________________
દ્વિતીય પ્રકાશ, શ્લો.૭૨
૧૪૧
***
મૂલદેવે તે જ આશાથી ત્રણ દિવસ પસાર કર્યા. ‘પુરૂષોને આશા જ જીવિત છે' બંનેનો માર્ગ બદલાવાનો સમય આવ્યો, ત્યારે વિષે ધૂર્તરાજને કહ્યું કે, હે ભાગ્યશાળી ! તારું કલ્યાણ થાઓ, હવે હું અહીંથી મારા માર્ગે જઈશ, ત્યારે મૂલદેવે તેને કહ્યું કે, તારી સહાયથી મેં બાર યોજન લાંબી અટવી એક કોશ માફક ઉલ્લંઘી છે. હું વેણાતટ નગરે જઈશ. મારું નામ મૂળદેવ છે, ત્યાં મને કંઈક કાર્ય હોય તે કહેજે અને તારું નામ પણ મને કહે. લોકોએ નિર્ધણશર્મા એવું બીજું નામ પાડેલું છે અને અસલ નામ તો 'સદ્ધડ' વિપ્ર છે' એમ કહીને તે ટક્કર સાથીદાર જુદો પડ્યો પછી વેણાતટ તરફ જતા મૂલદેવે માર્ગમાં પ્રાણીઓને વિશ્રામસ્થાન સરખા એક ગામને દેખ્યું ભૂખથી ઊંડી કુક્ષિવાળા તેણે ત્યાં પ્રવેશ કર્યો અને ભિક્ષા માટે ભ્રમણ કરતાં કોઈક ઘરેથી બાફેલા અડદ (બાકળા) પ્રાપ્ત કર્યા ગામમાંથી બહાર નીકળતાં તેને સામે દેહધારી પુણ્યના ઢગલા સરખા કોઈ માસોપવાસી મુનિ મળ્યા તેમને દેખીને હર્ષ પામ્યો કે, અહો ! મારો પુણ્યકર્મોદય ! ખરેખર ભવસમુદ્રમાંથી તારનાર યાનપાત્ર સરખા ઉત્તમ તપસ્વી મુનિનું પાત્ર મને પ્રાપ્ત થયું છે. ત્રણ રત્નવાળા સાધુ ભગવંતને અડદના બાકળાનું દાન કરીને આજે લાંબા કાળના મારા વિવેક-વૃક્ષનું ફળ મને પ્રાપ્ત થાઓ. દાન આપતાં તેની ભાવનાથી હર્ષિત થયેલા દેવતાએ આકાશવાણીથી કહ્યું કે, ‘હે ભદ્ર ! તું અર્ધા શ્લોકથી માગણી કર કે તને શું આપવું ? તરત જ મૂલદેવે તે દેવી પાસે પ્રાર્થના કરી કે ખિા તેવì ના સહસ્ત્ર રહ્યં અસ્તુ મે ગણિકા દેવદત્તા અને હજાર હાથીઓવાળું મને રાજ્ય હો. દેવીએ કહ્યું, ‘ભલે એમ હો’ મૂલદેવે પણ તે મુનિને પ્રતિલાભીને અને વંદન કરીને ગામમાં જઈ ભિક્ષા લાવીને પોતે જમ્યો. આમ માર્ગ વટાવતો ક્રમે કરીને તે વેણાતટ નગરે પહોંચ્યો અને એક ધર્મશાળામાં સૂઈ ગયો અને નિદ્રાસુખ પામ્યો. સૂતેલા તેણે રાત્રિના છેલ્લાં પહોરમાં એક સ્વપ્ન જોયું કે, પૂર્ણમંડલવાળા ચંદ્રે મારા મુખમાં પ્રવેશ કર્યો' તે જ સ્વપ્ન કોઈ બીજા મુસાફરે પણ ત્યારે જ દેખ્યું. જાગેલા તેણે તે બીજા મુસાફરને કહી દીધું. તે મુસાફરોમાંથી એકે એ સ્વપ્ન આ પ્રમાણે વિચાર્યું કે, નજીકના કાળમાં તને ખાંડ, ઘી સાથે પુડલો પ્રાપ્ત થશે. હર્ષ પામેલો તે મુસાફર ‘એમ હો’ એમ બોલ્યો. કારણ કે શિયાળને તો બોર મળી જાય, તો પણ મહોત્સવ સરખો આનંદ થાય છે.’ ધૂર્તરાજે પોતાનું સ્વપ્ન તે અજ્ઞાનીઓને ન કહ્યું, ‘મૂર્ખાઓને રત્ન બતાવે તો આ પત્થરનો કટકો છે—એમ જ કહે.' ઘર ઢાંકવાના પર્વ દિવસે મુસાફરે પુડલો મેળવ્યો. ‘ઘણે ભાગે વિચારના અનુસારે સ્વપ્ન ફળે છે.' ધૂર્ત સવારે બગીચામાં જઈ પુષ્પો એકઠા કરવા માટે માળીને સહાય કરવા લાગ્યો, એટલે તે ખુશ થયો. તેવા પ્રકારનું કાર્ય પણ લોકોનું પ્રીતિ કરનાર થાય છે. તે માળી પાસેથી પુષ્પો અને ફળો ગ્રહણ કરી પવિત્ર થઈ, સ્વપ્ન શાસ્રનિપુણ પંડિતના ઘરે ગયો. ત્યાર પછી મૂલદેવે તેના જાણકાર ઉપાધ્યાયને નમન કરી પુષ્પો, ફલો આપીને પોતાનું સ્વપ્ન કહ્યું. હર્ષ પામેલા તે વિદ્વાને કહ્યું., હે વત્સ ! સારા મુહુતૅ હું તને સ્વપ્ન ફળ કહીશ. આજે તું અમારો અતિથિ બન. મૂળદેવને ગૌરવથી નવરાવી ભોજન કરાવીને ઉપાધ્યાય પરણાવવા માટે કન્યા લાવ્યા. મૂલદેવે પણ કહ્યું કે, હે પિતાજી ! અજાણ્યા કુળવાળાને તમે કન્યા આપો છો, તો કંઈ વિચાર કેમ કરતા નથી ? ઉપાધ્યાયે કહ્યું કે, તમારી આકૃતિથી જ કુલ અને ગુણો સર્વથા જણાઈ ગયા છે, માટે મારી આ કન્યાને તમે પરણો. તેના વચનથી મૂલદેવે પણ તે કન્યા સાથે લગ્ન કર્યા, ભવિષ્યમાં થનારી કાર્યસિદ્ધિનું મંગળ શકુન જાણે પ્રગટ કેમ ન થયું હોય ? ‘સાત દિવસની અંદર તું અહીં રાજા થશે.' એ પ્રમાણે ઉપાધ્યાયે તેને સ્વપ્ન-ફલ નિવેદન કર્યું. હર્ષ પામેલો ત્યાં વસતો ધૂર્તરાજ નગર બહાર જઈને પાંચમા દિવસે ચંપકવૃક્ષની નીચે સુઈ ગયો. તે વખતે તે નગરમાં મૂળ વગરના વૃક્ષ માફક પુત્ર વગરનો આગલો રાજા મૃત્યુ પામ્યો, ત્યારે નવીન રાજાની શોધ માટે મંત્રથી પવિત્ર કરતા હાથી, ઘોડા, છત્ર, કળશ અને ચામરો સાથે નગરમાં ભમ્યા પણ રાજ્ય યોગ્ય કોઈ નહિં મળ્યો. ‘તેવા