________________
દ્વિતીય પ્રકાશ, શ્લો.૧૦૨-૧૦૫
૧૭૫
અર્થ : ચારિત્રના પ્રાણ તુલ્ય અને મોક્ષના કારણભૂત, બ્રહ્મચર્ય વ્રતને સમ્યગુ રીતે આચરતો આત્મા પૂજ્ય એવા સુરેન્દ્રો, અસુરેન્દ્રો અને ચક્રવર્તીઓ દ્વારા પણ પૂજાય છે / ૧૦૪ ||
ટીકાર્થ : દેશવિરતિ કે સર્વવિરતિ ચારિત્રના જીવિત સ્વરૂપ, મોક્ષનું અપૂર્વ કારણ એવા બ્રહ્મચર્યનું પાલન કરતો મનુષ્ય, એકલા સામાન્ય મનુષ્યોથી નહિ. પરંતુ સુરો, અસુરો અને મનુષ્યોના ઈન્દ્રોથી મન, વચન અને કાયા તથા ઉપચાર પૂજા વડે પૂજાય છે. || ૧૦૪ || બ્રહ્મચર્યના પરલોક સંબંધી ગુણો કહે છે– १६१ चिरायुषः सुसंस्थाना-दृढसंहनना नराः ।
तेजस्विनो महावीर्या भवेयुब्रह्मचर्यतः ૨૦૫ | અર્થ : બ્રહ્મચર્ય વ્રતના પાલનથી મનુષ્યો લાંબા આયુષ્યવાળા, સુંદર સંસ્થાનવાળા, દેઢ સંહનને ધરનારાં, તેજસ્વી અને મહાપરાક્રમી થાય છે. ૧૦૫ //
ટીકાર્થ: અનુત્તર સુરાદિક સ્થાનમાં ઉત્પન્ન થનાર હોવાથી લાંબા આયુષ્યવાળા, સમચતુરસ સંસ્થાન વાળા, મજબૂત હાડકાના સંચયરૂપ વજઋષભનારા નામના સંઘયણવાળા, આ સંઘયણ મનુષ્યભવમાં ઉત્પન્ન થનારને હોય છે. દેવોને સંહનન હોતા નથી. બ્રહ્મચર્યના પ્રભાવથી તેજસ્વી શરીર કાન્તિવાળા, તીર્થકર, ચક્રવર્તી આદિ એ મહાબળવાળા થાય છે.
બ્રહ્મચર્ય વિષયક ઉપયોગી શ્લોકો –
મનુષ્ય સ્ત્રીઓની સર્પાકારવાળી કાળી વાંકીચુકી કેશ-કબરીને દેખે છે પણ તેના રાગથી ઉત્પન્ન થએલી દુષ્કર્મની પરંપરાને જોતો નથી. સિંદૂર-રજથી પૂર્ણ સમન્તિનીના કેશનો સેંથો એ સીમન્ન નામનો નરકનો માર્ગ છે. તે ખ્યાલમાં રાખવું. સુંદર વર્ણવાળી રમણીઓની ભવાની વલ્લરી મોક્ષમાર્ગે પ્રયાણ કરી રહેલાઓની આગળ આ સર્પિણીને વર્ણવે છે, તે શું તમે નથી જાણતા ? અંગનાઓના મનોહર નયનના કટાક્ષોનું નિરીક્ષણ કરાય છે, પરંતુ નિર્ભાગી પોતાના નાશ પામતા જીવિતને જોતો નથી. સ્ત્રીઓના સરળ અને ઉન્નત નાસિકવંશની પ્રશંસા કરાય છે, પરંતુ અનુરાગ કરીને ભ્રષ્ટ કરતા પોતાના વંશ તરફ જોતા નથી, સ્ત્રીઓના ગાલરૂપી અરીસામાં પડેલા પોતાના પ્રતિબિંબને જોઈને ખુશ થાય છે. પરંતુ તે જડ ભરત સંસાર-તલાવડીના કાદવમાં ડૂબતા પોતાને જાણતો નથી. રતિક્રીડાના સર્વમુખ સમાન બુદ્ધિથી સ્ત્રીઓના લાલ હોઠનું પાન કરે છે, પરંતુ યમરાજા રાત-દિવસ આયુષ્ય-પાન કરે છે, તે સમજતો નથી, મોગરાના કળી સમાન ઉજ્જવલ સ્ત્રીઓના દાંતને આદરથી જુએ છે, પણ વૃદ્ધાવસ્થા બલાત્કારથી પોતાના દાંત ભાગી નાંખે છે, તે દેખતા નથી. સ્ત્રીઓના કાનપાશને કામદેવના હિંડોળાની બુદ્ધિથી દેખે છે, પરંતુ પોતાના કંઠે અને ગરદન પર લટકતા કાલપાશોને જોતા નથી. નષ્ટબુદ્ધિવાળો મનુષ્ય રમણીઓના મુખને દરેક ક્ષણે જોયા કરે છે, પરંતુ ખેદની વાત છે કે, તેને યમરાજાનું મુખ જોવા માટે સમય નથી. કામદેવથી પરાધીન બનેલો માણસ સ્ત્રીના કંઠનું અવલંબન કરે છે, પરંતુ આજ કે કાલ માત્ર અવલંબન કરનારા પોતાના પ્રાણને જાણતો નથી. દુબુદ્ધિ માનવ યુવતીઓના ભુજારૂપી લતાના બંધનને મનોહર જાણે છે. પરંતુ કર્મબંધનથી પોતાનો આત્મા જકડાઈ ગયો, તેનો શોક કરતો નથી, રમણીઓના હસ્ત-કમળથી સ્પર્શાએલો ખુશ થએલો પુરુષ રોમાંચ-કંટકોને ધારણ કરે છે, પરંતુ તે નારકીના કૂટ શાલ્મલિવૃક્ષના કાંટાને યાદ કરતો નથી, જડબુદ્ધિવાળો પુરુષ યુવતીના સ્તન-કળશોનું આલિંગન કરી સુખપૂર્વક શયન કરે છે, પરંતુ નક્કી તે કુંભીપાકની વેદનાથી થતી વ્યથા ભૂલી જાય છે. અલ્પબુદ્ધિવાળા પ્રાણીઓ ક્ષણે ક્ષણે