીયો કરી ન જાય, શાસ્ત્રોમાં જે સંભળાય છે, તેમ જ લોકોમાં જે ગવાય છે કે નારીઓ દુઃશીલ અને કામવિવલ હોય છે, તે વાતમાં સર્વ એક મતવાળા છે, જગતને હણવાની ઈચ્છાવાળા ક્રૂર બ્રહ્માએ સર્પોની દાઢો, અગ્નિ યમની જીભો, વિષના અંકુરો, એકઠા કરીને જાણે નારી બનાવી ન હોય ! દેવયોગે કદાચ વીજળી સ્થિર થાય, વાયુ સ્થિર રહે તો પણ નારીનું મન સ્થિરતાવાળું કદાપિ ન થાય. ચતુર પુરુષો મંત્ર, તંત્ર આદિ વગર પણ જેનાથી ઠગાય છે, તેવું આ ઈન્દ્રજાળ નારીઓ ક્યાં ભણી હશે ? રમણીઓની જૂઠ બોલવાની અપૂર્વકળા છે કે જે પ્રત્યક્ષ કરેલા અપકૃત્યોને પણ ક્ષણવારમાં વાતનો પલટો કરી છુપાવે છે. જેને કમળાનો રોગ થયો હોય, અગર જે ગાંડો બન્યો હોય તેવો મનુષ્ય જેમ ઢેફાને સુવર્ણ માને, તેવી રીતે મોહાંધ માનસવાલો સ્ત્રીસંગથી થયેલા દુ:ખમાં સુખ બુદ્ધિ કરે છે. જટાધારી મસ્તક મુંડાવનાર, ચોટલી રાખનાર, મૌનવ્રત કરનાર, નગ્નવ્રતી ઝાડની છાલરૂપ વસ્ત્ર પહેરનાર, તપસ્વી કે બ્રહ્મા ગમે તે હોય પરંતુ તે જો અબ્રહ્મચારી હોય, તેઓ તેને ગમતા નથી. ખણનાર ખૂજલીને ખણતા જેમ દુઃખને સુખ માને છે, તેવી રીતે દુ:ખે કરી નિવારણ કરી શકાય તેવા કામદેવને પરાધીન બનેલા પ્રાણી દુઃખસ્વરૂપ મૈથુનને સુખરૂપ માને છે, જે કવિઓ નારીઓ સુવર્ણ પ્રતિમા આદિ સાથે તુલના કરે છે. તેઓ તે વસ્તુઓને આલિંગન કરી કરીને તૃપ્તિ કેમ પામતા નથી ? સ્ત્રીઓનાં જે અંગો દુર્ગંછા કરવા યોગ્ય અને છુપાવા યોગ્ય છે, તેમાં જ માણસ રાગ કરે છે તો પછી બીજા કયા પદાર્થથી વૈરાગ્ય પામે ? અરેરે ! દુ:ખની વાત તો એ છે કે માનવો અજ્ઞાન અને મોહથી માંસ અને હાડકાનાં બનેલા અંગો, ચંદ્ર કમળ, મોગરા આદિની સરખામણી કરી સુંદર પદાર્થોને દૂષિત કરે છે ! નિતંબ, સાથળ, સ્તન આદિના મોટા ભારવાળી નારીને મૂઢબુદ્ધિવાળા કામીઓ સુરતક્રીડા માટે વક્ષ:સ્થળ ઉપર આરોપણ કરે છે, પરંતુ સંસાર સમુદ્રની અંદર ડૂબવા માટે પોતાના કંઠે બાંધેલી આ શિલા છે, તેમ સમજતા નથી. હે બુદ્ધિશાળી શ્રાવકો ! ભવ-સમુદ્રની ભરતી માફક ચપળ કામરૂપી શિકારીની