________________
દ્વિતીય પ્રકાશ, શ્લો.૭૪-૭૯
જણાવે છે ।। ૭૬ |
१३३ रम्यमापातमात्रे यत् परिणामेऽतिदारुणम्
किंपाकफलसंकाशं तत्कः सेवेत मैथुनम् ? ॥ ७७ ॥
અર્થ : પ્રારંભમાં રમ્ય, પરિણામે અતિ ભયંકર વિપાકવાળા અને કિંપાક વૃક્ષના ફળ સમા મૈથુનને કોણ સેવે ? ।। ૭૭ ||
ટીકાર્થ : કિંપાક નામના ફળ સરખા શરૂઆતમાં ભોગવતી વખતે મનોહર લાગતા અને ભોગવ્યા પછી કાળમાં ભયંકર દુઃખ આપનાર એવા પ્રકારના મૈથુનકર્મનું સેવન કોણ કરે ? કિંપાકવૃક્ષના ફળનું સ્વરૂપ જણાવે છે. તેના વર્ણ, ગંધ રસ અને સ્પર્શ કૌતુક ઉપજાવે તેવા સુંદર અને સ્વાદિષ્ટ હોય છે અને હૃદયને સંતોષ પમાડે છે, પરંતુ તે ખાવામાં આવે તો હે પુત્ર ! તેના ફળ જાણી શકાય છે. અર્થાત્ ખાનાર જીવી શકતો નથી, પણ મૃત્યુ પામે છે. કિંપાકના ફલ ખાવા માફક જો કે સેવન કરતી વખતે વિષયો મનની શાંતિ કરનાર જણાય છે પણ પાછળથી તેના પરિણામો ઘણાં ભયંકર હોય છે. ॥ ૭૭ ||
મૈથુન સેવનના ભયંકર પરિણામ કહે છેઃ—
૧૫૧
१३४ कम्पः स्वेदः श्रमो मूर्च्छा भ्रमिग्लानिर्बलक्षयः । राजयक्ष्मादिरोगाश्च भवेयुमैथुनोत्थिताः
।। ૭૮ ॥
અર્થ : કંપવું, પરસેવો થવો, મૂર્છા, થાક, ચક્કર, અંગો તૂટવા, વીર્યનો નાશ અને ક્ષય આદિ અનેક રોગો મૈથુનસેવનથી ઉત્પન્ન થાય છે. | ૭૮ ||
,
ટીકાર્થ : મૈથુન સેવન કરનારને ધ્રુજારી, પરસેવો, થાક, મૂર્છા, ચક્કર, અંગ તૂટવું. બલનો વિનાશ ક્ષય રોગ, ઉધરસ, દમ, શ્વાસ વગેરે રોગો ઉત્પન્ન થાય છે ॥ ૭૮ ॥
બાકીના વ્રતો અહિંસાના પરિવારભૂત હોવાથી મૈથુનમાં અહિંસાનો અભાવ કહે છે— १३५ योनियन्त्रसमुत्पन्नाः सुसूक्ष्मा जन्तुराशयः पीड्यमाना विपद्यन्ते, यत्र तन्मैथुन त्यजेत्
1
।। ૭૧ ॥
અર્થ : જે મૈથુનમાં યંત્રમાં ઉત્પન્ન થયેલા અનેક સૂક્ષ્મ જીવોના ઢગલા પીડાઈને મરી જાય છે, તેવા મૈથુન પાપનો ત્યાગ કરો ॥ ૭૯ ॥
ટીકાર્થ : જીવને જન્મ આપવાનો માર્ગ યોનિ, તે યંત્રાકાર હોવાથી યોનિયંત્ર. તેમાં સ્વાભાવિક પણે ઉત્પન્ન થનારા સંમૂર્ણિમ જીવો અતિસૂક્ષ્મ હોવાથી ચક્ષુથી દેખી શકાતા નથી. તે વાત જણાવતાં કહે છે— રૂથી ભરેલી ભુંગળીમાં તપાવેલ લોઢાના સળિયાની જેમ યોનિમાં રહેલા સૂક્ષ્મ જંતુ-સમૂહો પુરુષચિહ્નથી મર્દન થતાં મૈથુનમાં વિનાશ પામે છે, માટે અનેક જીવોની હિંસા કરાવનાર મૈથુનનો ત્યાગ કરવો
|| ૭૯ ||
યોનિમાં જંતુઓનો સદ્ભાવ બીજા શાસ્ત્રોથી પણ દૃઢ કરે છે
जन्तुसद्भाव वात्स्यायनोऽप्याह ।
કામશાસ્ત્ર રચનાર વાત્સ્યાયન પણ જંતુઓનો સદ્ભાવ માને છે, પણ છુપાવતા નથી. આથી એમ