________________
દ્વિતીય પ્રકાશ, શ્લો.૬૩-૬૬
૧૩૩ 44
❖❖❖❖❖❖❖
જ ડાહ્યા પુરૂષે બોલવું, અથવા સર્વ અર્થને સાધી આપનારુ એવું મૌનપણાનું આલંબન કરી રહેવું. કોઈ પૂછે તો પણ વૈરના કારણભૂત, કોઈની ગુપ્ત વાત પ્રગટ કરનાર, કઠોર, શંકા ઉત્પન્ન કરનાર કે શંકાસ્પદ, હિંસા કરાવનારું કે ચાડી કરનારું એવું વચન ન બોલવું, પરંતુ ધર્મનો નાશ થતો હોય, ક્રિયાનો લોપ, સાચા સિદ્ધાંતનો અર્થ માર્યો જતો હોય, તો શક્તિવાળાઓએ તેના નિષેધ માટે વગર પૂછ્યું પણ બોલવું'' ચાર્વાક-નાસ્તિકો કૌલિકો, વિપ્રો, બૌદ્ધો, પાંચરાત્રિકો વગેરેએ અસત્યથી આક્રમણ કરી જગતને વિડંબના પમાડ્યું છે, ખરેખર, તેઓના મુખમાંથી જે વાણી બહાર નીકળે છે, તે નગરની ખાળ (ગટર)ના પ્રવાહ સરખી કાદવ-મિશ્રિત દુર્ગંધ જળની ઉપમાવાળી છે. દાવાનળમાં બળીને સળગી ગયેલું વૃક્ષ ફરી ઘટાવાળું લીલુંછમ તૈયાર બની જાય છે, પરંતુ દુર્વચન-અગ્નિથી બળેલો લોક સાચો ધર્મ માર્ગ પામી પલ્લવિત થતો નથી. ચંદન, ચંદ્રિકા, ચંદ્રકાન્તમણિ, મોતીની માળાઓ તેટલો આહ્લાદ આપતી નથી, જેટલો આહ્લાદ મનુષ્યોની સાચી વાણી આપે છે. શીખવાળો, મુંડમસ્તકવાળો, જટાવાળો, નગ્ન કે વસ્ત્ર ધારણ કરનાર તપસ્વી એવો પણ જો અસત્ય બોલે, તો તે અસ્પૃશ્ય અંત્યજ કરતાં પણ નિંદનીય છે. ત્રાજવાના એક પલ્લામાં અસત્ય વચનથી ઉત્પન્ન થયેલું પાપ અને બીજા પલ્લામાં બાકીનું સર્વ પાપ તોલ કરવામાં આવે, તો પ્રથમનું પલ્લું વજનદાર થશે. પરદારગમન, ચોરી બે પાપો છોડવા માટેનાં પ્રતિવિધાનો કોઈક મળશે, પરંતુ અસત્ય વચન બોલનાર પુરૂષોનો પ્રતિકાર કરનાર ઉપાય નથી. દેવો પણ જેમનો પક્ષપાત કરે છે, રાજાઓ પણ જેની આજ્ઞા ઉઠાવે છે, અગ્નિ આદિક ઉપદ્રવો પણ જેનાથી શાન્ત બની જાય છે– આ સર્વ સત્ય વાણીનું જ ફળ સમજવું. આ પ્રમાણે બીજું વ્રત પૂર્ણ થયું ॥ ૬૪ ॥ હવે ત્રીજું અસ્તેયવ્રત કહેવાય છે. તેમાં પણ ફળ બતાવ્યા વગર મનુષ્ય ચોરીથી અટકતો નથી. માટે ફળ બતાવવા પૂર્વક ચોરીની નિવૃત્તિ કહે છે—
१२१ दौर्भाग्यं प्रेष्यता दास्य- मङ्गच्छेदं दरिद्रताम् 1
ગત્તાત્તાં જ્ઞાત્વા, સ્થૂલસ્તેયં વિવર્નયેત્ ॥ ૬પ ॥
અર્થ : દુર્ભાગ્ય, નોકરપણું, દાસપણું, અંગછેદ અને દરિદ્રતાને અદત્તાદાનનું ફળ જાણીને સ્થૂલથી અદત્તનો ત્યાગ કરવો || ૬૫ ||
ટીકાર્થ : દૌર્ભાગ્ય-બીજાને ઉદ્વેગ પમાડનાર, પારકાને ત્યાં નોકર બની તેનાં કામ કરવાં, ડામ આપી ગુલામ બનાવે, શરીરની પરાધીનતા, અંગના અવયવોના છેદ, હાથ પગ આદિનો છેદ, નિર્ધનતા, વગેરે અને પરલોકમાં વગર આપેલી વસ્તુ ગ્રહણ કરવા રૂપ અદત્તાદાનનાં ફળો શાસ્રથી અને ગુરૂના મુખથી જાણીને મોટી ચોરી કરવા રૂપ અને ‘ચોર’ એવા શબ્દથી વ્યવહાર થાય તેવાં કાર્યો શ્રાવક ત્યાગ કરે.
|| ૬૫ ||
તેને જે વિસ્તારથી કહે છે—
१२२ पतितं विस्मृतं नष्टं स्थितं स्थापितमाहितम् ।
અવૃત્ત નાવરીત સ્વ, પાળીયચક્ષુધી: ॥ ૬૬ ॥
અર્થ : ભૂમિ પર પડેલું, ભૂલાયેલું, ખોવાયેલું, કોઈ સ્થાનમાં રાખેલું, થાપણનું અને જમીનમાં દાટેલું, બીજાનું ધન જો માલિક આપે નહિ તો બુદ્ધિશાળી પુરુષે ક્યારેય ગ્રહણ ન કરવું. ॥ ૬૬ ॥ ટીકાર્થ : વાહન જતું હોય તેમાંથી પડી ગયેલું, માલિકે મૂક્યું હોય, પણ તે ભૂલી ગયા હોય,