________________
દ્વિતીય પ્રકાશ, શ્લો.૭૨
૧૪૫
પછી રાજા પણ વિચાર કરીને એકદમ ત્યાંથી બહાર નીકળી ગયા, “ચતુર પુરૂષો વિક્રમી હોવા છતાં પણ શત્રુઓને બુદ્ધિપૂર્વક હણે છે' રાજા ગયા પછી બહેને બૂમ પાડી કે, આતો નાસી ગયો. પોતાના પરીચિતો કે સ્નેહીઓને બચાવવા માટે બુદ્ધિશાળીઓને આવા પ્રયત્નો કે પ્રપંચ કરવા પડે છે. ખેંચેલ કંકાલતલવારવાળી બહાર લબડતી જિલ્લાવાળા વેતાલ માફક ભયંકર બનેલો ઉતાવળો ઉતાવળો મંડિક ચોર રાજાના પાછળ દોડ્યો, બૃહસ્પતિ-બુદ્ધિવાળા રાજાએ તેને નજીક આવી પહોંચેલો જાણીને ચોકમાં ઉભા કરેલા પોળીયાના પત્થર પાછળ છુપાઈ ગયો. કોપાંધ નયનવાળા તેણે આ એ જ પુરૂષ છે–એમ માની કંક જાતિના લોહની તરવારથી પત્થર-સ્તંભને છેદીને મંડિક ચોર પોતાના ધામમાં ગયો. ચોરનો પત્તો લાગવાથી ખુશ થયેલ રાજા પણ પોતાના મહેલે ગયો. “હેરાનગતિ કરનાર પકડાઈ જાય, તો કોને સુખ ન થાય ?'
સવારે રાજા રાજવાટિકાએ બહાર જવાના બહાનાથી તે ચોરને જોવા માટે નીકળ્યો હવે કાપડીયાની દુકાનના દ્વાર પાસે તુણવાનું કામ કરતો સાથળ અને જંઘા ઉપર વસ્ત્રના ચીંથરાના પાટા લપેટી માં લગાર ખુલ્લું રાખી તે ચોર બેઠેલો હતો. વાંસલતાથી યુક્ત કપટથી દયામણી આકૃતિ બતાવતા ચોરને દેખીને રાત્રે દેખેલ તેના અનુમાનથી રાજાએ ઓળખ્યો. રાજા મહેલે પાછા ફર્યા અને સેવકોને નિશાની બતાવી કે, આ ઠેકાણેથી આવા પાટા બાંધેલા પુરુષને બોલાવી લાવવા પોતાના સેવકોને મોકલ્યા. ત્યાર પછી તે સ્થળેથી તેને લઈ જવા માટે રાજપુરુષો આવ્યા અને કહ્યું કે, તમને રાજા માન-પૂર્વક બોલાવે છે એટલે તેણે વિચાર્યું કે, નક્કી તે વખતે તે પુરૂષ હણાયો નથી તેનું જ આ પરિણામ છે. “ચોરો પણ મહારાજાઓને ઓળખનારા હોય છે. ત્યાર પછી તે રાજકુલમાં ગયો. રાજાએ તેને પોતાની પાસેના આસન પર બેસાડ્યો. “મારવાની ઈચ્છાવાળી નીતિ સમજનારા પુરૂષો મહાપ્રસાદ કરનાર હોય છે. પ્રસન્નતા મુખવાળી વાણીથી રાજાએ તેને કહ્યું તારી બહેન મને આપ. કન્યા તો આપવા યોગ્ય જ હોય છે. જરૂર મારી બહેનને આપે પહેલાં દેખી છે. બીજો કોઈ ત્યાંથી ગયો નથી. આ રાજા એ જ છે– એમ મંડિકે મનમાં નિશ્ચય કર્યો પછી તેણે કહ્યું “હે દેવ ! આપ મારી બેનને ગ્રહણ કરો, તે આપની જ છે. બીજું મારી પાસે જે કંઈ છે, તે પણ આપનું જ છે.” એ પ્રમાણે રાજાને કહ્યું. તે સમયે કૃષ્ણ જેમ રુકમણી સાથે તેમ રાજાએ રૂપાતિશયથી શોભતી તેની બહેન સાથે લગ્ન કર્યા. રાજાએ તે ચોરને મહાપ્રધાનપદે સ્થાપન કર્યો. સમુદ્રના મધ્યસ્થળ માફક રાજાઓના ભાવો કોણસમજી શકે ? તેની પાસેથી રાજા હંમેશા આભૂષણો, વસ્ત્રો વગેરે તેની બહેન દ્વારા મંગાવે છે. “અહો ! ધૂર્તો વડે જે ધૂર્ત ઠગાય છે' એમ કરતાં જ્યારે ઘણું દ્રવ્ય રાજાએ ખેંચી લીધું ત્યાર પછી પત્નીને પૂછ્યું કે, “હવે તારા ભાઈ પાસે કેટલું બાકી છે ? આ ચોરની બહેને કહ્યું. “આટલું જ તેની પાસે ધન હતું. આ પ્રમાણે રાજાને નિવેદન કર્યું. કારણકે પ્રિયતમ પાસે કંઈ છૂપાવવાનું ન હોય.' ત્યાર પછી કઠોર આજ્ઞાવાળા રાજાએ અનેક વિડંબના પમાડી તેને દેહાંત દંડની શિક્ષા કરી. “પાપ કરનારાઓને કુશળ ક્યાંથી હોય? અખંડ નીતિવાળા વિક્રમરાજાએ ચોરી કરનાર મંડિક સાળો હોવા છતાં પણ તેને પકડાવી મારી નંખાવ્યો, માટે કોઈ પણ પ્રકારે આ જન્મમાં પણ વિરુદ્ધ ફલ પમાડનાર ચોરી ડાહ્યો પુરૂષ ન કરે. એ પ્રમાણે મૂલદેવ અને મંડિકચોરની કથા પૂર્ણ થઈ. રોહિણેય ચોરની કથા
અમરાવતીની સંપત્તિને જિતનાર રાજગૃહ નામના નગરમાં અનેક રાજાઓથી સેવાતો શ્રેણિક નામનો રાજા હતો. કૃષ્ણને જેમ પ્રદ્યુમ્ન તેમ નીતિ-પરાક્રમ યુક્ત તે રાજાને અભયકુમાર નામનો પુત્ર હતો. આ બાજુ તે નગરની નજીકના વૈભારગિરિની ગુફામાં સાક્ષાત દેહધારી રૌદ્રરસ હોય તેવો લોહખુર નામનો