________________
૧૩૦
યોગશાસ્ત્રનો ગુર્જરાનુવાદ બે વિચારણા હોય છે. તેમાં આ વિષયમાં ગુરૂજીએ ગૌણ અર્થ કહ્યો હતો. ગુરુજી ધર્મનો ઉપદેશ કરનારા હતા. શ્રુતિ પણ ધર્મસ્વરૂપ જ છે. બંને વિપરીત કરીને હે મિત્ર ! તું પાપ ઉપાર્જન ન કર’ આગ્રહપૂર્વક પર્વતે કહ્યું કે ગુરૂજીએ “મની પાન' “અજ' એટલે બકરાં કહેલા છે, ગુરૂએ કહેલા શબ્દના અર્થનું ઉલ્લંઘન કરવાથી તુ ધર્મ ઉપાર્જન કરે છે ખરો? ખોટા અભિમાનવાળી વાણી મનુષ્યને દંડ કે ભય આપનારી થતી નથી ? પર્વતે કહ્યું, “પોતાના પક્ષની સ્થાપના કરવામાં જે નિષ્ફળ થાય. તેણે જીહ્યા છેદ સ્વીકારવો-એવી આપણી વચ્ચે શરત હો' આ વિષયમાં આપણા બે વચ્ચે સાથે અભ્યાસ કરનાર વસુરાજાને પ્રામાણિક નિર્ણય આપનાર તરીકે માન્ય કરવા. નારદે તે વાતનો સ્વીકાર કર્યો. કારણકે સત્ય બોલનારાને ક્ષોભ થતો નથી. ખાનગીમા પર્વતની માતાએ પુત્રને કહ્યું. “હું ઘરકાર્યમાં પરોવાયેલી હતી, ત્યારે “અજા' એટલે “ત્રણ વરસના ધાન્યો” એવો અર્થ મેં તારા પિતાજી પાસેથી સાંભળ્યો હતો. તમોએ જિદ્વા-છેદની શરત અભિમાનથી કરી, તે કાર્ય અયોગ્ય કર્યું. વગર વિચાર્યું કાર્ય કરનાર આપત્તિના સ્થાનને પ્રાપ્ત કરે છે. પર્વતે કહ્યું, “આ પ્રમાણે મેં કર્યું તો છે જ, તે માતાજી ! મેં એક વખત ગમે તે કરી નાંખ્યું. હવે તેનો કોઈ ઉપાય છે કે નહિ ? પછી તે પર્વતની આપત્તિની પીડા વડે હૃદયમાં શલ્ય પામેલી માતા વસુરાજા પાસે ગઈ “પુત્ર ખાતર શું ન કરાય ?' તેણે કહ્યું, હે માતાજી ! તમને દેખવાથી આજે ખરેખર મને ગુરૂજી ક્ષીરકદંબકના જ દર્શન થયાં. બોલો શું કરું ? અથવા શું આપું ? ત્યારે તેણે કહ્યું, હે પૃથ્વી પતિ ! મને પુત્રભિક્ષા આપ, હે પુત્ર ! પુત્ર વગર ધન, ધાન્ય કે બીજી વસ્તુઓનું મારે શું પ્રયોજન છે? વસુએ કહ્યું, હે માતાજી ! પર્વત મને પૂજ્ય અને પાલન કરવા યોગ્ય જ છે, શ્રુતિ પણ એમ જ કહે છે. ગુરુના પુત્ર સાથે ગુરૂની જેમ વર્તવું.” અકાલે રોષ કરનાર યમરાજાએ આજે કોની ચિઠ્ઠી ઉંચકી ? હે માતા ! મારા બંધુને મારવાની ઈચ્છાવાળો કોણ છે ? તે મને કહો. તમે શા માટે ફિકર કરો છો ? “અજ' શબ્દની વ્યાખ્યાની હકીકત તથા પોતાના પુત્રે કરેલી શરત, તમને તેમાં નિર્ણય કરનાર પ્રમાણપુરૂષ તરીકે માન્ય છે, માટે તમારી પાસે પ્રાર્થના કરું છું કે, બંધુનું રક્ષણ કરવા માટે “અજ' એટલે બકરો એવો અર્થ તમારે કહેવો. મહાપુરૂષો પ્રાણો આપીને પણ પરોપકાર કરનારા હોય છે, તો પછી વાણીથી કેમ નહિ?' વસુએ કહ્યું “હે માતાજી ! હું અસત્ય વચન કેમ બોલું ? સત્ય વચન બોલનારા પ્રાણના નાશમાં પણ અસત્ય બોલતા નથી. વળી બીજું કંઈક બોલવું પણ પાપથી ડરનારાએ અસત્ય તો ન જ બોલવું. વળી ગુરૂ વચનથી વિરૂદ્ધ બોલવાની કે ખોટી સાક્ષી પૂરવાની વાત તો કેવી રીતે કરી શકાય? ત્યારે માતાએ કહ્યું “ગુરુના પુત્રનું ઘણું કર્યું ! અથવા તો સત્યવ્રતનો આગ્રહ રાખ' એ પ્રમાણે જ્યારે રોષથી કહ્યું, ત્યારે વસુરાજાએ તેનું વચન માન્ય કર્યું.
ત્યાર પછી હર્ષ પામેલી ફીરકદંબકની પત્ની ગઈ અને વિદ્વાન એવા નારદ અને પર્વત રાજસભામાં આવ્યા, સભામાં બંને વાદીઓના સત્ય અને અસત્યરૂપ ક્ષીર અને નીરનો સારી રીતે વિભાગ કરનાર ઉજ્જવળ પ્રભાવશાળી મધ્યસ્થ ગુણવાળા સભ્યો એકઠા થયા. પૃથ્વી અને આકાશ બંને વચ્ચે જેમ સૂર્ય તેમ આકાશ સરખા સ્વચ્છ સ્ફટિકની શિલાની વેદિકા ઉપર સ્થાપન કરેલ સિંહાસનને સભાપતિ વસુરાજાએ શોભાયમાન કર્યું. ત્યાર પછી નારદે અને પર્વતે રાજા પાસે પોતપોતાની વ્યાખ્યાની સ્થાપના કરી, અને કહ્યું કે, હવે તમે સત્ય અર્થ કહો. બ્રાહ્મણ-વૃદ્ધોએ કહ્યું કે, સ્વર્ગ અને પૃથ્વી એ બંને વચ્ચે જેમ સૂર્ય તેવી રીતે “આ બંને વચ્ચે વિવાદ છે, તે તમારે વિષે પ્રમાણ છે. ઘટ વગેરે દિવ્યો ખરેખર આજે સત્યથી જ વર્તી રહેલા છે, સત્યથી વરસાદ વરસે છે અને સત્યથી દેવતાઓ પણ વશ થાય છે, હે રાજન્ ! તમે જ લોકોને સત્યમાં સ્થાપન કરો છો, તો આ વિષયમાં આપને શું કહીએ ? સત્યવ્રતને ઉચિત એવો નિર્ણય