________________
દ્વિતીય પ્રકાશ, ગ્લો.૯૪-૯૯
૧૫૭ યુક્તિ-પૂર્વક પરસ્ત્રીગમનનો નિષેધ કરે છે १५४ स्वदाररक्षणे यलं विदधानो निरन्तरम् ।
जानन्नपि जनो दुःखं, परदारान् कथं व्रजेत् ? ॥ ९८ ॥ અર્થ : સ્વસ્ત્રીના રક્ષણમાં સદા પ્રયત્ન કરતો અને દુઃખને જાણતો એવો માણસ અન્ય સ્ત્રી ગમન કેમ કરે છે ? | ૯૮ //
ટીકાર્થ : પોતાની પત્નીમાં બીજો આસક્તિ કરે, તો તેના માટે જેમ પોતાને દુઃખ થાય છે. અને પોતાની સ્ત્રીનું રક્ષણ કરવા માટે ભિત્તિ, વડી, કોટ, પહેરેગીર આદિકથી રાત-દિવસ રક્ષણનો પરિફ્લેશ કરે છે અને તેનું દુઃખ પોતે સમજે છે, એમ આત્માનુભવથી પરના દુઃખને દેખતો સુજ્ઞ પરદાર-ગમન કેમ કરે ? || ૯૮ ||
પરસ્ત્રી-ગમન કરવાની વાત તો દૂર રહો. પરંતુ તેની ઈચ્છા પણ મહાઅનર્થ કરનાર થાય છે. તે કહે છે–
१५५ विक्रमाक्रान्तविश्वोऽपि, परस्त्रीषु रिम्सया ।
कृत्वा कुलक्षयं प्राप नरकं दशकन्धरः ॥ ९९ ॥ અર્થ : પરાક્રમથી આખાય જગતને સ્વાધીન કરનારો રાવણ પરસ્ત્રીમાં રમવાની ઈચ્છાથી કુલનો ક્ષય કરીને નરકગતિને પામ્યો. મેં ૯૯ /
ટીકાર્થ : પોતાના પરાક્રમથી વિશ્વને ધ્રુજાવનાર રાવણ પણ પારકી સ્ત્રી સાથે રમવાની ઈચ્છાથી કુલનો ક્ષય કરી નરકે ગયો. આટલા પરાક્રમવાળાએ પણ અનર્થ મેળવ્યો તો પછી બીજા માટે શું કહેવું? // ૯૯ ||
આ વાત સંપ્રદાયથી આ પ્રમાણે સમજવી– રાવણની કથા
રાક્ષસ નામના દ્વીપમાં પૃથ્વીમાં મુગટમણિ સમાન ત્રિકૂટપર્વતના શિખર ઉપર સુવર્ણમય લંકા નામની વિશાલ નગરી હતી. તે નગરીમાં પુલસ્ય કુલમાં કૌસ્તુભમણિ સમાન મહાપરાક્રમી વિશ્વને રાડ પડાવનારા રાવણ નામનો વિદ્યાધર રાજા થયો. તેને અતિશય બળવાળો જાણે બીજા બે બાહુતંભ હોય તેવા કુંભકર્ણ અને બિભીષણ નામના બે ભાઈઓ હતા. કોઈક દિવસે તેણે કુલદેવતા જેવી પોતાના પૂર્વજોએ મેળવેલી નવરત્નોની માળા મહેલમાં જોઈ. બાર સૂર્યો સંભળાય છે. તેમાં આ નવ સૂર્યો જ કેમ દેખાય છે ? એમ તેણે ત્યાં વૃદ્ધોને પૂછ્યું ત્યારે તેઓએ તેને કહ્યું કે, આગળ તારા પૂર્વજોએ વરદાનમાં મેળવેલ મહાસારભૂત મહાકિંમતી રત્નમાળા છે. આ માળા જે કંઠમાં નાંખશે તે અર્ધભરતેશ્વર થશે. આ પ્રમાણેનો કુલપરંપરાનો રિવાજ ચાલ્યો આવે છે તે અનુસાર તારા પૂર્વજો પણ તેની પૂજા કરે છે. ત્યાર પછી તેણે ગળામાં પહેરી એટલે નવરત્નોમાં તેના મુખની છાયા સંક્રમી, ત્યારથી તેની દશમુખવાળો રાવણ એવી પ્રસિદ્ધ થઈ. ત્યાર પછી લોકોએ જય જય એવા શબ્દોથી અભિનંદન કર્યું ત્યારે જગતના વિજય માટે સાક્ષાત્ ઉત્સાહ હોય તેમ તે શોભવા લાગ્યો. તેની પાસે અસાધ્ય સાધનો વડે પ્રૌઢ સેનાઓ સરખી પ્રજ્ઞપ્તિ વગેરે અનવદ્ય વિદ્યાઓ હંમેશા સાથે રહેતી હતી તેથી દુ:સાધ્ય એવો અર્ધભરત એક ગામ જીતવા માફક સહેલાઈથી તેણે જીતી લીધો. છતાં પણ બાહુબળની ખણ અપૂર્ણ રહી. આબાજુ આગલા જન્મમાં ઈન્દ્રપણાની સ્થિતિનો