________________
દ્વિતીય પ્રકાશ, શ્લો.૧૦૧
૧૭૩
એમ વિચારી રાજાએ તેનામાં પણ દોષની સંભાવના કરી. અને ક્રોધથી રાજાએ આખા નગરમાં તેના દોષની ઘોષણા કરાવી કે, આ પાપી છે' અને તેનો વધ કરવા માટે હુકમ કર્યો. રાજપુરુષોએ બે હાથ પકડી તેને ઉપાડ્યો. રાજાઓની કાર્યસિદ્ધિ વચનથી અને દેવોને મનથી જ થાય છે.' તેના મુખ પર મેશ ચોપડી. શરીર પર લાલચંદન મસ્તક પર કણેર પુષ્પોની માળા, ગળામાં કંકોલની માળા, ગધેડા પર સવારી કરાવી. સુપડાનું છત્ર ધરાવ્યું. ઢોલ વગાડતા વગાડતાં નગરમાં ભ્રમણ કરાવે છે.' આને રાજાના અંતઃપુ૨માં ગુનો કર્યો હોવાથી તેનો વધ કરવામાં આવે છે. આ બાબતમાં રાજાનો અપરાધ નથી.’ એવી આ ઘોષણા તેઓએ કરી. ‘આ વાત કોઈ પ્રકારે સાચી માની શકાય તેવી નથી, તેમ આમાં આ કાર્ય સંભવતું નથી.' આ પ્રમાણે લોકો હાહારવયુક્ત પોકાર કરવા લાગ્યા. એ પ્રમાણે ફેરવતાં ફેરવતાં તેને પોતાના ઘરના દ્વાર ભાગમાં લાવ્યા. એટલે મહાસતી મનોરમાએ તેને જોયો. તે વિચારવા લાગી કે “મારા પતિ તો સદાચારવાળા છે, રાજા પણ આચાર તરફ પ્રેમ રાખનાર છે. આમાં નક્કી દેવ જ દુરાચારી છે આ પણ ખરાબ છે, અથવા તો નક્કી આ મહાત્માઓના પહેલાના અશુભ કર્મોનું ફળ જ પ્રાપ્ત થયું છે. આનો કોઈ પ્રતિકાર નથી, તો પણ આ થશે. એમ નિશ્ચય કરી ઘરની, અંદર પ્રવેશ કરી જિનેશ્વરની પૂજા કરી, ત્યાર પછી કાર્યોત્સર્ગ કરીને શાસનદેવીને વિનંતી કરી, “હે ભગવતીઓ ! મારા પતિમાં દોષની બિલકુલ સંભાવના નથી. માટે આ પરમશ્રાવકનું જો તમો સાનિધ્ય કરશો, તો જ હું આ કાઉસ્સગ્ગ પારીશ નહિંતર આ સ્થિતિમાં જ હું નક્કી અનશન કરીશ. ધર્મના ધ્વંસમાં કે પતિના ધ્વંસમાં કુલીન સ્ત્રીઓ કેવી રીતે જીવી શકે ? આ બાજુ રાજ્યરક્ષક પુરુષોએ સુદર્શનને શૂલિકા ૫૨ સ્થાપન કર્યો. કારણકે સેવકને રાજઆજ્ઞા ભયંકર અને ઉલ્લંઘન ન કરવા લાયક હોય છે. પરંતુ આ મહાત્માની શૈલી પણ સુવર્ણનું કમલાસન બની ગયું. દેવતાના પ્રભાવથી યમરાજાની દાઢા પણ બુઠ્ઠી બની જાય છે.” તેનો વધ કરવા માટે રાજપુરુષોએ તીક્ષ્ણ તરવાર દઢપણે વાપરી, પરંતુ ગળામાં પડતા તે પુષ્પમાળા બની ગઈ. તે દેખી ચમત્કાર પામેલા તે પુરુષોએ રાજાને નિવેદન કર્યું. એટલે રાજા હાથણી પર આરૂઢ થઈ ઉતાવળો ઉતાવળો સુદર્શન પાસે આવ્યો. રાજાએ તેને આલિંગન કરી પશ્ચાત્તાપપૂર્વક કહ્યું કે, “હે શ્રેષ્ઠિ ! ભાગ્યયોગે તારા પોતાના પ્રભાવથી તુ મૃત્યુ ન પામ્યો. ખરેખર પાપી અધમ કહેવાતા રાજાએ શું તારો વિનાશ નથી કર્યો ? અનાથ સજ્જન પુરુષોના નાશમાં ધર્મ સર્વ પ્રકારે જાગતો જ છે. સ્ત્રીઓના માયા-પ્રધાનતાવાળા વચનોમાં વિશ્વાસ રાખી વગર વિચાર્યે જે તને મારી નાંખે તેવો દધિવાહન સિવાય બીજો કોઈ પાપી નથી. બીજું કંઈક નહીં. આ પાપ તે પણ મારી પાસે કરાવ્યું છે. કારણકે મેં તને વારંવાર પૂછવા છતાં પણ હે સાધુપુરુષ ! તે મને જવાબ ન આપ્યો. આ પ્રમાણે વાર્તાલાપ કરતા રાજાએ તેને હાથી પર બેસાડ્યો અને મહેલે લઈ જઈ સ્નાન કરાવી, ચંદનથી વિલેપન કરાવ્યું. વસ્ત્રો અલંકારો પહેરાવીને રાજાએ સુદર્શનને પુછ્યું, એટલે રાત્રે જે બન્યું હતું તે યથાર્થ રીતે કહ્યું. પછી રાણી પ્રત્યે ક્રોધ પામેલા અને રાણીને શિક્ષા કરવા તૈયાર થયેલા રાજાને સુદર્શને પગમાં પડી અટકાવ્યો ત્યાર પછી ન્યાયથી રક્ષણ કરનાર રાજાએ શેઠને હાથી પર બેસાડી નગ૨ વચ્ચેથી મહાવિભૂતિથી ઘરે પહોંચાડ્યો. અભયાએ આ વાત સાંભળી ગળે ફાંસો બાંધી આત્મહત્યા કરી. “પરદ્રોહ કરનારા પાપીઓ પોતાની મેળે જ પતન પામે છે' પંડિતા પણ ત્યાંથી ભાગી પાટલિપુત્ર પત્તને પહોંચી દેવદત્તા ગણિકા પાસે રહી ત્યા પણ પંડિતા હંમેશા સુદર્શનની પ્રશંસા કરતી હતી જેથી દેવદત્તાને તેના દર્શનની અતિઉત્કંઠા ઉત્પન્ન થઈ. સંસારથી વિરકત બની સુદર્શને પણ દીક્ષા અંગીકાર કરી. સમુદ્રથી જેમ રત્ન તેમ ગુરુની પાસેથી નીકળી તપથી કૃશકાયાવાળા એકાકી વિહાર પ્રતિમામાં રહેલા તે મુનિ અનુક્રમે વિહાર કરતા કરતા પાટલિપુત્ર નગરે