________________
૧૫૨
યોગશાસ્ત્રનો ગુર્જરનુવાદ ન સમજવું કે, વાસ્યાયને પ્રમાણભૂત માની તેના શાસ્ત્રનો સ્વીકાર કરવો. અહીં એ કહેવા માંગીએ છીએ કે, કામની પ્રધાનતા માનનારાઓ પણ જીવોનો સદ્ભાવ સ્વીકારે છે, પણ ઓળખતા નથી, વાસ્યાયનનો શ્લોક આ પ્રમાણે
१३६ रक्तजाः कृमयः सूक्ष्मा-मृदुमध्याधिशक्तयः ।
जन्मवर्त्मसु, कण्डूर्ति, जनयन्ति तथाविधाम् ॥ ८० ॥ અર્થ : લોહીથી ઉત્પન્ન થયેલા ઓછી મધ્યમ અને અધિક શક્તિવાળા, સૂક્ષ્મકૃમિ જીવો યોનિમાં પણ જ ઉત્પન્ન કરે છે. || ૮૦ ||
ટીકાર્થ : મૈથુન સેવનને કામખ્વરનો પ્રતિકાર કરનાર ચિકિત્સારૂપ ઔષધ સરખું માનનાર પ્રત્યે ઉપદેશ આપતાં રહે છે
१३७ स्त्रीसंभोगेन यः कामज्वरं प्रतिचिकीर्षति ।
स हुताशं घृताहुत्या, विध्यापयितुमिच्छति ॥८१ ॥ અર્થ : જે પુરુષ સ્ત્રીના સંભોગથી કામક્વરને શાંત કરવા ઇચ્છે છે, તે પુરૂષ ઘીની આહુતિથી અગ્નિને બુઝાવવા ઈચ્છે છે. || ૮૧ ||
ટીકાર્થ : સ્ત્રી-સંભોગ કરવા દ્વારા જેઓ કામજ્વર શાન્ત કરવા ઈચ્છા કરતા હોય, તેઓ ઘીની આહુતિ આપીને અગ્નિને ઓલવવાની અભિલાષા કરે છે. અર્થાત્ તેમ કરવાથી કામફ્તર ઘટતો નથી, પણ વૃદ્ધિ પામે છે. બહારના પણ કહે છે કે, કામો ઉપભોગથી કદાપિ પણ શાંત થતા નથી, ઘીની આહતિથી અગ્નિ માફક કામો ઉત્તેજિત થાય છે. કામવરના પ્રતિકાર કરનાર કંઈક હોય તો વૈરાગ્ય ભાવના પ્રતિપક્ષ ક્રિયા-સેવન, ધર્મશાસ્ત્રશ્રવણ આદિક છે. | ૮૧ ||.
કામવર પ્રશાન્ત કરવાના કારણો હોવા છતાં ભવભ્રમણના કારણ સ્વરૂપ મિથુન-સેવન કરવાથી શો લાભ ? એ જ કહે છે.
१३८ वरं ज्वलदयस्तम्भ-परिरम्भो विधीयते न पुनर्नरकद्वार-रामाजघनसेवनम्
|| ૮૨ || અર્થ : બળતા લોઢાના થાંભલાને ભેટવો સારો, પણ નરકના દ્વાર સમાન સ્ત્રીનું જઘન સેવવું સારું નથી. || ૮૨ ||
ટીકાર્થ : તપાવેલ લાલચોળ લોહસ્તંભનું આલિંગન કરવું બહુ સારું છે, પરંતુ નરકના દ્વાર સરખા સ્ત્રીના સાથળનું સેવન ભયંકર છે. ભાવાર્થ એ છે કે, એક વખત કામવરની શાંતિ માટે મૈથુન એ જ ઉપાય હોય, તો પણ નરકનું કારણ હોવાથી તે પ્રશંસવા યોગ્ય નથી. || ૮૨
વળી સ્ત્રી-સંબંધના કારણભૂત સંભોગ કે તેનું સ્મરણ કરવામાં આવે, તો પણ સમગ્ર ગુણ-ગૌરવનો વિઘાત થાય છે
१३९ सतामपि हि वामभू-र्ददाना हृदये पदम् ।
अभिरामं गुणग्रामं, निर्वासयति निश्चितम् ॥ ८३ ॥