________________
૧પ૦
યોગશાસ્ત્રનો ગુર્જરનુવાદ १३० परार्थग्रहणे येषां, नियमः शुद्धचेतसाम् ।।
अभ्यायान्ति श्रियस्तेषां, स्वयमेव, स्वयंवराः ॥ ७४ ॥ અર્થ : શુદ્ધ ચિત્તવાળા જે આત્માઓને બીજાનું ધન ગ્રહણ નહિ કરવાનો નિયમ છે, તેઓની પાસે લક્ષ્મી સ્વયંવર-કન્યાની જેમ સ્વયં જ સામેથી આવે છે. જે ૭૪ /
ટીકાર્થ : પારકું ધન હરણ નહિ કરવાનો નિયમ ગ્રહણ કરનાર નિર્મલ ચિત્તવાળો નહિ કે, બકવૃત્તિવાળા મલિન મનવાળા, તેઓની પાસે સંપત્તિઓ સ્વયંવરા કન્યા માફક આપમેળે આવે છે. નહિ કે બીજાની પ્રેરણા કે વેપાર-ધંધાથી || ૭૪ || તથા१३१ अनर्था दूरतो यान्ति, साधुवादः प्रवर्त्तते ।
स्वर्गसौख्यानि ढौकन्ते, स्फुटमस्तेयचारिणाम् ॥ ७५ ॥ અર્થ : અસ્તેય વ્રતને ધરનારાં આત્માઓને અનર્થો દૂરથી જ ચાલ્યા જાય છે, ગુણની પ્રશંસા થાય છે અને સ્વર્ગના સુખો પ્રાપ્ત થાય છે. | ૭૫ /
ટીકાર્થ : અસ્તેય આચરનારાઓને વિપત્તિઓ પાસે હોય તો દૂર ચાલી જાય છે. અને લોકોમાં “આ પ્રામાણિક છે. એવી પ્રશંસા ફેલાય છે. આ લોકનું ફલ જણાવીને હવે પરલોકનું ફળ કહે છે કે, તેઓ જન્માતરમાં સ્વર્ગ-સુખો પ્રાપ્ત કરો પ્રસંગાનુરૂપ આંતરશ્લોકો કહે છે–
અગ્નિશિખાનું પાન કરવું, સર્પના મુખે ચુંબન કરવું, હલાહલ ઝેર ચાટવું સારું પણ પારકું ધન હરણ ન કરવું. પારકા ધનના લોભ કરનારાની નિર્દય બુદ્ધિ ઘણે ભાગે વૃદ્ધિ પામે છે અને ભાઈ, પિતા, કાકા, મિત્રો, પુત્રો, અને ગુરુઓને હણવા તૈયાર થાય છે. દૂધ પીવાની ઈચ્છાવાલી બિલાડી ઉપર ઉગામેલી લાકડી માફક પરધન ચોરી કરનાર પોતાના વધ-બંધનને જોતો નથી. શિકારી માછીમારી, બિલાડી વગેરે કરતા પણ ચોર આગળ વધી ગયો છે. કારણકે તેને રાજા પકડે છે પણ બીજાને નહિ, હંમેશા બુદ્ધિશાળી પુરુષો, સુવર્ણ, રત્નાદિક પારકું ધન આગળ પડેલું હોવા છતાં તેને પત્થર સરખું માને છે. એવા પ્રકારના સંતોષામૃતરસ વડે તૃપ્ત થયેલા ગૃહસ્થો પણ સ્વર્ગ પ્રાપ્ત કરે છે. ૭૫ સ્કૂલ બ્રહ્મચર્યવ્રત અધિકાર હવે પરલોક અને આલોકના અબ્રહ્મચર્ય ફલને બતાવી ગૃહસ્થ-યોગ્ય બ્રહ્મચર્યવ્રત નિરૂપણ કરે છે– १३२ षण्ढत्वमिन्द्रियच्छेदं वीक्ष्याब्रह्मफलं सुधीः ।
भवेत् स्वदारसंतुष्टो-ऽन्यदारान् वा विवर्जयेत् ॥ ७६ ॥ અર્થ: સમજુ પુરુષ પરલોકમાં નપુંસકપણું, આ લોકમાં રાજાદિકે કરેલ ઈન્દ્રિય-છેદ આદિક અબ્રહ્મનાં કડવાં ફળ દેખીને, કે શાસ્ત્રથી જાણીને અન્યની સ્ત્રીઓનો ત્યાગ કરે અને પોતાની ધર્મપત્નીમાં સંતોષ રાખે. | ૭૬ છે.
ટીકાર્થ : જો કે ગૃહસ્થ અંગીકાર કરેલ વ્રતનું પાલન કરતો હોય, તેને તેટલો પાપ સંબંધ થતો નથી, તો પણ સાધુધર્મ તરફ અનુરાગવાળો યતિધર્મ પ્રાપ્ત કર્યા પહેલાં ગૃહસ્થપણામાં કામ-ભોગથી વિરમેલો થઈ શ્રાવકધર્મ પાલન કરે છે, તેવાને વૈરાગ્યની પરાકાષ્ટાએ પહોંચાડવા માટે સામાન્યપણે અબ્રહ્મનાં નુકસાન