________________
૧૩૮
યોગશાસ્ત્રનો ગુર્જરાનુવાદ શરૂ કર્યું. ઈન્દ્રના દુંદુભિ વગાડનાર જેવા તેના ધ્વનિનો વિસ્તાર કરવામાં ચતુર મૂલદેવે પણ નિપુણતાથી દુંદુભિ વગાડી રાજા તેના શાસ્ત્રીય હાવ-ભાવવાળા કરણયુક્ત નૃત્યથી પ્રભાવિત થયો એટલે પ્રસાદ માંગવા કહ્યું. ત્યારે તેને થાપણ તરીકે અનામત રખાવ્યું. પછી ભૂલદેવ સાથે સંગીત અને નૃત્ય કર્યું. તુષ્ટ થયેલા રાજાએ તેને પણ પહેરેલ આભુષણ આપ્યું. પાટલિપુત્રના રાજાના દ્વારપાળ વિમલસિંહે ખુશ થઈને રાજાને એમ કહ્યું કે, પાટલિપુત્રમાં બુદ્ધિશાળી મૂલદેવનો આ કલાપ્રકર્ષ છે, અથવા તેની પાસેથી ચોરેલ
જા કોઈનો પણ નથી આને મૂલદેવ પછી કળાવાળાઓમાં પ્રથમ પ્રમાણપત્ર આપવું અને નર્તન કરનારીઓમાં આને પ્રમાણપત્રની પતાકા આપવી. ત્યાર પછી તે પ્રમાણે રાજા આપવા લાગ્યા ત્યારે દેવદત્તાએ કહ્યું “આ મારા ગુરૂ છે, તેથી તેની અનુજ્ઞાથી સ્વીકારીશ” રાજાએ પણ તેને કહ્યું કે, મહાભાગ્યશાળી ! તું તેને રજા આપ, ધૂર્ત પણ કહ્યું કે, દેવ જે આજ્ઞા કરે, તેમ કર. આ સમયે જાણે બીજો દેવગાંધર્વ હોય તેવી રીતે સર્વના મનને હરણ કરતાં ધૂર્તરાજે સ્વયં વીણા વગાડી. ત્યાર પછી વિમલસિંહે કહ્યું. “હે દેવ ! નક્કી આ છુપાવેલા રૂપવાલા મૂલદેવ જ છે, આવી કળા બીજામાં ન સંભવે. વિજ્ઞાનના અતિશયવાળા આ પ્રકર્ષને મૂલદેવ સિવાય બીજો કોઈ પામી શકે તેમ નથી માટે હે દેવ ! સર્વથા આ તેજ છે' રાજાએ કહ્યું. જો એમ છે, તો તું પ્રગટ થા, રત્ન જેવા મૂલદેવનાં દર્શન કરવા હું ઘણો આતુર છું. મૂલદેવે પણ મુખમાંથી ગુટિકા બહાર કાઢી એટલે તે જ વખતે મેઘમાંથી બહાર નીકળેલા ચંદ્ર માફક ક્રાંતિવાળો પ્રગટ થયો. હવે બરાબર તું કળાવાળો છે એમ જણાયું એમ બોલતા વિમલસિંહે ધૂર્તસિંહને આલિંગન કર્યું. પછી ભૂલદેવે પણ રાજાના ચરણ કમળમાં પડ્યો. રાજાએ પણ તેને પ્રસાદ આપવાપૂર્વક ગૌરવથી પૂજ્યો. એ પ્રમાણે તેના પર અનુરાગવાળી દેવદત્તા પણ પુરુરવા સાથે ઉવર્શીની
ની સાથે વિષય-સુખ અનભવવા લાગી. હવે મલદેવ પણ ઘતક્રીડા કર્યા વગર રહી શક્તો નથી. ભવિતવ્યતાના યોગે ગુણીઓને પણ કોઈ દોષ વળગેલો હોય છે. દેવદત્તાએ પણ માંગણી કરી કે, “ધૂત ધિક્કારવા યોગ્ય છે, માટે તેનો તમે ત્યાગ કરો' મૂલદેવે તેનો ત્યાગ ન કર્યો. કારણકે સ્વભાવ એ ત્યાગ કરવો મુશ્કેલ છે.
તે નગરીમાં ધન વડે કુબેર સરખો અચલ નામનો સાર્થવાહ જાણે સાક્ષાત કામદેવ હોય તેવા રૂપવાળો હતો. તે મૂળદેવની પહેલા દેવદત્તામાં અનુરાગવાળો અને પગારથી તેનો સ્વીકાર કરી તેની સાથે નિરંતર ભોગ ભોગવતો હતો. તે મૂલદેવ પર મોટી ઈર્ષ્યા કરતો અને ઉપદ્રવ કરવાની ઈચ્છાથી તેના વાંક ખોળતો હતો. તે શંકા સાથે મૂલદેવ પણ કંઈક બાનાથી તેના ઘરે ગયો. “અવિહડ રાગીઓનો રાગ ઘણે ભાગે પરવશતા કરાવનાર થાય છે. માતાએ દેવદત્તાને કહ્યું કે, હે પુત્રી ! નિર્ધન જુગારી ધૂર્ત મૂલદેવનો તું ત્યાગ કર. દરરોજ વિવિધ દ્રવ્ય આપનાર આ અચલ ઉપર કુબેરપુત્ર પર જેમ રંભા તેમ તું નિશ્ચલ રતિવાળી બન, ત્યારે દેવદત્તાએ પ્રત્યુત્તર આપ્યો કે, “હે માતાજી ! હું એકાન્તથી ધનની અનુરાગિણી નથી, પણ ગુણરાગિણી છું ત્યારે કોપથી માતાએ કહ્યું. આ જુગારીમાં વળી ગુણો કેવી રીતે રહી શકે ? એટલે દેવદત્તાએ માતાને કહ્યું. આ ધીર, ઉદાર, પ્રિય વાણી બોલનાર, વિદ્યા અને કળા જાણનાર, ગુણાનુરાગી પોતે ગુણવાળો વિશેષ સમજનારો શરણ કરવા યોગ્ય છે. ખરેખર આનો ત્યાગ મારાથી થઈ શકશે નહિ. ત્યાર પછી કપટવાળી કુટ્ટિનીએ વૈરી સરખી ઈચ્છા મુજબ વર્તનારી પુત્રીને ધૂર્તની સાથેની પ્રીતિ છોડાવવા માટે ઉપાયો શરૂ કર્યા. દેવદત્તા જ્યારે માતા પાસે પુષ્પમાળા માગે, ત્યારે તે વાસી પુષ્પોની કરમાયેલી માળા આપે, શરબત માગે, ત્યારે પાણી આપે, શેરડીના ટુકડા માગે, ત્યારે વાંસના નિરસ ટુકડા આપે, સુખડ માગે, ત્યારે કદંબનો કટકો આપે, કપટી કુટિનીએ કોપ કરતાં કહ્યું. “હે પુત્રિ!