________________
૧૬૦
*****
યોગશાસ્ત્રનો ગુર્જરાનુવાદ ત્યાં જટાયું નામનો ગીધરાજા આવ્યો. તે બંને મુનિઓએ ત્યાં ધર્મદેશના આપી તેનાથી તે પક્ષી પ્રતિબોધ પામ્યો. જાતિ-સ્મરણ થયું અને જાનકી પાસે હંમેશા રહેતો. રામ ત્યાં રહેલા હતા. ફલાદિક માટે લક્ષ્મણ બહાર વનમાં ગયા હતા. ત્યાં આગળ લક્ષ્મણે કુતુહલથી એક ખડ્ગ દેખ્યું અને ગ્રહણ કર્યુ. તેની તીક્ષ્ણતાની પરીક્ષા કરવા માટે તેનાથી તે જ ક્ષણે લક્ષ્મણે નજીકમાં રહેલ વાંસજાળીમાં પ્રહાર કર્યો એટલે તે વંશજાળીમાં અંદર રહેલા કોઈક પુરુષનું એક મસ્તક-કમળ કમલનાલ માફક છેદાઈને આગળ પડેલું જોયું ‘યુદ્ધ ન કરતાં શસ્ત્ર વગરના કોઈ પુરુષને મેં મારી નાંખ્યો ! આવું કાર્ય કરવાથી મારા આત્માને ધિક્કાર થાઓ.' એમ પોતાની નિંદા કરવા લાગ્યો. રામભદ્ર પાસે જઈને બનેલી સર્વ હકીકત જણાવી અને તલવાર પણ બતાવી એટલે રામે કહ્યું ‘આ સૂર્યહાસ નામની તલવાર છે, એના સાધકને તે હણી નાંખ્યો છે; નક્કી આનો ઉત્તરસાધક કોઈ હોવો જોઈએ.' એવી હું સંભાવના કરું છું. આ સમયે રાવણની ચંદ્રનખા નામની બેન અને ખરની ભાર્યા ત્યાં આવી અને હણાએલા પુત્રને દેખ્યો છે વત્સ શબૂક ! તું ક્યાં છે? એમ રુદન કરતી તેણે લક્ષ્મણના પગલાની મનોહર પંક્તિ જોઈ. જેની આ પગલાની શ્રેણિ છે, તેણે જ મારા પુત્રને હણ્યો છે; એટલે ચંદ્રનખા પગલાના જ માર્ગે આગળ ગઈ. જેટલામાં થોડેક ગઈ, તેટલામાં તેણીએ વૃક્ષ નીચે નેત્રને મનોહ૨ લાગે તેવા સીતા અને લક્ષ્મણ આગળ બેઠેલા રામને જોયા. રામને દેખીને તત્કાલ તેની સાથે રમણ કરવા વિવશ બની ગઈ. ‘કામિનીઓને શોકની અધિકતામાં પણ કામનો અભિલાષ કોઈ અજબ હોય છે !' પોતાનું રૂપ મનોહર બનાવીને તેણે રામને પ્રાર્થના કરી કે, મારી સાથે રમણક્રીડા કરો ત્યારે હસતા રામે કહ્યું કે, ‘હું તો ભાર્યાવાળો છું, માટે લક્ષ્મણની સેવા કર, તેને પ્રાર્થના કરતા તેણે પણ ઉત્તર આપ્યો તું આર્યની નારી છે, તો આવી વાતથી સર્યું. પ્રાર્થનાભંગ અને પુત્રવધથી અધિક રોષ પામેલી તેણીએ પોતાના પતિ ખર વગરેને જઈને કહ્યું કે, લક્ષ્મણે મારા પુત્રને મૃત્યુ પમાડ્યો, એટલે પર્વતને જેમ હાથીઓ તેવી રીતે ચૌદ હજાર વિદ્યાધરોની સાથે તે રામને ઉપદ્રવ કરવા આવ્યો.
ત્યારે લક્ષ્મણે રામને વિનંતી કરી કે, મારી હાજરીમાં આપ જાતે આવાની સાથે યુદ્ધ કરવાની ઈચ્છા રાખો, તે આર્ય માટે યોગ્ય છે ? એમ કહીને તેમની સાથે પોતે લડવા જવાની માંગણી કરી, હે વત્સ ! ભલે તું જય માટે જા, પરંતુ જો તને કંઈ સંકટ જણાય, તો મને બોલાવવા સિંહનાદ કરજે.' એ પ્રમાણે લક્ષ્મણને શિખામણ આપી. રામની આજ્ઞા સ્વીકારીને ધનુષ સાથે લક્ષ્મણ તાŚ નામનો મોટો ગરુડ જેમ નાના સર્પોને તેમ તેમને હણવા માંડ્યા. યુદ્ધ આગળ વધવા લાગ્યું ત્યારે પોતાના પતિના સૈનિકોની વૃદ્ધિ માટે રાવણની બહેને ઉતાવળથી જઈને રાવણને આ પ્રમાણે કહ્યું કે, દંડકારણ્યમાં પોતાની જાતની અજ્ઞાનતાવાળા રામ-લક્ષ્મણ નામના બે મનુષ્યો આવ્યા છે. તેમણે તમારા ભાણેજને યમમંદિર પહોંચાડ્યો છે. આ વાત સાંભળી તારા બનેવી નાનાભાઈ અને સૈન્ય સાથે લક્ષ્મણની સામે યુદ્ધ કરવા ગયા છે અને અત્યારે યુદ્ધ ચાલી રહ્યું છે. નાનાભાઈના પરાક્રમથી અને પોતાની શક્તિથી ગર્વવાળો રામ સીતાની સાથે વિલાસ કરતો પાછળ રહેલો છે. સ્ત્રીઓમાં રૂપ લાવણ્યની શોભા વડે સીમા સરખી સીતા નથી દેવી નથી નાગકુમારી કે નથી માનુષી પરંતુ કોઈક બીજી જ છે. ત્રણ લોકમાં તેના સરખું રૂપ ક્યાંય નથી. એટલું જ નહિ, પરંતુ સમગ્ર દેવોની અને અસુરોની દેવાંગનાઓના રૂપથી પણ અતિચડિયાતા તેના રૂપનું ાણીથી પણ વર્ણન કરવું અશક્ય છે. હે રાજન્ ! સમુદ્ર-પર્યંત આ ભૂતલમાં જેટલા રત્નો છે, તે સર્વે . બધુ ! તારા માટે અધિકા૨વાલાં છે. જેની રૂપસંપત્તિ નેત્રને વગર બિડાયે એકી નજરથી જોયા જ કરીએ વી છે, એવા પ્રકારના સ્ત્રીરત્નને જો તું ન ગ્રહણ કરે, તો રાવણ નથી. આ વાત સાંભળી તરત પુષ્પક