________________
યોગશાસ્ત્રનો ગુર્જરાનુવાદ
૧૪૨
પ્રકારના પુરૂષ પ્રાપ્ત થવો મુશ્કેલ જ હોય.' ત્યાર પછી બહાર ફરતાં ફરતાં તેઓએ ચંપકવૃક્ષ નજીક નરદેવ-પદને ઉચિત મૂલદેવને દેખ્યો, ઘોડાએ હેષારવ શબ્દ કર્યો. હાથીએ જોરથી ગર્જના કરી, કળશ વડે તેની પૂજા, બે ચામરોથી વીંઝવાનું, સુવર્ણદંડથી શોભાયમાન જાણે વીજળી ન હોય તેમ શરદના મેઘ સરખું ઉજ્જવલ શ્વેત છત્ર મસ્તક ઉપર શોભવા લાગ્યું. જ્યકુંજર હાથીએ તેને પોતાના સ્કંધપ્રદેશ પર બેસાડ્યો. સ્વામીની પ્રાપ્તિથી હર્ષ પામેલા પ્રજાજનો ‘જય જય' શબ્દ પોકારવા લાગ્યા. મોટા વાંજિત્રોના શબ્દો વડે દિશાઓ પૂરતા કુબે૨ જેમ અલકામાં તેમ મૂલદેવે નગરમાં પ્રવેશ કર્યો, હાથી પરથી નીચે ઉતરી તે રાજમહેલમાં સિંહાસન પર બેઠો. હવે આકાશમાં દેવતાએ કહ્યું કે, દેવતાઓના પ્રસાદથી કળાઓનો ભંડાર આ વિક્રમરાજ નામનો રાજા થયો છે. આ રાજાની આજ્ઞામાં જેઓ નહિ વર્તે, તેઓને પર્વતને જેમ વજ્ર ચૂરી નાખે, તેમ હું શીક્ષા કરીશ, તે દેવતાની વાણીથી સર્વ પ્રકૃતિમંડલ વિસ્મય અને ભય પામ્યું અને મુનિઓને જેમ ઈન્દ્રિય-સમુદાય, તેમ હંમેશા તેને વશ બન્યું. ત્યાર પછી વિષયસુખ અનુભવતા તે રાજાએ ઉજ્જયિનીના રાજા સાથે માંહોમાંહે વ્યવહાર કરતા પ્રીતિ કરી.
તે વખતે દેવદત્તાએ પણ તેવા પ્રકારની મૂલદેવની વિડંબના દેખીને તિરસ્કાર પૂર્વક અચલને કહ્યું કે, ‘હે ધનના અહંકારમાં અંધ બનેલા ! શું હું તારા ઘરની કુલગૃહિણી છું. એમ સમજે છે ? કે મરવાની ઇચ્છાવાળા મૂર્ખ ! મારા ધરમાં તે આવો વ્યવહાર કર્યો ? હવે પછી તારે મારા ઘરે ન આવવું' એ પ્રમાણે તેને ઘરમાંથી બહાર કાઢી રાજા પાસે ગઈ, અને તેણે રાજા પાસે આગળ આપેલું વરદાન માગ્યું. રાજાએ કહ્યું, તારી ઈચ્છા પ્રમાણે માગ, જેથી તે તને આપું. ‘હવે આપે મૂલદેવ સિવાય બીજા કોઈને મારા પ્રત્યે આજ્ઞા ન કરવી અને મારા ઘરે આવતા આ અચલને બંધ કરવો.' રાજાએ કહ્યું, ભલે એમ હો, પરંતુ આમા કારણ શું ? તે પૂછ્યું, એટલે દેવદત્તાએ નેત્રસંજ્ઞાથી માધવીને કહેવા જણાવ્યું. એટલે તેણે સર્વ હકીકત કહી. આ સાંભળી કોપથી જેની ભૂલતા ચલાયમાન થઈ છે. એવા જીતશત્રુ રાજાએ તે સાર્થવાહને બોલાવી તિરસ્કાર પૂર્વક આમ કહ્યું કે, મારા નગરના બીજા રત્ન સરખા આ બંને આભૂષણો છે, મૂર્ખ એવા તે ધનમાં અભિમાની બની પત્થર માફક તેની અવગણના કરી. આ કારણે આ અપરાધની શિક્ષા, તારા પ્રાણોના નાશ કરવા હું આશા કરું છું. આ પ્રમાણે રાજાએ કહ્યું, ત્યારે દેવદત્તાએ તેનું નિવારણ કરાવ્યું. તેને આણે બચાવ્યો છે, તો પણ તારું રક્ષણ ત્યારે થશે કે ગમે ત્યાંથી તારે મૂલદેવને પાછો મેળવી આપવો. આ પ્રમાણે રાજાએ કહ્યું, ત્યાર પછી રાજાને પ્રણામ કરીને તે ગયો. હવે સાર્થવાહ ખોવાએલા રત્ન માફક ચારેબાજુ મૂલદેવની શોધ કરવા લાગ્યો. એક બાજુ દેવદત્તાની ન્યૂનતાથી અને મૂલદેવને ન દેખવાથી તે ભય પામ્યા અને વેપારની વસ્તુઓ વહાણમાં ભરીને તરત પારસકુલ દેશમાં ગયો.
આ બાજુ મૂલદેવ પણ વિચારવા લાગ્યો કે, લવણ વગરના ભોજનની જેમ દેવદત્તા વગરની અતિશય રાજ્યલક્ષ્મીથી પણ શું ? ત્યાર પછી તેણ દેવદત્તા માટે જિતશત્રુ રાજા પાસે ભેટણાસહિત ચતુર દૂતને મોકલ્યો. દૂતે ઉજ્જિયની નગરીમાં પહોંચી જિતશત્રુ રાજાને વિનંતી કરી કે, દેવતાએ આપેલી રાજ્યલક્ષ્મી ભોગવતો મૂલદેવ આપને આ પ્રમાણે સંદેશો કહેવરાવે છે કે, ‘દેવદત્તામાં મારો પ્રેમ કેટલો છે ? તે આપને વિદિત છે. જો તેની ઈચ્છા હોય તો આપ તેને મોકલશો' ત્યારે અવંતી રાજાએ કહ્યું, અરે તેણે આટલી પ્રાર્થના કેમ કરી ? વિક્રમરાજા સાથે અમારે રાજ્યમાં ભેદ નથી. ઉજ્જયિનીપતિએ દેવદત્તાને બોલાવી કહ્યું કે ભાગ્યશાળી ! ભાગ્યયોગે લાંબા કાળે તારા મનોરથો પૂર્ણ થયા. દેવના પ્રસાદથી મૂલદેવ રાજા થયો છે અને તને બોલાવવા માટે પોતાના મુખ્ય પુરૂષોને મોકલ્યા છે, માટે તું