________________
દ્વિતીય પ્રકાશ, શ્લો.૬૦
૧૨૯
કરી છે કે હે વત્સ ! તારે આનો વધ ત્યાં કરવો કે, જ્યાં કોઈ આ કૂકડાને ન દેખે, આ કૂકડાને તે દેખે છે હું દેખું છું, ખેચરો દેખે છે, લોકપાલો દેખે છે અને એવા જ્ઞાનીઓ દેખે છે. તેવું કોઈપણ સ્થાન છે જ નહિ કે જ્યાં કોઈ ન દેખે. ગુરૂની વાણીનું તાત્પર્ય ખરેખર કૂકડાનો વધ ન કરવાનું છે. ગુરુ ભગવંતો હંમેશા દયાળુ હોય છે અને હિંસાથી પરાભુખ છે, અમારી બુદ્ધિની પરીક્ષા કરવા માટે આ આજ્ઞા કરી છે' એમ વિચારી કૂકડાને હણ્યા વગર જ તે પાછો આવ્યો અને કૂકડાને ન હણવાનું તે કારણ પણ ગુરૂને નિવેદન કર્યું. ‘આ સ્વર્ગમાં જશે' એમ નિશ્ચય કરીને ગુરૂએ નારદને સ્નેહથી આલિંગન કર્યું અને ‘બહુ સારું બહુ સારું' એમ કહ્યું, વસુ અને પર્વતકે પાછા આવીને કહ્યું કે, જ્યાં કોઈ દેખતું ન હતું, ત્યાં અમે બે કૂકડાને હણ્યા, ‘અરે ! તમે બંને દેખતા હતા ! હે પાપીઓ ! ખેચરાદિકના દેખતા તમે બંનેને કેમ હણ્યા ? ' એમ કહી ઠપકો આપ્યો.
'
ત્યાર પછી ખેદથી જેને ભણાવવાની બુદ્ધિ ચાલી ગઈ છે, એવા ઉપાધ્યાયે વિચાર્યુ કે, ‘વસુ અને પર્વતને ભણાવવાનો મારો શ્રમ નિષ્ફળ ગયો. ખરેખર ગુરુનો ઉપદેશ પણ પાત્ર અનુસારે પરિણમે છે’ મેઘનું જળ સ્થાનના ભેદથી મુક્તાફલ અને લવણપણાને પામે છે. પ્રિયપુત્ર પર્વતક અને પુત્ર કરતાં પણ અધિક વસુ નરકે જશે, માટે આવા ગૃહવાસથી શો લાભ ? તે વખતે વૈરાગ્યથી ઉપાધ્યાયે દીક્ષા ગ્રહણ કરી અને તેના સ્થાને વ્યાખ્યા કરવામાં વિચક્ષણ એવો પર્વત બેઠો. ગુરુ-કૃપાથી સર્વ શાસ્ત્રમાં વિશારદ બનીને શારદના મેઘ સમાન નિર્મલ બુદ્ધિવાળો નારદ પોતાની જન્મભૂમિમાં ગયો. રાજાઓમાં ચંદ્રસમાન અભિચંદ્ર રાજાએ પણ તે સમયે દીક્ષા લીધી ત્યાર પછી શોભા વડે વાસુદેવ સમાન એવો વસુ રાજા રાજા થયો. તેણે પૃથ્વીતલમાં સત્યવાદી તરીકેની પ્રસિદ્ધિ મેળવી અને તે પ્રસિદ્ધિનું રક્ષણ કરવા માટે તે સત્ય જ બોલતો હતો. હવે એક વખતે શિકાર કરવા નીકળેલા શિકારીએ મૃગલા માટે વિન્ધ્યપર્વતમાં બાણ ફેંક્યું ત્યારે તે વચમાં જ સ્ખલના પામ્યું. બાણ સ્ખલના પામવાનું કારણ જાણવા માટે તે ત્યાં ગયો તો હાથથી સ્પર્શ કરતાં આકાશ સરખી સ્વચ્છ સ્ફટિક-શીલા જાણવામાં આવી. એટલે તેણે વિચાર્યું કે, આ શિલાની બીજી બાજુ ચંદ્રની અંદર જેમ ભૂમિની છાયા તેમ તેની માફક સંક્રાન્ત થએલા ચાલતા મૃગલાને મેં જોયો હતો. હાથથી સ્પર્શ કર્યા વગર કોઈ પણ પ્રકારે સર્વથા આ જાણી શકાય તેમ નથી, માટે અવશ્ય આ શિલા વસુરાજાને માટે યોગ્ય છે.' તે શિકારીએ ગુપ્તપણે રાજા પાસે જઈને તે શિલાની હકીકત જણાવી. ખુશ થયેલા રાજાએ તે ગ્રહણ કરી અને તેને ઘણું ધન આપ્યું. રાજાએ ગુપ્તપણે રાજસભામાં બેસવા યોગ્ય તેની વેદિકા ઘડાવી અને ઘડનાર કારીગરોને મારી નંખાવ્યા, ‘રાજાઓ કદાપિ કોઈના થતા નથી’ તે વેદી ઉપર ચેદી રાજાનું સિંહાસન સ્થાપન કર્યુ. અજ્ઞાન લોકો એમ સમજવા લાગ્યા કે, ‘સત્યના પ્રભાવથી સિંહાસન આકાશમાં અદ્ધર રહેલું છે. ખરેખર સત્યથી તૃષ્ટ થયેલા દેવતાઓ આ રાજાનું સાનિધ્ય કરે છે' એવા પ્રકારની તેની અતિશય ઉજ્જવલ પ્રસિદ્ધિ દરેક દિશામાં ફેલાઈ. તે પ્રસિદ્ધિથી ભય પામેલા રાજાઓ તેને આધીન બન્યા, ‘સાચી કે મિથ્યા પ્રસિદ્ધિઓ રાજાઓને વિજય આપનારી થાય છે’
કોઈક સમયે નારદ ત્યાં આવ્યા ત્યારે તેણે બુદ્ધિશાળી શિષ્યો પાસે ઋગ્વેદની વ્યાખ્યા કરતા પર્વતને જોયો. અનૈર્યનૃત્યમ્ આ સૂત્રની વ્યાખ્યામાં ‘અજ’ એટલે બકરો એવો અર્થ સમજાવતાં પર્વતને નારદે કહ્યું, હે બંધુ ! આ કહેવામાં ભ્રાન્તિથી તારી ભુલ થાય છે. ત્રણ વરસ થયા હોય, તેવા ધાન્યો ઉગતા નથી, તે ‘અજો’ કહેવાય. ગુરુજીએ આ પ્રમાણે જ આપણને વ્યાખ્યા કરી હતી, તેને તું કેમ ભુલી ગયો ? ત્યાર પછી પર્વતે કહ્યું કે, પિતાજીએ આ અર્થ નથી કહ્યો, પણ ‘અજો' એટલે બકરા કહ્યા હતા અને તે જ પ્રમાણે કોષોમાં પણ અર્થ કહેલો છે. પછી નારદે કહ્યું. ‘આ પ્રમાણે શબ્દોના અર્થની ગૌણ અને મુખ્ય